આખરે મહેસાણાથી હાર્દિક પટેલ અને અમરેલીથી અલ્પેશ કથીરિયા ચુંટણી લડશે

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

પાટીદાર નેતાઓ માટે અમે અમરેલી, મોરબી અને મહેસાણા બેઠકો પરથી લોકસભા ચૂંટણી લડાવવાનો વિચાર કરી રહ્યા છીએ પરંતુ જેમ વાત ચાલે છે તેમ કે હાર્દિક પટેલને અમરેલીથી લડાવાશે તે વાત પર અમે પણ વિચાર કર્યો છે. જોકે એવું લાગી રહ્યું છે કે અમરેલીમાં હાર્દિક પટેલને લડાવાય તો તેના કારણે ભાજપ લેઉઆ કડવા વિવાદ ઊભો કરી સમાજ જે આંદોલન બાદ એક થયો છે તેને તોડવાનો પ્રયાસ કરશે. તેથી ત્યાંથી અલ્પેશ કથિરિયાને લડાવાય તો સેફ છે. તેવું સુરતના પાસ કન્વીનર ધાર્મિક માલવિયાએ જણાવ્યું છે.

ધાર્મિક માલવિયાએ એ વાતની સ્પષ્ટતા પણ કરી કે, મહેસાણાથી હાર્દિક પટેલને લડાવવાનું નક્કી થાય તેવી પુરી શક્યતાઓ છે. કારણ કે ભલે હાર્દિક પટેલને મહેસાણામાં પ્રતિબંધ હોય છતાં થ્રીડી કોન્ફરન્સ, વીડિયો કોન્ફરન્સ, સોશ્યલ મીડિયામાં પ્રચાર વગેરે જેવા પ્લેટફોર્મ્સ તો છે જ પંરતુ હાર્દિક પટેલ સાથે અન્ય લોકો પણ છે જે ત્યાં જઈ શકે છે અને હાર્દિક પટેલ વતીનો પ્રચાર કરી શકે છે. ભૂતકાળમાં પણ આવું બની ચુક્યું છે.

પાસ કન્વીનર હાર્દિક પટેલનું કદ રાષ્ટ્રીય સ્તરે મમતા બેનર્જીની રેલી બાદ વધી ગયું છે, હમણાં સુધી ચૂંટણી ન લડવા અંગેનો ઈરાદો દર્શવતા હાર્દિક પટેલ દ્વારા અચાનક લોકસભાની ચૂંટણી લડવાની જાહેરાત કરવામાં આવી છે. મળતી વાત અનુસાર હાર્દિક પટેલ અમરેલી બેઠક પરથી ચૂંટણી લડી શકે છે જો કે આ બેઠક માટે અમરેલીના સ્થાનિક કોંગ્રેસી આગેવાનો પરેશ ધાનાણી અને વીરજી ઠુમ્મર દ્વારા હાર્દિક માટે ખાનગીમાં ઇન્કાર કર્યો છે, અમરેલી બેઠક પર લેઉવા પટેલ સમાજના મતદારોનું પ્રભુત્વ છે. જ્યારે હાર્દિક કડવા પટેલ સમાજમાંથી આવતો હોવાથી ભાજપ દ્વારા લેઉવા કડવા વિવાદ ઊભો કરવામાં આવે તે શક્યતા નકારી શકાતી નથી. હાલમાં કોંગ્રેસ દ્વારા ધાનાણી અને ઠુંમર સહિતના અમરેલીના કોંગ્રેસના આગેવાનોને મનામણા ચાલુ છે, પરંતુ જો કોંગ્રેસ આ વાત મનાવવામાં નિષ્ફળ રહે તો પાસ દ્વારા પ્લાન બી તૈયાર રખાયો છે જે મુજબ જો હાર્દિક નહીં તો અમરેલી બેઠક પર અલ્પેશ કથીરિયાનું નામ આગળ ધરવામાં આવશે જો આવું થશે તો હાર્દિક ઊંઝા કે મહેસાણા બેઠક પરથી વિધાનસભા ચૂંટણી લડી શકે છે તેવું સુત્રો જણાવી રહ્યા છે.

બીજી તરફ ધાર્મિક માલવિયા જણાવી રહ્યા છે કે, મહેસાણા એ જ હાર્દિક પટેલ માટે સેફ બેઠક પણ છે અને પ્રતિબંધ હોવા છતાં ત્યાંથી ચૂંટણી તો લડી શકાય એમ જ છે. હજુ આ અંગે અમે કોર કમિટીના મેમ્બર્સ આગામી સમયે બેઠક કરવાના છે તે દરમિયાન બેઠક અંગે વિસતૃત ચર્ચા કરવામાં આવશે.


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *