Coronavirus: ફિલિપાઈન્સમાં ફસાયેલા 200થી વધુ ગુજરાતીઓ ગુજરાત લવાશે: નીતિન પટેલ

SHARE WITH LOVE
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  

  • ફિલિપાઇન્સમાં ફસાયેલ ગુજરાતીઓ અંગે નીતિન પટેલનુ નિવેદન
  • ફિલિપાઇન્સથી વિધાર્થીઓ પરત આવવા માંગે છે
  • ફિલિપાઈન્સમાં મેડિકલ કોલેજો બંધ કરવામાં આવી છે

શું કહ્યું નીતિન પટેલે?

કોરોના વાયરસને કારણે વિદેશમાં અભ્યાસ કરવા ગયેલા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. મહામારી વચ્ચે ફિલિપાઈન્સમાં ગુજરાતી અને ભારતના અન્ય રાજ્યના વિદ્યાર્થીઓ ફસાયા છે. હાલમાં ફિલિપાઇન્સની રાજધાની મનિલાને લોકડાઉન કરવામાં આવી છે. જેના કારણે ત્યાં રહીને એમબીબીએસના વિદ્યાર્થીઓ ફસાયા છે જેમાં એકલા મનિલામાં ગુજરાતી ૨૫થી ૨૬ જેટલા વિદ્યાર્થીઓ ફસાયેલા છે.  ત્યારે ફિલિપાઇન્સમાં ફસાયેલ ગુજરાતીઓ અંગે નીતિન પટેલે કહ્યું કે ફિલિપાઇન્સથી વિધાર્થીઓ પરત આવવા માંગે છે. ત્યારે અમે સમગ્ર મામલે મુખ્ય સચિવને વિદેશ મંત્રાલય સાથે વાત કરવાનુ કહ્યુ છે. અને વિદેશ મંત્રીએ પણ સ્પેશિયલ પ્લેન મોકલી અને તમામને પરત લાવવાની ખાતરી આપી છે.

120 વિદ્યાર્થીઓ મેડિકલ સ્ટુડેન્ટ

ફિલિપાઈન્સમાં 19મી માર્ચના પાટનગર મનીલા અને તેની આસપાસના 12 કિલોમીટરના એરિયામાં લોકડાઉન જેવી સ્થિતિ અમલમાં મુકાય તેવા સંજોગોમાં ગુજરાતના 120 વિદ્યાર્થી સહિત 200થી પણ વધારે ગુજરાતીઓ મુશ્કેલીમાં મુકાયા છે.

સોશિયલ મીડિયાના માધ્યમથી કરાઈ રહી છે અપીલ

ફિલિપાઈન્સમાં તબીબી અભ્યાસ કરતાં ગુજરાતના એક વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, ફિલિપાઈન્સ સરકારે 72 કલાકની મુદત આપી છે પરંતુ ભારત સરકારે તકેદારી માટે ફિલિપાઈન્સથી આવતી ફ્લાઈટને લેન્ડ ન થવા દેવાનો નિર્ણય કર્યો હોવાથી અહીંથી નીકળવું મુશ્કેલ બન્યું છે, જેના કારણે વિદ્યાર્થીઓ અને ફસાયેલા અન્ય લોકો સોશિયલ મીડિયા અને સગા-સંબંધીઓ મારફતે ભારત અને ગુજરાત સરકાર તેમને 19મી માર્ચ પૂર્વે ભારત પરત આવી શકે તેવી વિનંતી કરી રહ્યા છે.

શું છે ફિલિપાઈન્સમાં કોરોનાની સ્થિતિ?

ફિલિપાઈન્સમાં છેલ્લા એક મહિનાથી કોરોના વાઈરસે ભરડો લીધો છે. અત્યાર સુધીમાં 190 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી 14 દર્દીઓનાં મોત થયા નિપજ્યાં હોવાના અહેવાલ મળી રહ્યાં છે. લોકો વાઈરસથી બચવા ઘરમાં પુરાઈ ગયા છે. બીજી તરફ બજારો પણ સંપૂર્ણપણે બંધ થતાં આવશ્યક ચીજવસ્તુઓની પણ તંગી સર્જાઈ રહી છે.

Source:


SHARE WITH LOVE
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *