“વિશ્વ આદિવાસી અધિકાર” દિવસે જ ગુજરાતના આદિવાસીઓ દ્વારા વિરોધ

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  


 • UNO દ્વારા વર્ષ 2007માં 13 સપ્ટેમ્બર “વિશ્વ આદિવાસી અધિકાર” દિવસ તરીકે જાહેર
 • ઉમરગામથી અંબાજી સુધીના ગુજરાતની પૂર્વપટ્ટીમાં વસતા આદિવાસીઓએ સરકાર વિરુદ્ધ રણશિંગુ ફૂંકયું
 • સરકારે લોકડાઉનમાં કેવડિયા વિસ્તારના આદિવાસીઓને રંજાડ્યાં તે કદી ભૂલી શકાય તેમ નથી : ડૉ. પ્રફુલ્લ વસાવા

UNO એ વર્ષ 2007માં 13 મી સપ્ટેમ્બરને “વિશ્વ આદિવાસી અધિકાર” દિવસ તરીકે ઘોષિત કર્યો છે. ગુજરાતના આદિવાસીઓ 13મી સપ્ટેમ્બર 2020ના રોજ 14માં “વિશ્વ આદિવાસી અધિકાર” દિવસે પોતાના વિશેષ અધિકારોની માંગ બુલંદ કરવા સરકાર સામે રણશિંગુ (Gujarat adiwasi protest) ફૂંકયું હતું. હાલની સ્થિતિ મુજબ જો જોવા જઈએ તો ગુજરાત સહિત દેશના આદિવાસી વિસ્તારોમાં સરકાર દ્વારા વિકાસની કામગીરી હાથ ધરાઈ રહી છે.

છોટુભાઈ વસાવાએ સોશિ. મીડિયા દ્વારા સરકારની ઊંઘ હરામ કરવાનું આહવાન કર્યું

ત્યારે વિકાસની આડમાં સરકાર આદિવાસીઓના મૂળભૂત હકો છીનવી રહી છે, આદિવાસીઓને વિસ્થાપિત કરી રહી છે આદિવાસીઓ સાથે અન્યાય કરી રહી છે સહિત અનેક આક્ષેપો જે તે વિસ્તારના આદિવાસીઓએ સરકાર પર લગાવ્યા છે.

ખાસ કરીને વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ બાદ ત્યાં સ્થાનિક આદિવાસીઓના ધંધા રોજગાર માટેના લારી-ગલ્લાઓ તંત્રએ હટાવી લેતા વિવાદ વકર્યો હતો. 14માં વિશ્વ આદિવાસી અધિકાર દિવસે ગુજરાતના ઉમરગામથી અંબાજી સુધીના ગુજરાતની પૂર્વપટ્ટીમાં વસતા આદિવાસીઓએ પોતાના મૂળભૂત અધિકારો મેળવવા સરકાર વિરુદ્ધ રણશિંગુ ફૂંકયું હતું.

ઇન્ડિજિનસ આર્મી ઓફ ઇન્ડિયાના સ્થાપક અને આદિવાસી ટાઇગર સેનાના અધ્યક્ષ ડૉ. પ્રફુલ્લ વસાવાએ જણાવ્યું હતું કે, ગુજરાતની પૂર્વપટ્ટીમાં 1 કરોડથી વધુ આદિવાસીઓ માટે ગુજરાત સરકારની યોજનાઓ ખતરાની ઘંટી સમાન છે. ગુજરાત સરકાર વિકાસ માટે નહીં પરંતુ વિનાશ માટે આદિવાસી વિસ્તારોમાં વિવિધ પ્રોજેક્ટ લાવી રહી છે. જેથી ભારતીય બંધારણમા આપેલા આદિવાસીઓના અધિકારોનું ચીરહરણ ખુલ્લેઆમ થઈ રહ્યું છે.

આદિવાસીઓને સામાજિક-શૈક્ષણિક-આર્થિક- રાજનૈતિક રીતે પછાત રાખવાના ગુજરાત સરકારના મહાષડયંત્રોની ગંધ આવી રહી છે. જેવી રીતે ગુજરાત સરકારે કોવિડ-19 અને લોકડાઉનનો ફાયદો ઉઠાવી કેવડિયા વિસ્તારના આદિવાસીઓને રંજાડ્યાં છે તે જખ્મો કદી ભૂલી શકાય તેમ નથી.

કેવડિયા બચાવો આંદોલન આજે ગુજરાતના ખૂણેખૂણે પ્રસરી ચુક્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિકાસ પ્રોજેક્ટની સાથે ગુજરાતમાં આજે વિશ્વ આદિવાસી અધિકાર દિવસે ભારતમાલા, નર્મદા તાપી પાર લીંક યોજના, બુલેટ ટ્રેન, ઈન્ડસ્ટ્રીયલ કોરીડોર, વન અધિકાર, જેવાં આદિવાસી પડકારો તેમજ આંતરરાષ્ટ્રીય માનવ અને આદિવાસી અધિકારો માટે ગુજરાતનો દરેક નાગરીક સજાગ બને અને અવાજ ઉઠાવે તેમાટે સામાજિક ક્રાંતિની શરૂઆત થઈ ચૂકી છે. ગુજરાત સરકારની આદિવાસી વિરોધી નિતીનો વિરોધ આખી પૂર્વપટ્ટીમાં થાય તોજ સરકારના પેટનું પાણી હલે. આદિવાસીઓના બંધારણીય અધિકારો માટે આખો સમાજ એક મંચ પર આવી લડશે (Gujarat adiwasi protest) તેની ઝાંખી વિશ્વ આદિવાસી અધિકાર દિવસ છે.

BTP MLA છોટુભાઈ વસાવાએ સોશિયલ મીડિયા દ્વારા કર્યું સરકારની ઊંઘ હરામ કરવાનું આહવાન

BTP MLA છોટુભાઈ વસાવાએ આહવાન કર્યું છે કે, તમામ આદિવાસી યુવાનોએ 13 સપ્ટેમ્બરે વિશ્વ આદિવાસી અધિકાર દિવસે ટ્વિટર, ફેસબુક, પર #अंतरराष्ट्रीयआदिवासीअधिकार_दिवस
#विश्वआदिवासीअधिकार_दिवस
#आदिवासीअधिकारदिवस
#13Sep_आदिवासीअधिकारदिवस
#IndigenousRightsDay
#IndigenousRightsDay2020
#coronavirus #Adivasi
#TribalRightsDay
#TribalRightsDay13sep
#13SepTribalRightsDay
#TribalRightsDay2020 ટ્રેન્ડ કરી જળ, જંગલ અને જમીન, 5મી અને 6ઠી અનુસૂચિ, ખેતી, શિક્ષા, સ્વાસ્થ્ય, રોજગારના મુદ્દે અવાજ ઉઠાવી સરકારની ઊંઘ હરામ કરો.

શું છે આદિવાસીઓની માંગ?

(1) સ્ટેચ્યુ ઓફ યુનિટી એરીયા ડેવલપમેન્ટ એન્ડ ટુરીઝમ ગવર્નન્સ એક્ટ -2019 રદ કરી સંવિધાનની પાંચમી અનુસૂચિનો અમલ કરો.
(2) અનુસુચિ-5 તેમજ 73 (અઅ) માં જમીન સંબંધિત સંશોધનો રદ કરો અને આદિવાસીઓની જમીન પરત કરો.
(3)જંગલોના સંવર્ધનના નામે ખાનગી કંપનીઓને જંગલોની ફાળવણી બંધ કરો, અનુસુચિ-5 અને વન અધિકાર અધિનિયમ-2006 અનુસાર જંગલોના સંવર્ધન તથા પુન:નિર્માણ માટે સામુદાયિક વન અધિકાર સુનિશ્ચિત કરો.
(4) દિલ્હી-મુંબઈ ઈન્ડસ્ટ્રીયલ કોરીડોર ( DMIC) બંધ-રદ કરો, લઘુ તેમજ ગૃહ ઉદ્યોગોને પ્રોત્સાહન આપી બેરોજગાર યૂવાઓની રોજગારી સુનિશ્ચિત કરો.
(5) પાર-તાપી-નર્મદા રિવર લિંક યોજના બંધ કરો , દેશની સૂકી-મૃતપ્રાય નદીઓને પુન:જીવિત કરો, પાણીના સ્થાનિક સ્ત્રોતોનુ સંવર્ધન-પુન:નિર્માણ કરો. (6) રાષ્ટ્રીય ઉદ્યાન, પ્રવાસનધામ, અભ્યારણ્યના નામે પ્રકૃતિનો વિનાશ બંધ કરો. આદિવાસીઓના પાંચમી અનુસુચિના સંવૈધાનિક અધિકારો સુનિશ્ચિત કરી પ્રકૃતિ અને આદિવાસીઓનું અસ્તિત્વ ટકાવી રાખો.
(7)આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર તથા આદિવાસી અધિકારોનું સન્માન તેમજ પાલન કરો.
(8)બુલેટ ટ્રેન પ્રોજેક્ટ, ઈન્ડસ્ટ્રીયલ કોરીડોર, ભારત માલા જેવી યોજનાઓ રદ કરો.

Source: part

Source link


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *