સી. આર. પાટીલની ટીમની રચનાનો તખ્તો તૈયાર, સૌરાષ્ટ્રના નવા મહામંત્રી તરીકે કોના નામ પર લાગશે મહોર! અટકળો તેજ

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  


કોરોના સંકટ વચ્ચે યોજાયેલ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલના પ્રવાસ બાદ હવે ટીમની રચનાનો તખ્તો તૈયાર થઇ ગયો હોવાની સૂત્રો દ્વારા જાણકારી મળી છે. પ્રદેશ ભાજપ દ્વારા 4 ઝોનના નવા મહામંત્રીની નિમણૂંક કરવામાં આવશે ત્યારે સૌરાષ્ટ્રમાંથી કયા નેતાનું નામ સૌથી આગળ છે તેને લઇને અટકળો તેજ બની ગઇ છે.

 • C.R. પાટીલની ટીમની રચનાનો તખ્તો તેયાર 
 • પ્રદેશ ભાજપમા 4 ઝોનના નવા મહામંત્રીની કરાશે નિમણૂંક
 • સૌરાષ્ટ્રમાંથી કોની નિમણૂંકને લઈને અટકળો તેજ 

કોરના કાળમાં પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે સૌરાષ્ટ્રનો પ્રવાસ ખેડ્યો હતો. જો કે તેને લઇને સૌથી વધુ વિવાદ જોવા મળ્યો હતો. કોરોનાના સંકટ વચ્ચે પ્રવાસ બાદ અનેક નેતાઓ કોરોનાની ઝપેટમાં આવતા આ પ્રવાસને લઇને રાજકારણ ગરમાયું હતું. 
 

જો કે હવે આ પ્રવાસ બાદ સૌરાષ્ટ્ર ઝોનમાંથી નવા મહામંત્રીના નામની જાહેરાતને લઇને અટકળો તેજ બની ગઇ છે. પ્રદેશ પ્રમુખ હાલમાં જ ફરી દિલ્હી દરબારની મુલાકાત લઇ આવ્યાં છે ત્યારે કોના નામ પર મહોર લાગી છે તે આવનારો સમય બતાવશે. 

ઉલ્લેખનીય છે કે ભાજપ દ્વારા 4 ઝોનના નવા મહામંત્રીઓ નિમણૂંક કરવામાં આવશે. ત્યારે સૌરાષ્ટ્રમાંથી પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયાને આ મહત્વની જવાબદારી મળે તેવી શક્યતા સૌથી વધારે જોવા મળી રહી છે.
 

પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલના સૌરાષ્ટ્ર પ્રવાસ પછી યાદી તૈયાર કરી દેવામાં આવી હોવાનું સૂત્રો દ્વારા જણાવામાં આવી રહ્યું છે. ત્યારે સૌરાષ્ટ્રમાં મહામંત્ર પદને લઇનો ગોરધન ઝડફિયાના નામની સાથે ધનસુખ ભંડેરી, મહેશ કસવાલાના નામ પણ ચર્ચા હોવાનું જાણવા મળ્યું છે. 

Source:

Source link


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *