પાટીદાર યુવાનો દુનિયામાં પોતાની છાપ છોડે તે માટે સંમેલન, 13 હજાર ભાગ લેશે

સુરતને રાજ્યનું નાણાંકીય અને ઓદ્યોગિક કેપીટલ ગણવામાં આવે છે. સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી સ્થળાંતર થઇને આવેલા પાટીદારોએ ડાયમંડ, ટેક્સટાઇલ અને રિયલ એસ્ટેટમાં પોતાની છાપ છોડી છે, હવે પાટીદાર સમાજે નવી પેઢીને પ્રમોટ કરવા માટે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ 2020 પ્રમોશનલ કાર્યક્રમ-6નું આયોજન કર્યું છે. યુવાશક્તિના સર્વાંગી વિકાસ માટે અને આધુનિક યુગમાં તાલ મિલાવીને વિવિધ પ્રકારની તકો આજની યુવા પેઢી ઝડપી શકે તે માટે કાર્યક્રમ યોજાશે. 

સરદારધામ અમદાવાદ મિશન 2026 અંતર્ગત સરદારધામ દક્ષિણ ગુજરાત દ્વારા ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ પ્રમોશન કાર્યક્રમ 6નું આયોજન 28મી એપ્રિલે સાંજે 6 કલાકે, હરિક્રિષ્ણા કેમ્પસ, સરથાણા જકાતનાકા, વરાછા રોડ ખાતે કરાયું છે. આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ SRK ગ્રુપના ગોવિંદભાઇ ધોળકિયા અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહેશે. જેમાં મુખ્ય વક્તા તરીકે જ્ઞાનવત્સલ સ્વામી રહેશે

ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટીનું આયોજન યુવાઓ દ્વારા કરાયું છે. જેથી કરીને યુવાવર્ગ બિઝનેસમાં પોતાની છાપ છોડી શકે, સમિટ યોજ્વા પાછળના મુખ્ય ઉદ્દેશ્યોની વાત કરીએ તો, યુવાનોને એકબીજા સાથે નેટવર્કિંગ દ્વારા વેપાર-ઉદ્યોગમાં પરસ્પર ઉપયોગી થવું અને સમાજમાં નવા ઉદ્યોગ સાહસિકો તૈયાર કરવા આ ઉપરાંત શિક્ષિત અને દીક્ષિત યુવાઓને સન્માન સાથે રોજગારી પુરી પાડવાનો છે. પાટીદાર સમાજનો વિકાસ થાય તે માટે છેવાડાના કુટુંબને ધ્યાનમાં લઇને સરદારધામના મિશન અને વિઝન અંતર્ગત મુખ્ય 5 લક્ષ્યબિંદુઓ નક્કી કર્યા છે. જેવા કે, સમાજનું વૈશ્વિક જોડાણ, પગદંડીથી મહામુકામ તરફ પ્રયાણ, સમાજસેતુ યોજના, અતિથિ ભવન અને ઉજ્જવળ ભવિષ્ય યોજ્ના છે. આગામી ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટી 2020નું આયોજન મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે કરાયું છે.

આ પ્રસંગે સરદારધામના પ્રમુખ ગગજીભાઇ સુતરિયાએ જણાવ્યું કે, સુરતમાં ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ પ્રમોશનલ કાર્યક્રમ-6નું આયોજન કર્યું છે. જેનો મુખ્ય હેતુ યુવાવર્ગને પ્રમોટ કરવા આ કાર્યક્રમ યોજાઇ રહ્યો છે. જેમાં 13 હજારથી વધુ નાના-મોટા ઉદ્યોગકારો ઉપસ્થિત રહેશે.આ ઉપરાંત આ કાર્યક્રમના આયોજકો પણ યુવાનો જ છે.

0 Comments

Leave a reply

Your email address will not be published. Required fields are marked *

*

CONTACT US

We're not around right now. But you can send us an email and we'll get back to you, asap.

Sending

©2019 My Patidar a Proparty of Aadya Enterprise

Privacy Policy  Terms of Service  About Us

Log in with your credentials

or    

Forgot your details?

Create Account