ગુજરાત ભાજપ માટે આત્મચિંતનનો સમય?

Share
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

ગુજરાત ભાજપ માટે આત્મચિંતનનો સમય?મહારાષ્ટ્રના હાલના જ રાજકીય ઘટનાક્રમને જોતા ભારતીય જનતા પાર્ટીની રણનીતિઓ નિષ્ફળ જણાઈ રહી છે.

સમગ્ર દેશભરમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ માટે મનોબળ તોડનારી આ ઘટના આવનારા સમયમાં શું પરિણામ લાવશે, તે તો સમય પર જ જાણી શકાશે. ગુજરાત રાજ્યમાં આવનારા સમયમાં પંચાયત, નગરપાલિકા તથા મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવી રહી છે. હાલમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં તેના સંગઠનના માળખાને નવું સ્વરૂપ આપવા માટે પ્રક્રિયામાં છે. સંગઠનમાં ધરમૂળ પરિવર્તન આવવાની ચર્ચા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં થઇ રહી છે.

હાલનું ભારતીય જનતા પાર્ટીના સંગઠનનું માળખું ખૂબ નબળું અને નિરાશાજનક થઈ ગયેલું જણાય રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીના સંગઠનના કાર્યક્રમોમાં કાર્યકર્તાઓનો ઉત્સાહ નબળો થયેલ જણાય રહ્યો છે અને કાર્યકર્તાઓ લોકસંપર્ક દરમિયાન પૂછતા પ્રશ્નો જેવા કે આ મંદી ક્યારે પૂરી થશે? ખેડૂતોના પ્રશ્નોનું શું થશે? વધેલી મોંઘવારી ઘટશે નહીં? બેરોજગારોનું શું થશે? આવા વિવિધ પ્રકારના પ્રશ્નોના જવાબ કાર્યકર્તાઓ આપી શકતા નથી. તેથી તેઓ લોકસંપર્ક ઘટાડી રહ્યા હોય તેવું જણાય રહ્યું છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ભારતીય જનતા પાર્ટીની જે વિશ્વસનિયતાની છબી ગુજરાતમાં ચરમસીમાએ હતી, તે હાલમાં ખાડે જતી જણાય રહી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ બાદ ગુજરાતમાં પેટાચૂંટણી પણ થઇ પરંતુ આમાં પણ ભારતીય જનતા પાર્ટીને અપેક્ષા મુજબના પરિણામો મળ્યા નથી. આ જોતા હાલના સંજોગોમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાતની ધૂરા કોઈ વિશ્વસનીય નેતૃત્વના હાથમાં આપે કે જે ગુજરાતના હાલના નિરસ સંગઠનમાં પ્રાણ પૂરી શકે અને આવનારા સમયની ચૂંટણીઓમાં પક્ષને અપેક્ષા મુજબના પરિણામો આપી શકે, તે એક ચિંતનનો પ્રશ્ન થઈ બેઠો છે.

એક સમયે ચિંતન શિબિરો કરનારો અને સાચા સમાજસેવકો આપવા માટે કાર્યકર્તાઓનું ઘડતર કરવાનું વિચારધારાનો પક્ષ એવી ભારતીય જનતા પાર્ટી માટે હાલ ચિંતન શિબિરો કરવાનો સમય આવી ગયો હોય, તેવું જણાય રહ્યું છે. સમય વર્તે સાવધાન કહેવત હાલ ભારતીય જનતા પાર્ટી માટે પ્રાણ પૂરનારી સાબિત થઇ શકે છે.


Share
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *