કોરોનાએ આ દેશના ક્રિકેટ બોર્ડને કરી દીધુ કંગાળ, બોર્ડ હવે 20 ટકા કર્મચારીઓને કરશે છુટા

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  મુંબઇઃ કોરોના વાયરસના કારણે દુનિયાભરમાં કેટલાય લોકોને નોકરીઓ ગુમાવવાનો વારો આવ્યો છે. કોરોનાની અસર ક્રિકેટની ગતિવિધિ પર પણ પડી છે. ક્રિકેટ સેક્ટરમાં કોરોનાના કારણે મોટુ નુકશાન પહોંચ્યુ છે. ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડને સૌથી મોટુ નુકશાન થયુ છે, આર્થિક રીતે બોર્ડ પ્રભાવિત થયુ છે, રિપોર્ટ છે કે ઇસીબી હવે 20 ટકા લોકોની નોકરીઓમાં કાપ મુકવાની છે, એટલે 20 ટકા કર્માચારી ઓછા કરશે, જે 62 નોકરીઓની બરાબર છે.

બોર્ડના મુખ્ય કાર્યકારી અધિકારીએ નોકરીઓના કાપ કરવાની જાણકારી આપી. હેરીસને કહ્યું કે આ એક પગલુ કૉવિડ-19 મહામારીના કારણે આવેલા આર્થિક સંકટના કારણે ઉઠાવવામાં આવી રહ્યું છે. હેરીસને એક નિવેદનમાં કહ્યું કે તાજેતરમાં જ સપ્તાહમાં આપણે ઇસીબીનુ માળખુ અને બજેટની સમીક્ષા કરી છે. જેથી ખર્ચને અમારા ઉદેશ્યની પૂર્તિ માટે ઓછી કરી શકાય. અમે આ વાતનો અમારા સાથે કામ કરતા લોકો સાથે શેર કરી છે, અમને મંજૂરી મળી ગઇ છે. આનાથી બચત કરવામાં આવી શકે છે, આનાથી ઇસીબીનો દરેક ભાગ પ્રભાવિત થશે, અને બચત ત્યારે જ સંભવ છે જ્યારે કંઇક કાપ મુકવામાં આવે.

ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ પોતાના ખર્ચમાં કાપ મુકી રહ્યુ છે, તેને કહ્યું કે પ્રસ્તાવમાં 20 ટકા કર્મચારીઓનો કાપ કરવાની વાત છે, જે અનુસાર, 62 નોકરીઓ ઓછી થશે, સાથે હાલના પદોમાં ફેરફાર કરીને બચત કરવા ઇચ્છી રહ્યાં છીએ.

હેરીસને કહ્યું કે ઇસીબી એ લોકોની મદદ કરવા તૈયાર છે જે લોકો આ પ્રસ્તાવથી પ્રભાવિત થશે, તેમને કહ્યું કે આગામી દિવસોમાં આ પ્રસ્તાવથી પ્રભાવિત થનારા અમારા સાથીઓની અમ મદદ કરીશું.

Source link

Source link


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *