સૌરાષ્ટ્રના ધોરાજી, ઉપલેટા, ગોંડલ, જેતપુર, જૂનાગઢને ૪.૧ ના ભૂકંપે ધ્રુજાવ્યા – Sandesh | DailyHunt

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  


સૌરાષ્ટ્રના ધોરાજી, ઉપલેટા, ગોંડલ, જેતપુર, જૂનાગઢને ૪.૧ ના ભૂકંપે ધ્રુજાવ્યા – Sandesh | DailyHunt | My Adivasi

 • ભૂકંપની અસર સામાન્ય હોવાથી કોઈ જાનહાની નહી
 • રાજકોટઃ મંગળવારે સૌરાષ્ટ્રના ધોરાજી, ઉપલેટા, ગોંડલ અને જેતપુર,જૂનાગઢના લોકોને ૪.૧ ના ભૂકંપે ધ્રુજાવ્યા હતા. ઉપલેટાથી ૨૫ કી.મી. દૂર કેન્દ્રબિંદુ હોવાનું સિસ્મોલોજી વિભાગે જાહેર કર્યું હતું. જોકે ભૂકંપની અસર સામાન્ય હોવાથી કોઈ જગ્યાએ જાનહાની થઇ ન હતી.
  ઘણા સમય બાદ સૌરાષ્ટ્રમાં મંગળવારે ભૂકંપનો આંચકો આવ્યો હતો. બપોરે ૩.૫૦ વાગ્યે ૪.૧ ની તીવ્રતાનો ભૂકંપ આવતા ઉપલેટા અને આસપાસના અનેક જીલ્લા અને ગામડામાં ભૂકંપની અસર જોવા મળી હતી. ધોરાજીમાં ભૂકંપ આવતા રસોડાના વાસણ ખખડવા માંડતા લોકો ઘર અને એપાર્ટમેન્ટની બહાર નીકળી ગયા હતા. બપોરના સમયે લોકો જયારે ભરનીંદરમાં હતા.
  ત્યારે ભૂકંપનો આંચકો આવતા અનેક લોકો ભયથી ઘરની બહાર નીકળી ગયા હતા. જોકે પંથકમાં એક પણ જગ્યાએ ભૂકંપની કોઈ ગંભીર અસર થઇ ન હતી. ભૂકંપનો હળવો આંચકો હોવાથી કોઈ જાનહાની ન્હોતી થઇ. જેથી લોકોની સાથે તંત્રે પણ રાહત અનુભવી હતી.
  ડીઝાસ્ટર મેનેજમેન્ટની વેબસાઈટ પર સતાવાર જાહેર થયેલી વિગતો મુજબ ઉપલેટાથી ૨૫ કી.મી. દૂરના કેન્દ્રબિંદુ પર ૪.૧ ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. સૌરાષ્ટ્રમાં થોડા સમય પહેલા રાજકોટ, જામનગર સહીતના શહેરોમાં ભૂકંપનો આંચકો નોંધાયો હતો ત્યારે ઉપલેટા, ધોરાજી પંથકમાંમંગળવારે ભૂકંપના આંચકાથી ધરા ધ્રુજી હતી.
 • જૂનાગઢ, બિલખા વચ્ચે એપી સેન્ટર
  જૂનાગઢમાં મધરાતે અને બપોરે ધરતીકંપના આંચકા અનુભવાયા જૂનાગઢ શહેરમાં ગતરાતે એટલે રાતના ૩.૪૧ મીનીટે ૧.૨ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ધરતીકંપનું એપી સેન્ટર જૂનાગઢ અને બીલખાની વચ્ચે ત્રણ કિલોમીટર નોધવામાં આવ્યું છે. જયારે આજે બપોરે ૩.૪૯ કલાકે પણ ઉપલેટા પાસે ધરતીકંપનો આચકો અનુભવાયો તે જ સમયે જૂનાગઢ શહેરમાં કેટલાક લોકોને અનુભવ થયો હતો.

Source link

Source link


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *