હાર્દિક પટેલને લાફો મારનાર ભાજપ કનેક્શન, જાણો

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

વઢવાણાની સભામાં હાર્દિક પટેલને મંચ પર જ લાફો મારી દેનાર તરુણ ગજ્જર નામના વ્યક્તિનુ ભાજપ કનેક્શન પણ સામે આવ્યુ છે.

તરુણ ગજ્જર જાસલપુરમાં ભાજપના શક્તિ કેન્દ્રનો ઈન્ચાર્જ હોવાની વિગતો સપાટી પર આવી છે.ભાજપના હાલના સાંસદ જયશ્રી પટેલ સાથે પણ તેનો વિડિયો વાયરલ થયો છે.તરુણ ગજ્જર કડી તાલુકાના જાસલપુર ગામનો વતની છે.તે ગામમાં જ છૂટક ખેત મજૂરી કરીને ગુજરાન ચલાવે છે.

તરુણ હાર્દિક પટેલના આંદોલનના કારણે સમાજમાં વિભાજન થયુ હોવાનુ માનતો હતો.તેણે જ્યારે હાર્દિકને સ્ટેજ પર લાફો માર્યો ત્યારે પણ કહ્યુ હતુ કે, તુ સમાજના 14 લોકોને ભરખી ગયો છે.

હાર્દિકને લાફો માર્યા બાદ લોકોએ તરુણ ગજ્જરને ઢોરમાર માર્યો હતો.હાલમાં ઈજાગ્રસ્ત તરુણ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે.


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *