ગજબની સત્ય ઘટના એક ડૉક્ટરની..

+++ગજબની સત્ય ઘટના એક ડૉક્ટરની..+++

વાત છે એક ડેન્ટીસ્ટ ડોક્ટરની.
તેમનું નામ છે ડૉ.વરૂણ રાજુભાઈ વસાવા.
નર્મદા જિલ્લાનાં સાગબારા તાલુકાનાં, ખોચરપાડા ગામનાં મૂળ વતની.
જામનગર,બાલાચડી સ્થિત “સૈનિક સ્કુલ”માં અભ્યાસ કરી..
ડેન્ટલ કોલેજમાંથી “ડૉક્ટર”ની પદવી મેળવી.
પોતાનું પ્રાઇવેટ દવાખાનું ખોલી રૂપિયા કમાવવાનાં બદલે, સરકારી આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવી,
ગરીબ-મધ્યમ વર્ગીય લોકોની સેવા કરવાનું નક્કી કર્યું.
છેલ્લા અગીયાર વર્ષથી સરકારી આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવી રહેલાં,
ડૉક્ટર વરૂણ.આર.વસાવા ભરૂચનાં આમોદ તાલુકાનાં CHC -કોમ્યુનીટી હેલ્થ સેન્ટરમાં ફરજ બજાવતા હતા જેઓની થોડાં દિવસ પહેલાં જ,
રાજસ્થાન-ગુજરાત બોર્ડર આવેલ ,અરવલ્લી જિલ્લાનાં ચોરીમાલા તાલુકા સ્થિત ગવર્મેન્ટ હોસ્પિટલમાં બદલી થતાં તેઓ ત્યાં ફરજ બજાવી રહ્યા છે.

+++++ હવે,આ ડૉક્ટર વરૂણ. આર. વસાવાની “સાચાં અર્થમાં જન સેવા એજ પ્રભુ સેવા”ની પ્રેરક – માઇલ સ્ટોન – દિવાદાંડીરુપ સત્ય ઘટના જોઈએ તો કહેવું જ પડે કે..

“ગજબનાં છે આ ડૉકટર”.
“જન સેવા એજ પ્રભુ”ને જીવન મંત્ર બનાવી “નિ:સ્વાર્થ ભાવથી” અને “પ્રસિદ્ધિની ઝંખનામાં વિનાં” જન સેવામાં કાર્યરત આ, ગજબનાં ડોક્ટરની કામગીરી “તર્કવિતર્ક” સમાચાર પત્રનાં ધ્યાનમાં આવતાં “લોકહીતમાં” જાહેર કરવાનો નમ્ર પ્રયાસ છે.
* ડૉક્ટર વરૂણ વસાવા છેલ્લા અગીયાર વર્ષથી સરકારી આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવે છે.
*તેમની ફરજ નિષ્ઠા પૂર્વક પૂર્ણ કરી ..
છેલ્લા નવ-૯ વર્ષથી તેઓ અવિરત,સતત તેમનાં પૈતૃક ગામ “ખોચરપાડા”ની પ્રાથમિક શાળાનાં મકાનમાં,
દરેક મહિનાનાં પહેલા રવિવારે “દાંત સંબધિત તકલીફોની સારવાર, ઓપરેશનનો નિ:શુલ્ક-ફ્રી-મફત કેમ્પ” યોજે છે.
જેમાં ગુજરાત સહીત મહારાષ્ટ્રનાં હજ્જારો દર્દીઓ આવે છે અને..
દાંત સંબધિત તકલીફોની સારવાર, ઓપરેશન વિનાં મૂલ્યે કરાવીને દર્દથી મુક્તિ મેળવે છે.

***** આધારભૂત માહિતી પ્રમાણે આવાં કેમ્પસમાં છેલ્લા “નવ વર્ષમાં, સાત હજાર દર્દીઓની દાંત સંબધિત સર્જરી અને વીસ હજાર ઉપરાંત દર્દીઓને જરુરી સારવાર, દવા વિનાં મૂલ્યે” અપાઇ છે.
આ ઉપરાંત ડૉક્ટર વરૂણ વસાવા દ્વારાં ઉપરોક્ત ઠેકાણે જ,
દર ચાર મહિને અન્ય તકલીફો સંબધિત કેમ્પ યોજાય છે જે કેમ્પસમાં આવનાર તમામ દર્દીઓની વિનાં મૂલ્યે ..
નિદાન, દવાઓ અને સલાહ-સૂચન કરવાં ઉપરાંત,
દૂર દૂરથી આવતાં દર્દીઓને વિનાં મૂલ્યે “પૌષ્ટિક આહાર-ફુડ પેકેટ” આપવામાં આવે છે.

??? હવે પ્રશ્ન એ થાય કે,
સરકારી વિભાગમાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતાં આ ડૉકટર વરૂણ વસાવા “વિનાં મૂલ્યે યોજાતા કેમ્પસનો ખર્ચ કેવી રીતે કાઢે છે..???”
જવાબ છે કે,
ડૉક્ટર વરૂણ આર વસાવાનાં “બાલાચડી સૈનિક સ્કુલ, જામનગર”નાં તેમનાં સહપાઠી મિત્રો + ડેન્ટીસ્ટ કોલેજનાં મિત્રો + કોઇક સેવાભાવી વ્યક્તિઓની સેવા સહાય”થી આ “સેવા યજ્ઞ” અવિરત ચાલી રહ્યો છે.
પણ, દિવસોદિવસ દર્દીઓની વધતી જતી સંખ્યામાં, ખર્ચ વધી રહ્યો છે અને,,, દાતાઓની સંખ્યા સિમિત છે.
આમ છતાં..

++++++ સુરત, વડોદરા, બારડોલી, વલસાડ વિગેરે શહેરમાં પોતાનાં અંગત દવાખાના, હોસ્પિટલ ચલાવતાં ડોકટર્સ પણ સેવા આપવાં જાય છે.
****** આમાં સૌથી મહત્વની અને નોંધનીય વાત એ છે કે,
મોટાં ભાગનાં સરકારી કર્મચારીઓ, અધિકારીઓ તેમની રજાનાં દિવસે સરકારી કાર્ય પણ જવલ્લે જ કરે છે તેવાં કપરાં સમયમાં,
ડૉક્ટર વરૂણ આર વસાવા “રજાનાં દિવસે પણ તેમનાં સામાજિક કે અંગત કામોને બાજું પર મુકી,”
આજે પણ, રાજસ્થાન બોર્ડર સ્થિત,અરવલ્લી જિલ્લાનાં, ચોરીમાલાનાં આરોગ્ય કેન્દ્રમાં તેમની ફરજ નિષ્ઠા પૂર્વક નિભાવી,
રજાનાં દિવસે આરામ કરવાનાં બદલે, તેમનાં પોતાનાં ખર્ચે,
દર મહિનાનાં પહેલાં રવિવારે 450 કી.મીટરનુ અંતર કાપી “વિનાં મૂલ્યે યોજાતા કેમ્પસમાં અવશ્ય હાજરી આપે છે.
છેલ્લા નવ વર્ષથી “જન સેવા એજ પ્રભુ સેવા”નાં મંત્રને ધ્યાનમાં રાખી “નિ:સ્વાર્થભાવે સેવા” કરી રહ્યાં છે.
આ સેવા કાર્યમાં ડૉક્ટર વરૂણ આર વસાવાનાં ધર્મ પત્ની ડૉક્ટર શીતલ.વી.વસાવા પણ “સેવા યજ્ઞ”માં સહભાગી થઇ રહ્યાં છે.

*****અત્રે ઉલ્લેખનીય છે કે,
“પ્રસિદ્ધિથી દૂર રહી “જન સેવા એજ પ્રભુ સેવા” કરતાં આ ડૉકટર વરૂણ વસાવાની માહિતી મળવાનું શ્રેય મારાં મિત્ર એડવોકેટ ચંદ્રકાંત ચણાવાલાની સુપુત્રી, ડેન્ટીસ્ટ ડૉ.પ્રાક્ષી.સી. ચણાવાલા છે.
તેણી આ કેમ્પસમાં “સેવા” આપવાં ગઇ અને આ માહિતી ઉપલબ્ધ થઇ.
“પ્રસિદ્ધિથી દૂર રહી સેવા કરનાર વ્યક્તિની માહિતી આ પ્રકારે મળવી એ “યોગાનુયોગ” છે.

+++++++ તમે કોઈપણ ધર્મ + જ્ઞાતિ જાતિ કે સંપ્રદાયને માનતાં હોય, સાથે જ..
“જન સેવા એજ પ્રભુ સેવા”ને પણ માનતાં હોય તો..
તમારી ઇચ્છા + ભાવના + શક્તિ, સામર્થ્ય મુજબની..
સેવા + સહાયતા માટે..
ડૉક્ટર વરૂણ આર વસાવા
મો.ફોન.નંબર
8866002908
9687736944
9316591697
નોંધ: આ ઘટના ડૉક્ટર વરૂણ આર વસાવાનાં કહેવાથી જાહેર કરેલ નથી પણ…
‘આંગળી ચિંધ્યાનાં પુણ્ય” આશયથી પ્રસિદ્ધ કરી છે.

+++++ વિનોદ કરાડે “તર્કવિતર્ક” સમાચાર પત્ર
મો: 9879 600 500
98981 71888
તારીખ:5 નવેમ્બર 2019

0 Comments

Leave a reply

Your email address will not be published. Required fields are marked *

*

©2019 My Patidar a Proparty of Aadya Enterprise

Privacy Policy  Terms of Service  About Us  Contact us

CONTACT US

We're not around right now. But you can send us an email and we'll get back to you, asap.

Sending

Log in with your credentials

or    

Forgot your details?

Create Account