કોરોના વાયરસના અંતને લઇને DyCM નીતિન પટેલનું સૌથી મોટું નિવેદન

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

 • આજે ગુજરાત સરકારની કેબિનેટની બેઠક યોજાઈ
 • નીતિન પટેલે કોરોના અને નિસર્ગ વાવાઝોડાને લઇને આપ્યું નિવેદન
 • કોરોનાનો અંત નજીકના ભવિષ્યમાં દેખાતો નથીઃ DyCM

રાજ્યમાં કોરોનાના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે ત્યારે કોરોનાના સંક્રમણને લઇને DyCM નીતિન પટેલે નિવેદન આપ્યું હતું. આ અંગે DyCMએ કહ્યું કે, કોરોના હજુ ગયો નથી અને નજીકના ભવિષ્યમાં જશે પણ નહીં, તેનો અંત નજીકના ભવિષ્યમાં દેખાતો નથી. તેથી બધી ગાઇડલાઇનનું પાલન ફરજિયાત કરવું.

નીતિન પટેલે વધુમાં કહ્યું કે, કોરોના મામલે સલાહ લેવા માટે સરકારે ડૉક્ટરોની કમિટી બનાવી છે. ટેસ્ટીંગ અને સારવાર બાબતે સરકાર સલાહ લેશે. કમિટીની સલાહ મુજબ આરોગ્ય વિભાગ નીતિ ઘડશે.

DyCM નીતિન પટેલે નિસર્ગ વાવાઝોડાને લઇને પણ નિવેદન આપ્યું હતું. ‘નિસર્ગ’ વાવાઝોડુ ઝડપથી આગળ વધી રહ્યું છે. સુરત, ડાંગ, ભરૂચ, નવસારીમાં અસર થવાની છે. વહીવટીતંત્ર હાઈઅલર્ટ પર છે અને NDRFની ટીમો પણ તૈનાત કરાઈ છે.

Source:


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *