અલર્ટ / LIVE Coronavirus in Gujarat : અમદાવાદને જાહેર કરાયુ હોટસ્પોટ, ગુજરાતમાં 82 પોઝિટિવ કેસ

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  


અમદાવાદમાં એક સાથે એક જ દિવસમાં કોરોનાવાયરસના 8 કેસ પોઝિટિવ આવ્યા છે. કોરોનાના કારણે અમદાવાદને કેન્દ્ર સરકારે હોટસ્પોટ જાહેર કર્યું. ગુજરાતમાંથી100 લોકો તબલીગી જમાત કાર્યક્રમમાં ગયા હતા. જેમાંથી ભાવનગરમાં એક વૃદ્ધ કોરનાથી મૃત્યુ પામ્યો છે ત્યારે ત્યાંથી આવનાર 100 લોકો શંકાના ઘેરામાં આવ્યા છે.

 • કોરોનાના ગુજરાતમાં કુલ 82 કેસ
 • રાજ્યમાં મૃત્યુઆંક 6 પહોંચ્યો
 • 6 કોરોના પોઝિટિવ દર્દી સ્વસ્થ થતાં અપાઇ રજા

(1 એપ્રિલ 2020, 11.00 સુધીની અપડેટ)

ગુજરાતના આરોગ્ય સચિવ જયંતિ રવિએ પત્રકાર પરિષદમાં ગુજરાતની સ્થિતિ જણાવી હતી.

ગુજરાતમાં કોરોના સંક્રમણના 8 નવા કેસ નોંધાયા
ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 82 પર પહોંચ્યો

ક્યાં કેટલા કેસ

 • અમદાવાદમાં 31, ગાંધીનગરમાં 11 કેસ નોંધાયા
 • સુરતમાં 10, વડોદરામાં 9 કેસ નોંધાયા
 • રાજકોટ 10, ગીર સોમનાથમાં 2 કેસ નોંધાયા
 • પોરબંદરમાં 1, મહેસાણામાં 1, કચ્છમાં 1 કેસ નોંધાયા

કોરોનાના કારણે અમદાવાદને કેન્દ્ર સરકારે હોટસ્પોટ જાહેર કર્યું.

ગુજરાત સરકારે ચાર શહેરને હોટસ્પોટ જાહેર કર્યા

સુરત, રાજકોટ, વડોદરા અને ભાવનગરને રાજ્ય સરકારે હોટસ્પોટ જાહેર કર્યા

(1 એપ્રિલ 2020, 10.20 સુધીની અપડેટ)

AMCની સર્વેલન્સ ટીમ દ્વારા શહેરમા તપાસ કરી કોરોનાના દર્દીઓને શોધ્યા છે. રાજ્યમા કોરોના પોઝિટિવ નો આંકડો 78 પર પહોંચ્યો છે.

શું છે અપડેટ?

 • અમદાવાદમા કોરોના ના વધુ 4 કેસ પોઝીટીવ
 • શહેરમા કોરોના પોઝીટીવ કેસ નો આંકડો 28 પર પહોંચ્યો
 • AMCની સર્વેલન્સ ટીમ દ્વારા શહેરમા તપાસ કરી કોરોનાના દર્દીઓ ને શોધ્યા
 • રાજ્યમા કોરોના પોઝીટીવ નો આંકડો 78 પર પહોંચ્યો
 • અત્યાર સુધીમાં 6 લોકો કોરોના સામેનો જંગ જીતી ચુક્યા છે
 • 6 લોકોના મોત થઈ ચુક્યા છે.

(1 એપ્રિલ 2020, 8.20 સુધીની અપડેટ)

કોરોનાના કહેરને લઇને સમગ્ર દેશમાં હાહાકાર મચ્યો છે. ત્યારે ગુજરાત સરકાર પણ તેની સામે લડવા માટે તનતોડ મહેનત કરી રહી છે. ત્યારે આ અંગે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી.

જયંતિ રવિએ જણાવ્યું કે, કોરોના વાયરસના ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 74 પોઝિટિવ કેસ નોંધાયા છે. સુરતના 28 વર્ષિય યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો, લોકલ ટ્રાન્સમિશનનો કેસ છે.

જયંતિ રવિએ જણાવ્યું કે, અત્યાર સુધીમાં કુલ 1520 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 1436 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જ્યારે 74 કેસ પોઝિટિવ આવ્યા છે. જોકે 10 કેસ હજુ પેન્ટિંગ છે. રાજ્યમાં કોરોનાના કારણે કુલ 6 લોકોના મોત થયા છે. જ્યારે 60 લોકોની તબિયત હાલ સ્થિર છે. જ્યારે 7 લોકો સાજા થયા છે.

કયા કેટલા કેસ નોંધાયા?

અમદાવાદ- 23 કેસ
ગાંધીનગર- 10 કેસ
રાજકોટ- 10 કેસ
વડોદરા- 9 કેસ
સુરત- 10 કેસ
અન્ય જિલ્લામાં 22 કેસ

રાજકોટનો દર્દી સાજો થયો

કોરોના મહામારી વચ્ચે વધુ એક દર્દી સાજો થયો છે. રાજકોટના કોરોના સંક્રમિત જંગલેશ્વર વિસ્તારના દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. રાજકોટમાં કોરોના સંક્રમિતના પ્રથમ દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

વડોદરનો દર્દી સાજો થયો

વડોદરામાં 49 વર્ષના કોરોના વાયરસના દર્દીને આજે રજા આપી દેવાઇ છે. દર્દી ઘરે પહોંચતા લોકોએ તાળીઓ વગાડી સ્વાગત કર્યું હતું. સ્પેનથી આવેલા દર્દીએ કહ્યું કે જો હું ભારતમાં ન હોત તો હુ સાજો ન થયો હોત. મહત્વનું છે કે, સ્પેનથી આવેલો દર્દી સાજો થયો છે.

ગુજરાતમાંથી 100 લોકો તબલીગી જમાત કાર્યક્રમમાં ગયા હતા

દિલ્હીના તબલીગી જમાત કાર્યક્રમમાં કોરોના વાયરસનાં સંક્રમણનો સૌથી મોટો કેસ સામે આવતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ અગાઉ ભાવનગર રેન્જ આઈજી અશોક યાદવે ખુલાસો કર્યો હતો કે સુરતના 76, ભાવનગરના 13, બોટાદના 4, મોરબીના 3, ઘોઘાના 2, મહુવાના 1 અને તળાજાના 1 આમ કુલ 100 વ્યક્તિઓ આ કાર્યક્રમમાં સામેલ થયા હતા. હજુ પણ કોઇ ગયું છે કે કેમ તેની તપાસ ચાલી રહી છે.જેમાંના 1નું કોરોનાથી મોત નિપજ્યું છે. આ અંગે ભાવનગર આઈ.જી અશોક યાદવ અને સુરત મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું. મહત્વનું છે કે, આ મામલે ભાવનગર રેન્જ આઈજીએ તપાસ માટે સીટની રચના કરી છે. આ ટીમમાં DySP, LCB અને SOG સહિતના અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે

દિલ્હી તબલીગી જમાતના કાર્યક્રમમાં ભાવનગરના લોકોએ ભાગ લીધો હતો. 6 લોકો કાર્યક્રમમાં ભાગ લેવા ગયા હતા. કાર્યક્રમમાં ભાગ લેવા ગયેલા 1 વૃદ્વનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો. કોરોના પોઝિટીવ વૃદ્વનું મોત નિપજ્યું છે. 4 લોકોને હોમ ક્વોરોન્ટાઇન કરાયા છે. 1 વ્યક્તિને સરકારી ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યો છે.

શું કહ્યુ DGPએ?

દિલ્હીમાં તબલીગી જમામ મુદ્દે DGPનું નિવેદન આવ્યુ હતુ કે, આ બાબતે અમે જાણીએ છીએ મુખ્યમંત્રીને જાણ કરી છે. તબલીગી જમાતના કાર્યક્રમમાં ભાગ લેનારા કેટલાક લોકો ભાવનગરના હોવાનું સામે આવ્યું છે. આ અંગે અમને બાતમી મળી હતી.

કર્મચારીઓનો પગાર નહીં કપાય: નીતિન પટેલ

ડેપ્યુટી સીએમ નીતિન પટેલે જણાવ્યુ હતુ કે, રાજ્યના તમામ ઘરો સુધી સ્ક્રિનિંગ કરાયું, તાવ, શરદી, ખાંસીના લક્ષણો અંગે તપાસ કરવામાં આવી, આરોગ્ય વિભાગ સતત કામ કરી રહ્યું છે. પ્રાઈવેટ દવાખાના ખુલ્લા રાખી શકાય છે. કોઈ હોસ્પિટલાઈઝ હોય તો તેની સારવાર ચાલુ જ રહેશે. જીવનજરૂરિયાત વસ્તુઓ માટેની દુકાનો માટે ખાસ પાસ ઈશ્યુ કરાયા છે. દરરોજ ચર્ચા કરીને કોરના સામે લડવા માટે નવા નિર્ણયો લઈએ છીએ. મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ અને આશા વર્કર બહેનો સતત કામ કરી રહ્યો છે. સફાઈ કામદારો સતત સ્વચ્છતા માટે કામ કરી રહ્યા છે જેમનો આભાર માનવો ઘટે. આવતીકાલથી સસ્તા અનાજની દુકાનથી રેશનીંગનો જથ્થો અપાશે, વિના મૂલ્યે રેશનીંગનો જથ્થો આપવામાં આવશે. ગુજરાતના એક શહેરમાંથી કેટલાંક લોકો દિલ્હીમાં તબલીગી જમાતમાં ગયા હતા, તપાસ ચાલુ છે.

વગર રાશન કાર્ડે પણ મળશે રાશન

લોકડાઉન દરમિયાન સરકાર રાશનનું વિતરણ કરશે. કાર્ડધારકો અને કાર્ડ વગરના તમામ લોકોને રાશન મળશે. CMOના સચિવ અશ્વિની કુમારે આ અંગે પત્રકાર પરિષદમાં જણાવ્યુ હતુ કે, આવતીકાલથી જીવનજરૂરિયાત રાશનની પાંચ વસ્તુઓનું વિતરણ કરાશે. 1 એપ્રિલથી રાજ્યમાં 17 હજાર દુકાનમાં કરાશે વિતરણ. 66 લાખ કુટુંબને ઘઉં, ચોખા, દાળ, મીઠું, ખાંડનું વિતરણ કરાશે. અન્ય રાજ્યના શ્રમિકોને રહેઠાણ-ભોજન માટે 40 કરોડ રકમ ફાળવાઈ છે

હેલ્પલાઈન નંબર જાહેર કરાયો

1100 હેલ્પલાઇન દ્વારા ટેલી મેડીસીનની સુવિધા ઉભી કરવામાં આવી છે. રાજયમાં કોરોના વાયરસનાં ચેપગ્રસ્ત દર્દીઓ અને તેના કુટુંબીજનો તેમજ તેમના સંપર્કમાં આવેલા એવા વ્યક્તિઓને મદદ મળશે જેમને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.

—————

ગુજરાતમાં કોરોના વાયરસના કેસની સંખ્યા 73 પર પહોંચી નવા નોંધાયેલા તમામ કેસ સ્થાનિક ગુજરાતીઓના છે. આ અંગે ગુજરાતના આરોગ્ય સચિવ જયંતિ રવિએ પત્રકાર પરિષદ કરીને માહિતી આપી હતી.

કયા કેટલા કેસ નોંધાયા?

————-

(31 માર્ચ 2020, 10 વાગ્યા સુધીની અપડેટ)

ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 73 ઉપર પહોંચી છે. અમદાવાદમાં નવા બે કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 25 પર પહોંચી છે. 19026 લોકોને કોરોન્ટાઈન કરાયા છે. જ્યારે 1396 લોકોના કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

——-

(31 માર્ચ 2020, 9 વાગ્યા સુધીની અપડેટ)

રાજકોટમાં એક દર્દી પોઝિટિવ આવતા કુલ કેસની સંખ્યા 71 પર પહોંચી

(31 માર્ચ 2020, 8.20 સુધીની અપડેટ)

ગુજરાતમાં કુલ 70 પોઝિટિવ કેસ નોંધાયા છે. 6 દર્દીના મોત થયા છે. પણ આ બધામાં સારા સમાચાર એ છે કે, કોરોનાના ચાર દર્દી સાજા થઈ ગયા છે અને તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.

જીલ્લાનું નામપોઝિટિવ કેસસાજા થયામૃત્યુઆંક
અમદાવાદ2333
ભાવનગર602
ગાંધીનગર900
ગીર સોમનાથ200
કચ્છ100
Kheda000
મહેસાણા100
પોરબંદર100
રાજકોટ900
સુરત911
વડોદરા900
કુલ7046

(30 માર્ચ 2020 – રાત્રે 8:00 વાગ્યા સુધીની અપડેટ)

આરોગ્ય અગ્ર સચિવ જ્યંતિ રવિએ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે કહ્યું કે, સુરતમાં સાંજે એક પોઝિટિવ કેસ સામે આવ્યો છે. જ્યારે અમદાવાદમાં 3 અને સુરતમાં 1 મળી 4 દર્દી સ્વસ્થ થતા ડિસ્ચાર્ચ થયા છે.

]રાજકોટમાં વધુ એક કોરોનો શંકાસ્પદ કેસ

રાજકોટમાં 28 વર્ષીય યુવકનો શંકાસ્પદ કેસ છે. 20 સેમ્પલના પરિક્ષણ પૈકી 19ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જ્યારે 1 રિપોર્ટ હજુ આવવાનો બાકી છે. હજુ વધુ સેમ્પલ પરીક્ષણ માટે જામનગરમાં મોકલાયા છે.

લોકો બહાર નીકળશે તો કડક કાર્યવાહી કરીશુઃ કલેક્ટર

કોરોનાએ કહેર મચાવતા લૉકડાઉનમાં પણ ઘર બહાર નીકળતા લોકો પર ગીર સોમનાથના કલેક્ટરે કડક પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે, લોકો બહાર નીકળશે તો કડક કાર્યવાહી કરીશુ. ડોર 2 ડોર લોકોને ચેક કરવાની કામગીરી હાથ ધરાઇ. અન્ય રાજ્યોના શ્રમિકોને જિલ્લા બહાર જવા પર પ્રતિબંધ ફરમાવાયો છે.

અમદાવાદમાં કોરોના પોઝીટીવના વધુ એક દર્દી સ્વસ્થ થયા

અમદાવાદમાં કોરોના પોઝિટિવ વધુ એક દર્દી સારવાર બાદ સાજા થયા છે. આ પહેલા પણ અમદાવાદના એક દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા હતા. આજે બીજા એક દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. આ વૃદ્ધની ઉંમર 60 વર્ષની છે તેઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. અમદાવાદમાં કુલ 4 પોઝીટીવ દર્દીઓની રિકવરી થઈ છે.

(30 માર્ચ 2020, 5.20 વાગ્યા સુધીની અપડેટ)

સુરતમાં કોરોનાનો વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો

રાજ્યમાં કોરોનાના કુલ પોઝિટિવ કેસનો આંક 70 પહોચ્યો છે. સુરતના 67 વર્ષીય વૃદ્ધનો કોરોના પોઝીટીવ કેસ સામે આવ્યો છે. વ્યક્તિની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. સુરતમાં કોરોના પોઝિટિવના કુલ 8 કેસ થયા છે. એકનું આ પહેલા જ મોત થઈ ચુક્યુ છે.

ક્યાં કેટલા મોત?

 • ભાવનગરમાં 2ના મોત
 • સુરતમાં 1નું મોત
 • અમદાવાદમાં 3ના મોત
 • આજે નોંધાયેલા કુલ કેસ 6
 • આજે નોંધાયેલુ મોત 1
 • ક્યાં કેટલા કેસ

ક્યાં કેટલા કેસ

 • અમદાવાદ- 23 કેસ
 • ગાંધીનગર- 9 કેસ
 • વડોદરા- 9 કેસ
 • રાજકોટ- 9 કેસ
 • સુરત- 9 કેસ
 • ભાવનગર- 6 કેસ
 • ગીર સોમનાથ- 2 કેસ
 • મહેસાણા- 1 કેસ
 • પોરબંદર- 1 કેસ
 • કચ્છ- 1 કેસ

————–

( 30 માર્ચ 2020, 2 .10 વાગ્યા સુધીની અપડેટ)

અમદાવાદના બે દર્દીઓએ કોરોનાને હરાવ્યો

રાજ્યમાં કોરોનાના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે કોરોનાની દહેશત વચ્ચે અમદાવાદમાં બે દર્દીઓ રિકવર થયા છે. અમદાવાદની SVP હોસ્પિટલમાં 10 દિવસથી સારવાર લઈ રહેલા બે દર્દીઓ સંપૂર્ણ રીતે સાજા થયા છે. 62 અને 62 વર્ષીય બે પુરૂષ રિકવર થઈને ઘરે ગયા છે. 10 દિવસ પહેલા બન્ને દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.જેના કારણે તેમને SVP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 10 દિવસની સારવાર બાદ તેઓ ઠીક થઈને હોસ્પિટલમાં ઘરે ગયા છે.

ગુજરાતમાં પોઝિટિવ કેસ 69 હતા જેમાંથી 6ના મોત થયા છે હાલ 63 લોકોની સારવાર ચાલી રહી છે જેમાંથી 2 લોકો સાજા થઈ ગયા છે.

ક્યાં કેટલા મોત?

 • ભાવનગરમાં 2ના મોત
 • સુરતમાં 1નું મોત
 • અમદાવાદમાં 3ના મોત
 • આજે નોંધાયેલા કુલ કેસ 6
 • આજે નોંધાયેલુ મોત 1

ક્યાં કેટલા કેસ

 • અમદાવાદ- 23 કેસ
 • ગાંધીનગર- 9 કેસ
 • વડોદરા- 9 કેસ
 • રાજકોટ- 9 કેસ
 • સુરત- 8 કેસ
 • ભાવનગર- 6 કેસ
 • ગીર સોમનાથ- 2 કેસ
 • મહેસાણા- 1 કેસ
 • પોરબંદર- 1 કેસ
 • કચ્છ- 1 કેસ

(30 માર્ચ 2020, 10.30 સુધીની અપડેટ )

રાજ્યમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 69 થઈ
અમદાવાદમાં કોરોનાનો વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો
અમદાવાદમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 23 થઈ
કોરોના પોઝિટિવ દર્દીઓ આઈસોલેશન વોર્ડમાં સારવાર હેઠળ

————————-

( 30 માર્ચ 2020, 10 વાગ્યા સુધીની અપડેટ )

રાજ્યમાં કોરોનાના કારણે વધુ એક દર્દીનું મોત., મોતનો આંકડો 6 પર પહોંચ્યો

 • ભાવનગરના દર્દીનું સારવાર દરમિયાન મોત
 • ભાવનગરના ગ્રામ્ય વિસ્તારમાં 45 વર્ષીય મહિલાનું મોત
 • અત્યાર સુધીમાં ભાવનગરમાં કોરોનાથી 2 દર્દીના મોત
 • રાજ્યમાં અત્યાર સુધી કોરોનાના કારણે 6 લોકોના મોત
 • રાજ્યમાં કોરોનાના નોંધાયા છે 68 પોઝિટિવ કેસ

(30 માર્ચ 2020, 10 વાગ્યા સુધીની અપડેટ)

ભાવનગર 24 કલાકમાં કોરોનાના 5 પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ થયુ દોડતુ થયું. ભાવનગર શહેર ના 4 અને જેસર પથક નો 1 મળી કુલ 5 કેસ પોઝિટિવ નીકળતા ગુજરાતમાં કુલ કેસનીં સંખ્યા 68 પર પહોંચી છે.

ગુજરાતમાં ક્યાં કેટલા કેસ

 • અમદાવાદ 22 કેસ
 • ગાંધીનગર 9 કેસ
 • વડોદરા 9 કેસ
 • રાજકોટ 9 કેસ
 • સુરત 7 કેસ
 • ભાવનગર 6 કેસ
 • ગીર સોમનાથ 2 કેસ
 • મહેસાણા 1 કેસ
 • પોરબંદર 1 કેસ
 • કચ્છ 1 કેસ

5 એપ્રિલ સુધી કેસ વધશે

આગામી બે અઠવાડિયા ખૂબ જ મહત્વના બની રહેશે
સમગ્ર રાજ્યમાં 5 કરોડ, 65 લાખ, 83 હજાર, 774 લોકોનો સર્વે કર્યો છે જ્યારે 29મી માર્ચે અમદાવાદમાં 4, સુરત-1 રાજકોટ ગ્રામ્યમાં 1, ગીર સોમનાથ- 1 અને પોરબંદર-1 મળીને કુલ 8 નવા કેસ નોંધાયા છે. અમદાવાદમાં 22, ગાંધીનગર-9, વડોદરા-9, રાજકોટ-9, સુરત-8, કચ્છ-1, મહેસાણા-1, ગીર સોમનાથ-2, પોરબંદર-1, ભાવનગર-1માં પોઝિટિવ કેસ નોંધાયા હતા.

————————–

(29-3-2020, સાંજે 6ઃ00 વાગ્યા સુધી)

ગાંધીનગર બાદ પોરબંદર, ગીર સોમનાથ, રાજકોટ અને સુરતમાં 1-1 કોરોનાનો પોઝિટીવ કેસ

રાજ્યમાં વધુ ચાર કોરોના વાયરસના પોઝિટિવ કેસ નોંધાયા છે. ગાંધીનગરમાં વધુ એક કોરોનાના પોઝીટીવ કેસ નોંધાતા સંખ્યા 10 પર પહોંચી છે. પોરબંદર, ગીર સોમનાથ અને રાજકોટમાં એક-એક પોઝિટિવ કેસ નોંધાયો છે. ત્યારબાદ સુરતમાં 26 વર્ષીય યુવકનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ સામે આવ્યો છે. જ્યારે અન્ય 5ના રિપોર્ટ નેગેટિવ આવ્યા, 3 પેન્ડિંગ છે. રાજ્યમાં કુલ આંકડો 64 પહોંચ્યો છે.

રાજકોટમાં કોરોનાનો વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો

રાજકોટમાં ફ્રાન્સમાંથી આવેલા 36 વર્ષીય યુવકનો કોરોનાનો પોઝિટિવ કેસ નોંધાયો છે. રાજકોટમાં કોરોનાના કુલ 9 પોઝિટિવ કેસ થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 60 કોરોનાના કેસ નોંધાયા છે.

અમદાવાદમાં કોરોનાનો વધુ એક કેસ

અમદાવાદમાં કોરોના વાયરસનો વધુ એક કેસ પોઝિટિવ કેસ સામે આવ્યો છે. ત્યારે હવે અમદાવાદમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 22 થઇ હતા. આ સાથે જ ગુજરાતમાં કોરોના વાયરસના કુલ 59 કેસ થયાં હતા.

રાજ્યના 12 કેદીઓને પેરોલ પર છોડવામાં આવશે

સુપ્રીમ કોર્ટના સૂચનાના આધારે હવે જેલોમાંથી કેદીઓને પેરોલ પર છોડવામાં આવશે. જેલોમાં કોરોનાનું સંક્રમણ ન ફેલાય એ માટે નિર્ણય કરાયો છે. પાકા કામના પેરોલ અને પેરોલ માટેની યાદી તૈયાર કરી છે. અને જિલ્લા અને સબજિલ્લા લેવલે પેરોલ આપવા નિર્ણય કરવામાં આવ્યો છે. કેદીઓને બે મહિના માટે વચગાળાના જામીન આપવામાં આવશે. અને જે કેદીઓને જામીન અપાશે તેનું ચેકઅપ કરાશે. 1200 જેટલા કેદીઓને સરકારના આ નિર્ણયનો લાભ મળશે.

રાજ્યમાં 6 લાખ 45 મેટ્રિક ટન અનાજનો જથ્થો ઉપલબ્ધ

પુરવઠા વિભાગે માહિતી આપતા કહ્યું કે છેલ્લા 3 દિવસમાં 5 હજાર 500 લોકોએ 25 કરોડનું દાન આપ્યું છે. સાથે જ કહ્યું કે ગુજરાતમં હાલ ગુજરાતમાં 6 લાખ 45 મેટ્રિક ટન અનાજનો જથ્થો ઉપલબ્ધ છે. કાર્ડ દીઠ 1 કિલો દાળ આપવામાં આવી રહી છે. ગોડાઉનોમાં ગુજરાત પાસે 6 મહિના સુધીનો અનાજનો જથ્થો છે. અને દેશમાં દોઢ વર્ષ સુધી ચાલે તેટલો અનાજનો જથ્થો છે.

રાજ્યમાં પ્રથમ ઘટના, કોરોના પોઝિટિવ દર્દી સ્વસ્થ થતાં હોસ્પિટલમાંથી રજા અપાઇ

રાજ્યમાં કોરોના વાયરસના 58 લોકો સંક્રમિત છે અને અત્યાર સુધીમાં કુલ 5 લોકોના મોત નિપજ્યા છે આ તમામ બાબત વચ્ચે ગુજરાતમાં એક પ્રથમ ઘટના બની છે જેમાં કોરોના વાઈરસની પોઝિટિવ મહિલા દર્દી સ્વસ્થ થઈ છે અને તેને SVP હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ મહિલા 34 વર્ષની ઉંમર ધરાવે છે અને તેણીને 18 માર્ચે દાખલ કરવામાં આવી હતી.

First #COVID2019india Positive Patient is treated and discharged today from the @svphospital. The patient has recovered fully after 10 days of care and management. After the recovery, the patient has tested Negative Twice in the last 24 hrs. #AmdavadFightsCorona #AmdavadAMC pic.twitter.com/RylPwPBnGE — Amdavad Municipal Corporation (@AmdavadAMC) March 29, 2020

સુરતમાં આજે કોરોનાના 8 નવા શંકાસ્પદ કેસ

સુરતમાં આજે કોરોનાના 8 નવા શંકાસ્પદ દર્દીઓ સારવાર હેઠળ આવતા લોકોમાં થોડી ચિંતા વધી રહી છે. 38 વર્ષીય પુરૂષ અને UAEથી આવેલા 26 વર્ષીય યુવકમાં લક્ષણ દેખાયા હતા.

પુના અને મહારાષ્ટ્રથી આવેલા વ્યક્તિમાં પણ કોરોનાના લક્ષણ જોવા મળ્યા છે. શહેરના હજુ પણ 9 લોકોના રિપોર્ટ આવવાના બાકી છે. શહેરમાં અત્યાર સુધી 77 લોકોના રિપોર્ટ લેવાયા છે. કુલ 77માંથી 62 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

ગુજરાતમાં કોરોનાના કુલ 58 કેસ

ગુજરાતમાં આજે ત્રણ નવા પોઝિટિવ કેસ, કુલ પોઝિટિવ કેસની સંખ્યા 58 થઈ. નોંધનીય છે કે, અમદાવાદમાં કોરોનાના ત્રણ કેસ નોંધાયા તો કુલ પોઝિટિવ કેસની સંખ્યા 21 થઈ. આપને જણાવી દઇએ કે, રાજ્યમાં લગભગ 5 કરોડ લોકો સુધી પહોંચી આરોગ્ય વિભાગે કોરોનાનો સર્વે કર્યો. રાજ્યમાં 24 કલાકમાં કોરોન્ટાઈલનો ભંગ કરનાર 226 લોકો સામે પોલીસ કાર્યવાહી કરાઈ.

A 45-year-old #COVID19 patient died today in Ahmedabad. He was suffering from diabetes. A total of five deaths have been reported from Gujarat (cumulative figures till today): Health & Family Welfare Department, Gujarat Government — ANI (@ANI) March 29, 2020

તંત્રએ જણાવ્યું હતું કે, 104 હેલ્પલાઈનમાં રોજના 20 હજાર જેટલાં કોલ આવે છે. રાજ્યના તમામ જિલ્લામાં બે COVID-19 હોસ્પિટલ શરૂ કરાશે

અત્યાર સુધી ગુજરાત રાજ્યમાં નોંધાયા છે 55 પોઝિટિવ કેસ નોંધાયા છે. આજે સવારે 45 વર્ષીય વ્યકિતનું અમદાવાદમાં મોત નીપજ્યું છે. આ સાથે રાજ્યનો મૃત્યુઆંક 5 પહોંચ્યો છે. ઉલ્લેખનીય છે કે મૃત્યુ પામનાર વ્યક્તિને ડાયાબિટીસ પણ હતો.

ગુજરાતમાં કુલ થયા આટલા કેસ

અમદાવાદ 18 કેસ (3ના મોત)
ગાંધીનગર 9 કેસ
વડોદરા 9 કેસ
રાજકોટ 8 કેસ
સુરત 7 કેસ (1નું મોત)
કચ્છ 1 કેસ
ભાવનગર 1 કેસ (1નું મોત)
ગીર સોમનાથ 1 કેસ
મહેસાણા 1 કેસ

અમદાવાદ શહેરમાં વધુ એક 45 વર્ષના કોરોના પોઝિટિવ વ્યક્તિનું મોત નિપજ્યું, મૃતક ડાયાબિટીસની બીમારીથી પણ પીડાતો હતો #Ahmedabad #Gujarat #CoronaUpdatesInIndia — VTV Gujarati News and Beyond (@VtvGujarati) March 29, 2020

નવસારીની મહિલાનુ ઓપરેશન કરનાર ડૉક્ટરને કોરાના પોઝેટીવ

નવસારીની મહિલાનુ ઓપરેશન કરનાર ડોક્ટરને કોરાના પોઝિટિવ આવ્યો છે. 5 દિવસ પહેલા મુંબઈના ડૉક્ટર પાસે ઓપરેશન કરાવ્યું હતું. ઓપરેશન કરાવ્યા બાદ દંપતી નવસારીમાં આવીને હોમ કોરોન્ટાઈન હતા. અગાઉ ઓપરેશન કરનાર ડૉક્ટરના પિતાને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ ડોક્ટરને પણ કોરોનાં પોઝિટિવ આવ્યો છે. નવસારીના દંપતીએ આરોગ્ય વિભાગ જાણકારી આપી હતી. મહિલાના પરિવારના ત્રણ સભ્યોને સિવિલ આઈસોલેશનમાં દાખલ કરાયા છે. વધુ એક પોઝિટિવ કેસ નોંધાતા રાજ્યમાં કોરોનાના કેસનો આંકડો 55 પર પહોંચી ગયો છે.

ગીર સોમનાથ જિલ્લામાં પ્રથમ પોઝિટિવ કેસ

રાજ્યમાં કોરના વાયરસનો વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો છે. ગીર સોમનાથ જિલ્લામાં પ્રથમ પોઝિટિવ કેસ નોંધાતા તંત્ર ચિંતામાં મુકાયું છે. ગીર સોમનાથ જિલ્લામાં મક્કાથી પરત ફરેલા વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

source

Source link


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *