મુખ્યમંત્રીના શહેરમાં જ ચાર ઇસમોએ પોલીસ કોન્સ્ટેબલને રસ્તા પર માર માર્યો

Share
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

મુખ્યમંત્રી વિજય રૂપાણીના હોમ ટાઉનમાં જ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે. હવે અસામાજિક તત્ત્વો બેફામ બનીને પોલીસ પર હુમલો કરતા પણ અચકાતા નથી. અમદાવાદમાં બૂટલેગર દ્વારા હોમગાર્ડની હત્યા કર્યા પછી રાજકોટના આસમાજિક તત્ત્વો દ્વારા એક પોલીસ કોન્સ્ટેબલને જાહેર રસ્તા પર માર મારવાની ઘટના સામે આવી છે. કોન્સ્ટેબલને માર મારવાના મામલે પોલીસે ચાર ઇસમો સામે ફરિયાદ દાખલ કરીને તમામની ધરપકડ કરી જેલના સળીયા પાછળ ધકેલી દીધા હતા.

રિપોર્ટ અનુસાર રજકોટના બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ મિતેષ આડેસરા બે દિવસ પહેલા રાજકોટના સંત કબીર રોડ પરથી પસાર થઇ રહ્યા હતા. આ દરમિયાન તેમને શક્તિ ટી-સ્ટોલ નામની દુકાન પાસે ઉભેલા કેટલાક ઇસમો શંકા ગઈ હતી. તેથી કોન્સ્ટેબલ મિતેષ આ ઇસમોની પાસે જઈને તેમની પૂછપરછ કરી હતી. પૂછપરછ કરતા તમામ ઇસમો ઉશ્કેરાઈ ગયા હતાં અને કોન્સ્ટેબલ મિતેષને ગાળો આપીને માર મારવા લાગ્યા હતા.

પોલીસ કોન્સ્ટેબલને માર મારતા ઇસમોનો કેટલાક લોકોએ મોબાઈલમાં વીડિયો ઉતારીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો તો બીજી તરફ આ ઘટનાને પગલે રસ્તા પર ટ્રાફિકજામ પણ સર્જાયા હતા. આ સમગ્ર ઘટનાની જાણ કોન્સ્ટેબલે કંટ્રોલરૂમમાં જાણ કરતા રાજકોટ બી-ડીવીઝન પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને કોન્સ્ટેબલ મિતેષ પર હુમલો કરનારા ચારેય ઇસમોની ધરપકડ કરી હતી. પોલીસે પકડેલા તમામ ઇસમોને નામ અખ્તર સોકત કચરા, અમીર સિકંદર જુણેજા, જય જયેશ ધીણોજા અને સોહીલ હોવાનું જાણવા મળ્યું છે.


Share
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •