ભરૂચ:૧૫ મી ઓગષ્ટ ૨૦૧૯ સ્વાતંત્ર્ય દિનની જિલ્લા કક્ષાની કાર્યક્રમની ઉજવણી ઝઘડીયા

આજ રોજ ૧૫ મી ઓગષ્ટ ૨૦૧૯ સ્વાતંત્ર્ય દિનની જિલ્લા કક્ષાની કાર્યક્રમની ઉજવણી ભરૂચ જિલ્લાના ઝઘડીયાના સેન્ટ ઝેવિયસૅ સ્કૂલ ખાતે થઈ. જેમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ( સ્પીકર ) શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી, ભરૂચ ના સાંસદ શ્રી મનસુખભાઈ ડી વસાવા, ભરૂચ જિલ્લા કલેકટર, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ યોગેશભાઈ પટેલ ,નર્મદા સુગર વાઇસ ચેરમેન અજયસિંહ પરમાર, જઘડીયા તાલુકા પ્રમુખ નરેન્દ્રભાઈ વસાવા તેમજ રશમીકાંત પંડ્યા વગેરે ઉપસ્થિત રહ્યા.
જય હિન્દ

ભરૂચ 15 મી ઓગસ્ટ ને લઈ સરકારી ઇમારતો રોશની થી ઝગમગી

ભારત દેશના સ્વતંત્રતા દિવસ તરીકે ૧૫મી ઓગસ્ટના દિવસને ઉજવવામાં આવે છે. ઇ.સ. ૧૯૪૭નાં વર્ષમાં આ દિવસે અંગ્રેજોની ગુલામીમાંથી ભારત દેશ આઝાદ થયો હતો. આથી આઝાદીની લડતમાં સફળતા મળી અને સ્વતંત્રતા હાંસલ કરી તેની ખુશીમાં દર વર્ષે સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસને ભારતભરમાં રાષ્ટ્રીય તહેવાર તરીકે જાહેર કરવામાં આવેલો છે. દેશનાં તમામ કાર્યાલયોમાં આ દિવસે જાહેર રજા આપવામાં આવે છે. આખા દેશમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ લાઈટો થી ઝગમગાટ કરવામાં આવે છે.

ભરૂચ માં પણ સ્વતંત્ર પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી ઝઘડિયા ખાતે કરવામાં આવી હતી.ગુજરાત ના વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીના હસ્તે ધ્વજ વંદન કરવા માં આવ્યું હતું.આ કાર્યકર્મ માં સાંસદ મનસુખ વસાવા,ભરૂચ ધારાસભ્ય દુષ્યંત પટેલ સહિતના અધિકારીઓ  ઉપસ્થિત રહ્યા હતા.

જિલ્લા કક્ષાના સ્વતંત્રતા દિન ઉજવણી માં ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા અવનવા કરતબ કરી લોકો ને મંત્રમુગ્ધ કર્યા હતા. જ્યારે નાના બાળકોએ પણ દેશ ભક્તિના ગીતો પર પોતાની કળા બતાવી લોકોના દિલ જીત્યા હતા.આ સમારોહમાં દિવ્યાંગ બાળકોને પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે ઝગડીયા તાલુકાના વિકાસ માટે 25 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે દેશ એકતા અને અખંડતા સાથે જો આગળ વધશે તો ભારત દેશ વિશ્વ ફલક પર ઝળહળશે.

આપણે ભારતની આઝાદીની ૭૩મી વર્ષગાંઠ ઊજવી રહ્યા છીએે. આખો દેશ હર્ષોલ્લાસમાં છે. પરંતુ આપણી આઝાદી એક કઠિન રાહ પરથી પસાર થઈને અને ઘણી કુરબાની આપીને હાંસલ થઈ હતી. આ વીતેલા ઇતિહાસના પાનાં ઉપર નજર કરીએ તો એ સ્મૃતિ તાજી થાય અને એ બલિદાનોની વાતો જાણીને આંખ આજે પણ ભીની થઈ જાય.  અંગ્રેજો પહેલાં ભારત પર મોગલોનું શાસન હતું અને તેમણે પોતાના રાજકીય અને આર્થિક લાભ માટે આપણી ધરતીનો ઉપયોગ કર્યો. સન ૧૬૦૦માં જ્યારે અંગ્રેજોએ વ્યાપારના ઉદ્દેશ સાથે ભારતમાં પ્રવેશ કર્યો હતો, તો મોગલ સમ્રાટને એ વાતની આશંકા પણ ન હતી, એ અંગ્રેજ વ્યાપારના બહાને તેમને જ રાજ્યમાંથી હાંકી કાઢશે. વ્યાપારની આડમાં દેશ પર પોતાનો અધિકાર જમાવવાની રણનીતિ ધીરે ધીરે કારગત થઈ હતી.

0 Comments

Leave a reply

Your email address will not be published. Required fields are marked *

*

CONTACT US

We're not around right now. But you can send us an email and we'll get back to you, asap.

Sending

©2019 My Patidar a Proparty of Aadya Enterprise

Privacy Policy  Terms of Service  About Us  Contact us

Log in with your credentials

or    

Forgot your details?

Create Account