ભાજપના મુખ્ય મંત્રીએ જ્યારે ડ્રગ માફિયાને છોડી દેવા મહિલા પોલીસ અધિકારીને ફોન કર્યો

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

થૌનાઓઝમ બૃંદાએ રાજ્યના મુખ્યમંત્રી પર દબાણ કરવાનો આરોપ લગાવ્યો છે

મણિપૂરમાં એક મહિલા પોલીસ અધિકારીએ મુખ્ય મંત્રી એન. બિરેનસિંહ અને શાસક ભાજપના એક ટોચના નેતા પર ધરપકડ કરાયેલા ડ્રગ માફિયાને છોડી મૂકવા ‘દબાણ કરવાનો’ આરોપ લગાવ્યો છે.

આ આરોપ એટલ ગંભીર છે કે મણિપુર પોલીસસેવાના અધિકારી થૌનાઓઝમ વૃંદાએ આ બધી વાતો મણિપુર હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલા સોગંદનામામાં કહી છે.

રાજ્યના ‘નાર્કોટિક્સ ઍન્ડ અફેયર્સ ઑફ બૉર્ડર બ્યૂરો’માં તહેનાતી દરમિયાન વૃંદાએ 19 જૂન 2018ના દિવસે લુહખોસેઈ જોઉ નામક એક હાઈપ્રોફાઇલ ડ્રગ માફિયાની ધરપકડ કરી હતી અને તેમની પાસેથી ભારે માત્રામાં ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે ડ્રગ્સ માફિયા જોઉ સહિત કુલ સાત લોકોને લગભગ 28 કરોડ રૂપિયાથી વધારેના ગેરકાયદે નશીલા પદાર્થો અને રોકડ સાથે પકડ્યા હતા.

41 વર્ષનાં પોલીસ અધિકારી વૃંદાએ પોતાના સોગંદનામામાં કહ્યું છે કે, જે સમયે તેઓ પોતાની ટીમ સાથે ડ્રગ માફિયાની વિરુદ્ધ કાર્યવાહી કરી રહ્યાં હતાં તે દરમિયાન ભાજપના એક નેતાએ તેમને વૉટ્સઍપ કૉલ કરીને મુખ્ય મંત્રી બિરેન સિંહ સાથે વાત કરાવી હતી.

આ બાબતને લઈને મણિપુરના રાજકારણમાં હોબાળો મચી ગયો છે. કેમ કે મુખ્ય આરોપી અને વિસ્તારમાં ડ્રગ્સના કથિત માફિયા જોઉ ચંદેલ આ જિલ્લામાં ભાજપ નેતા છે. જે સમયે તેમની ધરપકડ કરવામાં આવી હતી તે દરમિયાન તેઓ ‘ચંદેલ જિલ્લા સ્વાયત્તશાસી પરિષદ’ના અધ્યક્ષ હતા.

હવે આ કેસ ફરી ચર્ચામાં આવ્યો છે. 21 મેએ અદાલતે આરોપી જોઉને વચગાળાના જામીન આપ્યા ત્યારે પોલીસ અધિકારી વૃંદાએ નાર્કોટિક્સ ડ્રગ્સ ઍન્ડ સાઇકોટ્રૉપિક સબસ્ટેન્સ (એનડીપીએસ) અધિનિયમ ટાંકી કોર્ટના નિર્ણયની કથિત રીતે ફેસબુક પોસ્ટમાં ટીકા કરી હતી.

ન્યાયાલયની ટીકા કર્યા પછી તેમનાં પર અવમાનનાનો ખટલો ચલાવવામાં આવી રહ્યો છે. આ ખટલાની વિરુદ્ધ વૃંદાએ મણિપુર હાઈકોર્ટમાં એક કાઉન્ટર ઍફિડેવિટ દાખલ કરીને ગંભીર આક્ષેપો કર્યા છે.

બીબીસીને 18 પાનાંનું સોગંદનામું મળ્યું છે. જેમાં મહિલા પોલીસ અધિકારીએ કહ્યું છે કે પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ મોઇરંગથમ અશનીકુમારે વૉટ્સઍપ કૉલ કર્યો હતો.

તેમણે કોર્ટમાં રજૂ કરાયેલા સોગંદનામામાં કહ્યું, “ફોન પર વાતચીત દરમિયાન મેં મુખ્ય મંત્રીને ડ્રગ્સની તપાસ સાથે જોડાયેલા દરોડા વિશે માહિતી આપી હતી અને તેમને જણાવ્યું કે સ્વાયત્તશાસી જિલ્લા પરિષદના સભ્યના ઘરે છુપાવવામાં આવેલા ડ્રગ્સની શોધમાં જઈ રહ્યાં છીએ. ત્યારે મુખ્યમંત્રીએ વખાણ કરતા કહ્યું હતું કે જો સ્વાયત્તશાસી જિલ્લા પરિષદના સભ્યના ઘરે ડ્રગ્સ મળે તો તેમની ધરપકડ કરી લેવામાં આવે. “

વૃંદાએ પોતાના સોગંદનામામાં કહ્યું, “આ કાર્યવાહીના બીજા દિવસે એટલે 20 જૂને ભાજપના નેતા અશનીકુમાર સવારે સાત વાગ્યે અમારા ઘરે પહોંચ્યા. આ બાબતે વાત કરતા તેમણે કહ્યું કે પરિષદના જે સભ્યની ધરપકડ કરવામાં આવી છે એ મુખ્ય મંત્રીનાં પત્નીનાં ‘રાઇટ હૅન્ડ’ છે. આ ધરપકડને લઈને મુખ્ય મંત્રીનાં પત્ની બહુ નારાજ છે.”

“ત્યાર પછી ભાજપના નેતાએ કહ્યું મુખ્ય મંત્રીનો આદેશ છે કે જેમની ધરપકડ કરવામાં આવી છે તેમને મુક્ત કરીને તેમનાં પત્ની અથવા પુત્રની ધરપકડ કરવામાં આવે. મેં કહ્યું કે આ શક્ય નથી કારણકે અમને ડ્રગ્સ તેમના પુત્ર પાસેથી નહીં પરંતુ તેમની પાસેથી મળ્યું હતું.”

“એટલે અમે તેમને નહીં છોડી શકીએ, ત્યાર પછી અશનીકુમાર બીજી વખત મને મળવા આવ્યા અને કહ્યું કે મુખ્ય મંત્રી અને તેમનાં પત્ની આ બાબતે બહુ ગુસ્સે છે. મુખ્ય મંત્રીનો આદેશ છે કે જેમની ધરપકડ કરી છે તેમને છોડી દેવામાં આવે. મેં સ્પષ્ટ કહી દીધું કે તપાસ થવા દો, આ બાબતે કોર્ટ નિર્ણય આપશે.”

મહિલા પોલીસ અધિકારીએ પોતાના સોગંદનામામાં કહ્યું છે કે 150 પોલીસ જવાનો સાથે લઈને ડ્રગ માફિયાની વિરુદ્ધ આ ઑપરેશન ચલાવવામાં આવ્યું હતું.

તેમણે કહ્યું હતું, ” અમને તેમની વિરુદ્ધ પુરાવા મળ્યા હતા. દરોડા દરમિયાન લુહખોસેઈ જોઉની પાસે 4.595 કિલો હૅરોઇન પાવડર, 2,80,200 ‘વર્લ્ડ ઇઝ યોર્સ’ નામની નશીલી ટૅબલેટ અને 57 લાખ 18 હજારની રોકડ મળી હતી. એ સિવાય 95 હજારની જૂની નોટો સહિત કેટલીક વાંધાજનક સામગ્રી પણ મળી હતી. દરોડા દરમિયાન આરોપીના ઘરથી જ્યારે ડ્રગ્સ મળ્યા ત્યારે તે અમારી સાથે સમજૂતી કરવાની વિનંતી કરતો રહ્યો અને પછી તેણે ડીજીપી અને મુખ્ય મંત્રીને ફોન કરવા દેવાની પરવાનગી માગી.”

હાઈકોર્ટમાં દાખલ સોગંદનામામાં પ્રદેશના ડીજીપી પર પણ આ બાબતે દબાણ કરવાનો આરોપ છે.

પોલીસ અધિકારીએ લખ્યું છે, “14 ડિસેમ્બરે નાર્કોટિક્સ ઍન્ડ અફૅયર્સ ઑફ બૉર્ડર બ્યૂરોના પોલીસ અધિક્ષકે ફોન કરીને કહ્યું કે પોલીસ મહાનિદેશકે સવારે 11 વાગ્યે એક બેઠક બોલાવી છે. હું જ્યારે બેઠક માટે પોલીસ મુખ્યાલય પહોંચી ત્યારે ડીજીપીએ મારી પાસેથી આ બાબત સાથે જોડાયેલો આરોપપત્ર માગ્યો જે અમે અદાલતમાં દાખલ કરી ચૂક્યા હતા. જ્યારે મેં તેમને આ વાત કહી ત્યારે ડીજીપીએ મને કહ્યું કે મુખ્ય મંત્રી ઇચ્છે છે કે આરોપપત્ર અદાલતમાંથી પાછો ખેંચવામાં આવે.”

“જ્યારે મેં પોલીસ પ્રમુખને કહ્યું કે હવે કોર્ટમાંથી આરોપપત્ર પાછો લઈ શકાય નહીં તો તેમણે આ બાબતના તપાસ અધિકારીને કોર્ટ મોકલીને આરોપપત્ર હઠાવવાનો આદેશ આપ્યો પરંતુ કોર્ટે તેમને આરોપપત્ર આપવાનો ઇન્કાર કર્યો હતો. પોલીસ પર દબાણ અને આરોપપત્ર પાછો લેવાની વાત જ્યારે મીડિયામાં આવી ત્યારે ડીજીપીએ એસપીને વિભાગ તરફથી સ્પષ્ટતા કરતાં કહ્યું કે પોલીસ પર આ બાબતે કોઈ દબાણ નથી. “

“મેં પોતાના તરફથી કોઈ પણ સ્પષ્ટીકરણ આપવાનો ઇન્કાર કર્યો હતો પરંતુ વિભાગ તરફથી એક પ્રેસનોટ બહાર પાડવામાં આવી કે પોલીસ પર આ કેસમાં કોઈ દબાણ નથી. “

વૃંદા પ્રમાણે, “એ જ દિવસે સવારે મુખ્ય મંત્રીએ મને અને મારા વિભાગના અમુક પોલીસ અધિકારીઓને પોતાના બંગલા પર બોલાવ્યા. તે દરમિયાન મુખ્ય મંત્રી મને એ કહીને વઢ્યા કે શું આ માટે એમણે મને વીરતાપદક આપ્યું હતું?”

“તેમણે મને અને એસપીપીને વિશેષરૂપે નિર્દેશ આપતા કહ્યું કે અધિકૃત ગોપનીયતા અધિનિયમ નામની કોઈ વસ્તુ હોય છે. મને આજ સુધી સમજાતું નથી કે અમારે પોતાના વિધિપૂર્વક કર્તવ્યના પાલન માટે કેમ વઢ ખાવી પડી?”

કૉંગ્રેસે આ બાબતે નૈતિકતાના આધાર પર મુખ્ય મંત્રી બિરેન સિંહના રાજીનામાની માગ કરી છે.

મણિપુર પ્રદેશ યુવા કૉંગ્રેસના કાર્યકર્તાઓએ આ બાબતને લઈને શુક્રવારે રાજધાની ઇમ્ફાલમાં વિરોધપ્રદર્શન કર્યાં હતાં.

કૉંગ્રેસના જિલ્લા સ્વાયત્તશાસી પરિષદના પૂર્વ ચૅરમૅન લુહખોસેઈ જોઉથી જોડાયેલા ડ્રગ અને રોકડ પકડાવાના આ કેસની સીબીઆઈ તપાસની માગ કરી રહી છે.

જોકે બિરેન સિંહે મીડિયામાં પ્રતિક્રિયામાં આપતા કહ્યું, “આ બાબત માત્ર ન્યાયાલયમાં વિચારાધીન છે એટલે આ બાબતે ટિપ્પણી કરવી કાયદાકીય રૂપથી ઉચિત નથી. બધાને ખબર છે કે કોઈ પણ વ્યક્તિ કોઈ કાયદાકીય કાર્યવાહી અથવા અદાલતની બાબતમાં હસ્તક્ષેપ ન કરી શકે. આ બાબતે કાયદો પોતાનું કામ કરી રહ્યો છે.”

“ડ્રગ્સની વિરુદ્ધ અમારી સરકાર કડકાઈથી લડી રહી છે અને આ અભિયાન સતત ચાલુ રહેશે. આ રીતે ગેરકાયદેસર કામમાં સામેલ કોઈ પણ વ્યક્તિને છોડવામાં નહીં આવે. ભલે તે કોઈ મિત્ર હોય કે પછી સંબંધી.”

મુખ્ય મંત્રીના આશ્વાસન છતાં પણ આ મામલે ઉચ્ચસ્તરીય તપાસની માગ ઉઠી રહી છે. કેટલાય સંગઠનોએ રાજ્યપાલ મારફતે દેશના વડા પ્રધાન અને રાષ્ટ્રપતિ સમક્ષ લાવવાનો પ્રયાસ કર્યો છે.

‘વૃંદાએ સારું કામ કર્યું છે’

કૉંગ્રેસનું વિરોધપ્રદર્શન

મણિપુરના વરિષ્ઠ પત્રકાર પ્રદીપ ફનઝૌબમ ડ્રગ્ઝના આ મામલાને મણિપુર માટે બહુ ગંભીર માને છે.

તેઓ કહે છે, “મણિપુરમાં ડ્રગ્સનો ધંધા વ્યાપક સ્તર પર ફેલાઈ રહ્યો છે. આવા સમયમાં મહિલા પોલીસ અધિકારીએ જે ગંભીર આરોપ લગાવ્યા છે, તેમને હળવાશથી ન લેવામાં આવે કારણ કે એક પોલીસ અધિકારીએ ડ્રગ્સ માફિયા અને તેનાથી જોડાયેલી તમામ સાઠગાંઠના આરોપ અદાલત સામે લેખિતમાં મૂક્યા છે. પોલીસ દબાણની વાત સાચી હોઈ શકે છે પરંતુ હવે આ મામલામાં એક ઉચ્ચ સ્તરીય તપાસની જરૂર છે.”

પ્રદીપ ફનઝૌબમ પ્રમાણે આ મહિલા પોલીસ અધિકારીએ મણિપુરમાં ડ્રગ્સના ધંધા વિરુદ્ધ ઘણું કામ કર્યું છે. આ પહેલા વૃંદાએ ડ્રગ્સની વિરુદ્ધ અભિયાન ચલાવીને કેટલાક લોકોની ધરપકડ કરી હતી.

હાલ મણિપુર સરકારે તેમની નાર્કોટિક્સ ઍન્ડ અફૅયર્સ ઑફ બૉર્ડર બ્યૂરો વિભાગમાંથી બદલી કરી નાખી છે પરંતુ તેમણે અત્યાર સુધી અન્ય વિભાગમાં ચાર્જ નથી આપવામાં આવ્યો હતો.

source


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *