દેવઉઠી એકાદશી-તુલસી વિવાહ નું મહત્વ

Share
  • 2
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
    2
    Shares

દેવઉઠી એકાદશીનું વિશેષ ધાર્મિક મહત્વ છે. હિન્દુ માન્યતાઓ અનુસાર સૃષ્ટિના પાલનહાર શ્રી હરિવિષ્ણુ ચાર મહિના નીંદ્રા કર્યા પછી દેવઉઠી એકાદશીએ જાગે છે. આ દિવસે ભગવાન વિષ્ણુ શાલીગ્રામ રૂપમાં તુલસીવિવાહ કરે છે. દેવઉઠી એકાદશીથી જ તમામ માંગલિક કાર્યો જેવા કે લગ્ન, નામકરણ, મુંડન, જનોઈ અને ગૃહપ્રવેશની શરૂઆત થાય છે.

હિન્દુ પંચાંગ અનુસાર દેવઉઠી એકાદશી અથવા તો તુલસી વિવાહ કારતક મહિનાના સુદ પક્ષમાં એકાદશીના દિવસે મનાવવામાં આવે છે. અંગ્રેજી કેલેન્ડર અનુસાર આ એકાદશી દર વર્ષે નવેમ્બરમાં આવે છે. આ વખતે દેવઉઠી એકાદશી-તુલસી વિવાહ 8 નવેમ્બર, 2019ના રોજ એટલે કે આજે છે.

દેવઉઠી એકાદશીના વ્રતના નિયમો

દેવઉઠી એકાદશીએ નિર્જળા અથવા પ્રવાહી ગ્રહણ કરી ઉપવાસ કરવો. વૃદ્ધ, રોગી , બાળકોએ એક સમય જમી અને વ્રત કરવું. ભગવાન વિષ્ણુ કે ઈષ્ટદેવની ઉપાસના કરવી. ડુંગળી, લસણ, વાસી ભોજન ગ્રહણ કરવું નહીં. આ દિવસ ॐ નમો ભગવતે વાસુદેવાય નમ: મંત્રનો જાપ કરવો.

તુલસી વિવાહ અને તેનું મહત્વ

એવી માન્યતા છે કે ભગવાન વિષ્ણુજીને તુલસીજી માટે શાલિગ્રામ રૂપ ધારણ કરવું પડ્યુ હતુ. આથી શાલિગ્રામના રૂપે જ શ્રી હરિના વિવાહ ભગવાન વિષ્ણુ સાથે કરાવવામાં આવે છે. ભગવાન વિષ્ણુને તુલસીજી ખુબજ પ્રિય છે. માત્ર તુલસી દલ અર્પણ કરવાથી ભગવાનને પ્રસન્ન કરી શકાય છે. પ્રસાદ ધરાવતી વખતે તુલસીદલ અર્પણ કરવાથી ભગવાન થાળ ગ્રહણ કરે છે.

દેવઉઠી એકાદશીની પૂજા વિધિ

શેરડીનો મંડપ રચાવવો અને તેની વચ્ચે ચોક બનાવી તેમાં ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા ચિત્ર રાખવું અને ભગવાનના ચરણ ચિન્હ બનાવવા. ભગવાનને શેરડી, સિંઘોડા તેમજ ફળ, મીઠાઈ સમર્પિત કરવા. ઘીનો દીવો કરવો અને ધ્યાન રાખવું કે તે રાત્રે પણ પ્રજ્વલિત રહે.

સવારે ભગવાન વિષ્ણુના ચરણની પૂજા કરવી અને તેમને જાગૃત કરવા. ભગવાનને જાગૃત કરવા માટે શંખ, ઘંટ અને કીર્તનની ધ્વનિ કરવી. ત્યારબાદ એકાદશીની કથા કરવી. ભગવાનને પ્રણામ કરી અને મનોકામના વ્યક્ત કરવી. આ મનોકામના અચૂક પૂર્ણ થશે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.


Share
  • 2
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
    2
    Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *