એય.. મારૂ નામ પાર્થ છે મારા માસાનું નામ વિજય રૂપાણી છે.. મારુ નામ લેતી નંઈ: તોફાની યુવાન

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

રાજકોટમાં એક યુવકનો વીડિયો વાયરલ થયો છે જેમાં યુવક મહિલાને જેમ તેમ અપશબ્દો બોલી રહ્યો છે એટલું જ નહીં પરંતુ મુખ્યમંત્રી તેના સગા હોવાનુું કહીને ધમકાવી રહ્યો છે ત્યારે આ મામલે CMO સુધી વાત પહોંચતા કાર્યવાહીનો સળવળાટ થયો હોવાની ચર્ચા ચાલી રહી છે.

 • મહિલાને અપશબ્દ કહેતા યુવકનો વીડિયો વાયરલ 
 • મુખ્યમંત્રી પોતાના માસા હોવાનુ યુવક કરી રહ્યો છે રટણ
 • ડી.સી.પી. કક્ષાના પોલીસ અધિકારીઓ સબંધી હોવાનુ કરી વાત 

રાજકોટમાં મહિલાને અપશબ્દો કહેતા યુવકનો વીડિયો વાયરલ થયો છે. મુખ્યમંત્રી પોતાના સંબંધી હોવાનું યુવક કહી રહ્યો છે. ડીસીપી કક્ષાના અધિકારી પણ સંબંધી હોવાની વાત કરી રહ્યો છે. વીડિયોની CM કાર્યાલયે પણ ગંભીર નોંધ લીધી છે.

મહિલાને અપશબ્દ કહેતા યુવકનો વીડિયો વાયરલ થતા CM કાર્યાલય દોડતું થયું છે કારણ કે, આ તોફાની યુવક મુખ્યમંત્રી પોતાના માસા હોવાનું રટણ કરી રહ્યો છે. એટલું જ નહીં પરંતુ ડી.સી.પી. કક્ષાના પોલીસ અધિકારીઓ સબંધી હોવાનું પણ સતત કહી રહ્યો છે. વીડિયોને લઇ CPએ તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. વીડિયોને લઇ CM કાર્યાલય દ્વારા ગંભીર નોંધ લેવાયાની ચર્ચા થઈ રહી છે. 

Source:


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *