આગથી રમી રહી છે મોદી સરકાર:શત્રુ બોલ્યા

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

પશ્ચિમ બંગાળમાં CBI અને પોલીસ વચ્ચેની તનાતની બાદ હાલત વધુ ખરાબ થઇ રહ્યા છે. કોલકાતાના ભવાનીપુર વિસ્તાર સ્થિત BJP ઓફિસ પર ખૂબ તોડફોડ થઇ હતી. ઘટનાસ્થળની તસવીરો ટ્વીટ કરતા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રભારી કૈલાશ વિજયવર્ગીયે તૃણમુલ કાર્યકર્તાઓ પર તોડફોડનો આરોપ લગાવ્યો હતો. સાથે જ તેમણે આને ‘ગુંડા રાજ’ પણ કહી દીધું હતું.

આ વિવાદ બાદ લાંબા સમયથી નારાજ એવા શત્રુઘ્ન સિન્હાએ મોટું નિવેદન આપ્યું છે, તેમણે કહ્યું હતું કે, મોદી સરકાર આગ સાથે રમી રહી છે. જે જગ્યાએ તોડફોડ થઇ છે, તેને મમતા બેનર્જીનો ગઢ માનવામાં આવે છે. BJPના સાંસદ શત્રુઘ્ન સિન્હાએ ફરીએકવાર મોદી સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે, મમતા બેનર્જી એક પરખાયેલી જનનેતા છે અને તેમને નિશાનો બનાવીને મોદી સરકાર આગ સાથે રમી રહ્યો છે.

શત્રુઘ્ન સિન્હાએ વધુમાં કહ્યું હતું કે, સત્તાધારી પાર્ટી પોતાની વિશ્વસનીયતા લગભગ ખોઇ ચૂકી છે. તેમણે નામ લીધા વગર કહ્યું હતું કે, સરજી શું થઇ રહ્યું છે? આપણે બદનામ સરકાર સંસ્થાઓ મારફતે આગ સાથે કેમ રમી રહ્યા છીએ? તે પણ લોકસભા ચૂંટણીના થોડા સમય પહેલા.


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *