હળવા મૂડમાં નીતિનભાઈ બોલ્યાં, જીતુભાઈને કારણે આગળ-પાછળ થવું પડતું, હવે C.R પાટીલ અને હું સરખા

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

સી.આર.પાટીલે ભાજપના પ્રદેશ પ્રમુખનો ચાર્જ સંભાળ્યો છે. ગુજરાત ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે પોતાના પરિવાર અને ટેકેદારોની હાજરીમાં પદભાર સંભાળ્યું છે. પ્રદેશ કાર્યાલય પર સાંસદો, મંત્રીઓ, કાર્યકરો પહોંચ્યા હતા. તો મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી પણ નવા પ્રમુખના પદ ગ્રહણ સમારોહમાં હાજર રહ્યા હતા. સીએમ રૂપાણી, ડેપ્યુ સીએમ નીતિન પટેલ સહિતે સીઆર પાટીલને નવા પ્રમુખ બનવા પર શુભેચ્છા પાઠવી હતી. ત્યારે આ દરમિયાન હળવા મૂડમાં નીતિન પટેલે ટકોર કરી હતી.

 • સી.આર.પાટીલે ભાજપના પ્રદેશ પ્રમુખ પદનો ચાર્જ સંભાળ્યો
 • નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે હળવા મૂડમાં ટકોર કરી હતી
 • મારા અને સી.આર.માં સામ્યતાઃ નાયબ મુખ્યમંત્રી

મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં સી.આર.પાટીલે ભાજપ પ્રદેશ પ્રમુખ પદનો ચાર્જ સંભાળ્યો છે. પૂર્વ પ્રમુખ જીતુ વાઘાણીએ સી.આર.પાટીલને ખેસ પહેરાવ્યો હતો. આ દરમિયાન સર્કિટહાઉસ ખાતે કાર્યકર્તાઓનો જમાવડો જોવા મળ્યો. સાંસદ મોહન કુંડારિયા, મિતેષ પટેલ, બનાસકાંઠા સાંસદ પરબત પટેલ, મંત્રી ઈશ્વર પરમાર, ગણપત વસાવા અને રાજ્યસભાના સાંસદ જુગલ ઠાકોર પણ હાજર રહ્યાં. આ દરમિયાન નાયબ મુખ્યમંત્રી હળવા મૂડમાં જોવા મળ્યા હતા. તેમણે સી.આર.પાટીલ અને જીતુ વાઘાણી સાથે પોતાની ઊંચાઇને લઇને ટકોર કરી હતી.

હું અને સી.આર. બન્ને સરખાઃ નાયબ મુખ્યમંત્રી

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નવા પ્રમુખ સી.આર. પાટીલને શુભેચ્છા આપતા કહ્યું હતું કે, મારા અને સી.આર.માં એક સામ્યતા છે કે અમે બંને વ્હાઇટ કપડાં જ પહેરીએ છીએ, હું જ્યારથી એમને ઓળખું છું ત્યારથી એ પણ સફેદ કપડાંમાં જ જોવા મળ્યા છે. એટલું જ નહીં અમે બંને સફેદ શર્ટ પણ હાફ બાયનું જ પહેરીએ છીએ, અમે બંને ઊંચાઈમાં પણ સરખા છીએ, અમે બંને બધી રીતે સરખા છીએ. જીતુભાઇમાં હાઈટનો થોડો પ્રોબ્લેમ થતો હતો, આગળ પાછળ થવું પડતું હતું, પરંતુ મને આનંદ છે કે, જીતુભાઇ મને આગળ ઉભો કરી દેતા હતા. હું અને સી.આર. બંને બધી રીતે સરખા છીએ.

Source:


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *