ના હોય, બ્રશ કરવાથી વધે છે મેમરી પાવર

Share
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

સવારે ઊઠીને લગભગ બધા જ લોકો બ્રશ કરે છે. પરંતુ જે લોકો આને ગંભીરતાથી નથી લેતા અથવા તો પછી ઘણી વાર બ્રશ કરવાનું ચૂકી જાય છે તેમણે પોતાની આદતને બદલવાની જરૂર છે.

એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ગંદા મોંથી સ્વસ્થ જીવનની ગુણવત્તા પણ ઘટી જાય છે. એટલું જ નહિ તેના લીધે હતાશા અને હાઈ બી.પી.ની તકલીફ પણ થઇ શકે છે. પરંતુ નવાઈ પમાડે તેવી વાત તો એ છે કે વ્યવસ્થિત સાફ સફાઈ ના કરવાથી તમારી બૌદ્ધિક ક્ષમતામાં પણ ઘટાડો આવે છે.

આ વિશે માહિતી મેળવવા માટે 60 અને તેનાથી વધુ ઊંમરના 2,700 થી વધારે ચાઈનીઝ અમેરિકન લોકોના ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા. આમાંથી આશરે ૫૦ ટકા લોકોમાં દાંતની વિવિધ તકલીફો જોવા મળી. પાંચ ટકા લોકોમાં સુકાયેલા મોંની તકલીફ જોવા મળી. 

જે લોકોમાં દાંતની કોઈ બીમારીના લક્ષણ જોવા મળ્યાં તેમના બૌદ્ધિક સ્તરમાં પણ ઘટાડો, લાંબા સમય સુધી ઘટનાને યાદ રાખવાની ક્ષમતામાં ઘટાડો જોવા મળ્યો. આ બધા જ લક્ષણ ડિમેન્શિયા બીમારીની શરૂઆતના લક્ષણો છે. આ બહુ જ ગંભીર બીમારી છે જેમાં વ્યક્તિની ઘટનાઓને યાદ રાખવાની ક્ષમતામાં ઉંમરની સાથે ઘટાડો આવે છે.

અભ્યાસમાં એ પણ જાણવા મળ્યું છે કે માનસિક તાણથી પણ આ સમસ્યા વધી ગઈ છે.  આ કિસ્સામાં જાતીય અલ્પસંખ્યકોમાં અસ્વચ્છ મોંની અસર હજુ વધારે હતી કારણ કે તે લોકોમાં ડેન્ટલકેરની સમજણ ઓછી હોય છે. 

રિસર્ચના પરિણામોથી એ વાત જાણવા મળી કે 47.5 ટકા ભાગ લેનારાઓમા આ તકલીફોના લક્ષણ જોવા મળ્યા. જે લોકોમાં આ લક્ષણો જોવા મળ્યા તેમની બૌદ્ધિક ક્ષમતા અને સ્મરણશક્તિમાં ઘટાડાનો પણ અનુભવ કર્યો. 

ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, ચેનલ સબસ્ક્રાઈબ કરવા કરો ક્લિક

14.9 ટકા લોકોમાં પેઢાંની બિમારીઓના લક્ષણ જોવા મળ્યા. ચોંકાવનારી વાત તો એ જાણવા મળી કે જે લોકોએ માનસિક તાણનો વધારે અનુભવ કર્યો હતો  તેમને સુકાયેલા મોંની તકલીફ વધારે જોવા મળી.


Share
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •