જાણો ગુજરાતની છ બેઠકનું ચૂંટણી પરિણામ

21મી ઓક્ટોબરના રોજ ગુજરાતની છ બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ હતી. જે બાદમાં આજે (24 ઓક્ટોબર) મતગણતરી થઈ હતી.  છ બેઠકોમાંથી ત્રણ બેઠક પર ભાજપ અને ત્રણ બેઠક પર કૉંગ્રેસનો વિજય થયો છે.

અમરાઈવાડી બેઠક : આ બેઠક પર ભાજપના જગદીશ પટેલની 5228 મતે જીત થઈ છે. આ બેઠક પર ભાજપમાંથી જગદીશ પટેલ મેદાનમાં હતા. જ્યારે કોંગ્રેસ તરફથી ધર્મેન્દ્ર પટેલ મેદાનમાં હતા. ભાજપના ધારાસભ્ય એચ.એસ.પટેલ અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પરથી ચૂંટાતા અમરાઈવાડી બેઠક ખાલી પડી હતી.

બાયડ : આ બેઠક પર કૉંગ્રેસના ઉમેદવાર જશુભાઈ પટેલની 743 મતથી જીત થઈ છે. આ બેઠક પર ભાજપ તરફથી પક્ષ પલટો કરીને આવેલા ધવલસિંહ ઝાલા મેદાનમાં હતા. કોંગ્રેસે આ બેઠક પરથી જશુભાઈ પટેલને ટિકિટ ફાળવી છે. કોંગ્રેસના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા રાજીનામું આપીને ભાજપમાં જોડાતા બેઠક ખાલી પડી હતી.

રાધનપુર : આ બેઠક પર કૉંગ્રેસના ઉમેદવાર રધુ દેસાઈની 3807 મતે જીત થઈ છે. આ બેઠક પર ભાજપમાંથી અલ્પેશ ઠાકોર ચૂંટણી લડી રહ્યા હતા. જ્યારે કૉંગ્રેસમાંથી રઘુ દેસાઈ મેદાનમાં હતાં. કૉંગ્રેસના અલ્પેશ ઠાકોર રાજીનામું આપીને ભાજપમાં જોડાતા આ બેઠક ખાલી પડી હતી.

થરાદ બેઠક : આ બેઠક પર કૉંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહની જીત થઈ છે. ગુલાબસિંહે ભાજપના ઉમેદવાર સામે 6372 મતોથી વિજય મેળવ્યો છે.  ભાજપ તરફથી આ બેઠક પર જીવાભાઈ પટેલ મેદાનમાં હતા. જ્યારે કોંગ્રેસે આ બેઠક પરથી ગુલાબસિંહ રાજપૂતને ઉમેદવાર બનાવ્યા હતા. ભાજપના ઉમેદવાર પરબત પટેલ બનાસકાંઠા લોકસભા બેઠકમાં વિજેતા બનતા બેઠક ખાલી પડી હતી.

તસવીર – ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા

લુણાવાડા બેઠક : આ બેઠક પર ભાજપના ઉમેદવારની 11952  મતોથી જીત થઈ છે. આ બેઠક પર ભાજપ તરફથી જીગ્નેશ સેવક મેદાનમાં હતા. જ્યારે કૉંગ્રેસે ગુલાબસિંહ ચૌહાણને ટિકિટ આપી હતી.  આ બેઠક પરથી ધારાસભ્ય રતનસિંહ રાઠોડ પંચમહાલ લોકસભા બેઠક પર બીજેપીની ટિકિટ પર ચૂંટાતા બેઠક ખાલી પડી હતી.

ખેરાલુ બેઠક : આ બેઠક પર ભાજપના ઉમેદવાર અજમલ ઠાકોરની 29091  મતોથી જીત થઈ છે. કોંગ્રેસ તરફથી આ બેઠક પર બાબુજી ઠાકોર મેદાનમાં હતા. ભાજપના ભરતસિંહ ડાભી પાટણ લોકસભા બેઠક પરથી ચૂંટાતા બેઠક ખાલી પડી હતી.

0 Comments

Leave a reply

Your email address will not be published. Required fields are marked *

*

©2019 My Patidar a Proparty of Aadya Enterprise

Privacy Policy  Terms of Service  About Us  Contact us

CONTACT US

We're not around right now. But you can send us an email and we'll get back to you, asap.

Sending

Log in with your credentials

or    

Forgot your details?

Create Account