ટેક્નોલોજી / સાયબર ક્રાઈમની કાળી દુનિયાઃ 40થી વધુ લોકોએ ઓનલાઈન ગુમાવ્યા કરોડો રૂપિયા

Share
 • 1
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  1
  Share

હાલ દુનિયાની તમામ માહિતી આંગળીના ટેરવા ઉપર છે એ જ રીતે તમારી માહિતી પણ વિશ્વના ટેરવા ઉપર છે. કોઈ પણ નામે ઓનલાઈન ઠગાઈના કિસ્સા દિવસે ન વધે એટલા રાતે અને રાતે ન વધે એટલા દિવસે વધી રહ્યા છે. નવા વર્ષમાં જ સાયબર ક્રાઈમના 40થી વધુ કિસ્સા નોંધાઈ ચૂક્યા છે. જોવાની વાત એ છે કે, આવતી કાલે ગૃહમંત્રી અમિત શાહ સાયબર ક્રાઈમના નવા પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવાના છે.

 • ગુજરાત સરકારની વેબસાઈટોના કોઈ ઠેકાણા નથી
 • દરેક એપમાં છે લુપ હોલ્સ
 • આ મહિનાનાના દસ દિવસમાંસૌથી વધુ ગુના

જો કે, ગુજરાત સરકારની વેબસાઈટ જુઓ તો કંઈ સમજ પડે તેવી નથી. એ જ રીતે ગુજરાતના સુધારા કે ગુજરાત વિધાનસભામાં પાસ થયેલા કોઈપણ બિલ અંગે સુવ્યવસ્થિત માહિતી ઓનલાઈન ઉપલબ્ધ નથી એવું જ દરેક સરકારી કામકાજમાં છે. સર્વરના ધાંધિયાથી લઈને લાઈટ સુધીની તકલીફો સરકારને ડિજિટલાઈઝેશનમાં પડી રહી છે ત્યારે સરકાર વધી રહેલા સાયબર ક્રાઈમ માટે જે નવા કાર્યક્રમ બહાર પડ્યા છે તે કેટલા કારગત નીવડે છે તે તો આવનારો સમય જ કહેશે.

દરેક એપમાં છે લુપ હોલ્સ

ગુગલ પે, પેટીએમ જેવી એપ્લીકેશન વધુ વાપરે છે. અને તેમાં સિક્યોરિટી વધુ ન હોવાથી લોકો પોતાના રૂપિયા ગુમાવે છે. ઠગટોળકીઓ પણ આ જ એપ્લીકેશનો પર વધુ ફોકસ કરતી હોય છે. ઠગબાજોને તેમાંથી આસાનીથી ડેટા અને લોકોનો સંપર્ક મળી જતો હોવાથી તે માધ્યમો દ્વારા વધુ ઠગાઇ આચરે છે. જેમાં OLXને નામે અને બેંક એકાઉન્ટને નામે સૌથી વધુ ઓનલાઈન ક્રાઈમ થયા છે.

સાયબર ક્રાઈમને નાથવા પ્રોજેક્ટ

રાજ્યમાં દિવસે દિવસે ટેકનોલોજી વધતા સાયબર ક્રાઈમમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે હવે લોકોને સાયબર અટેકથી બચાવવા માટે સાયબર ક્રાઈમ દ્વારા નવા પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવશે. શનિવારે ગાંધીનગરના મહાત્મા મંદિરથી ગૃહમંત્રી અમિત શાહ દ્વારા સાયબર અશ્વસ્ત અને વિશ્વાસ નામના પ્રોજેકટની શરૂઆત કરાવવામાં આવશે. આ પ્રોજેક્ટ આવ્યા બાદ સાયબર ક્રાઈમમાં ઘટાડો થશે. હાલના સમયમાં ગુનેગારો ગુનો આચરવા માટે નવા નવા કિમીયા અપનાવે છે.

આ મહિનાનાના દસ દિવસમાંસૌથી વધુ ગુના

સાયબર ક્રાઈમમાં આજની તારીખમાં સૌથી વધુ ગુનાઓ થાય છે. સાયબર ક્રાઈમને અટકાવવા માટે સાયબર અશ્વસ્ત અને વિશ્વાસ નામનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે. જે અંતર્ગત પોલીસ અધિકારી કર્મચારીને એવા પ્રકારની તાલીમ આપવામાં આવી છે કે કોઇપણ ગુનાને રોકવામાં કે બની જાય પછી જનતાના રૂપિયા સાયબર ફ્રોડ મારફતે ગુનેગાર પાસે ન જાય અને પરત મળે તે પ્રકારની સુવ્યવસ્થા ઉભી કરવામાં આવશે.

40થી વધુ ઓનલાઈન ઠગાઈ

ટેક્નોલોજીની સાથે સાથે ઓનલાઈન છેતરપિંડીની ઘટનાઓમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં એનિમલ હેલ્પ લાઈન પર ફોન કરનાર યુવક સાથે છેતરપિંડીની ઘટના સામે આવી છે. એનિમલ હેલ્પલાઈન પર ફોન કરનાર યુવકનું નંબર મેળવીને દિલ્લીથી એક ઠગે ફોન કર્યો હતો. શખ્સે ફોન કરીને એનિમલ પે લિંકનું ફોર્મ ભરાવીને છેતરપિંડી કરી હતી ત્યાર બાદ ગુગલ પે મારફતે 74 હજાર રૂપિયા પડાવીને છેતરપિંડી થતા સાયબર ક્રાઈમમાં ફરિયાદ થઈ છે


Share
 • 1
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  1
  Share