સાંસદ મનસુખ વસાવા એ મુ.મંત્રી વિજય રૂપાણી ને સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે મધ્યસ્થા કરી નિરાકરણ માટે પત્ર લખ્યો

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

ભરૂચ સાંસદ મનસુખ વસાવા (Mansukh Vasava) એ મુ.મંત્રી વિજય રૂપાણી (CM Vijay Rupani) ને Statue Of Unity, કેવડીયા અને ગરુડેશ્વર હાલ ચાલીરહેલા સંઘર્ષ બાબતે મધ્યસ્થા કરી યોગ્ય નિરાકરણ માટે પત્ર લખી રજુઆત કરી છે.

તેમજ તેમના પત્ર માં ફેનસિંગનું કામ નિરાકરણ આવે ત્યાં સુધી અટકાવવા માટે પણ જણાવ્યું છે..

તેમને તેમના પત્ર માં જણાવ્યું છે કે

પ્રતિ શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ માનનીય મુખ્ય મંત્રીશ્રી ગુજરાત રાજ્ય

જય ભારત સાથે જણાવવાનું કેવડિયા (kevadia) છ ગામ અસરગ્રસ્ત તથા ગરુડેશ્વર વિયરડેમ (Garudeshvar Vierdam) ની જમીનોમાં ફેન્સીગ ને લઇને સ્થાનિક આદિવાસી તથા નિગમના અધિકારીઓ, પોલીસ વચ્ચે છેલ્લા દસ દિવસથી સંઘર્ષ વધી રહ્યો છે.

ગુજરાતના આદિવાસી સંગઠનો પણ અસરગ્રસ્તોના સમર્થનમાં આવી રહ્યા છે વિવિધ રાજકીય પક્ષના આગેવાનો પણ સમર્થનમાં આવી રહ્યા છે જેને લઇને એક સંઘર્ષ નું વાતાવરણ બની રહ્યું છે તેથી આપ સાહેબ ને મારી નમ્ર અરજ છે કે આપની મધ્યસ્થતા થી કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવે અને જ્યાં સુધી કોઈ કાયમી ઉકેલ નહીં આવે ત્યાં સુધી તાર ફેન્સીંગની કાર્યવાહી સ્થગિત કરવામાં આવે તે માટે યોગ્ય ઘટતું કરશોજી.

આપનો વિશ્વાસુ,
મનસુખભાઇ વસાવા (Mansukh Vasava)
સાંસદ સભ્ય ભરૂચ

Source link


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *