લોકડાઉનમાં જરૂરિયાતમંદોની વ્હારે ભરૂચ સાંસદ મનસુખ વસાવા આવ્યા

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  


સાંસદ મનસુખ વસાવા (Mansukh Vasava) ની અપીલ પર લોકોએ ઉદાર હાથે PM કેર ફંડમાં ફાળો આપ્યો

ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની મદદે આવી માનવતાનું ઉદારહણ પૂરું પાડ્યું

સેવાનો કોઈ ધર્મ હોતો નથી એ વાત ને સાર્થક કરતા ભરૂચ સાંસદ મનસુખ વસવા એ  કોરોનાની મહામારી વચ્ચે લોકડાઉન દરમિયાન આર્થિક અને માનસિક રીતે તૂટી ગયેલા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની મદદે આવી માનવતાનું ઉદારહણ પૂરું પાડ્યું છે. એક બાજુ વાઇરસ અને બીજી બાજુ ખાલી પેટ સાથે ઘરમાં બંધ જરૂરિયાતમંદ લોકોને અનાજની કીટનું વિતરણ કરી ફરી એક વાર સાચા લોક પ્રતિનિધિ બનવાનો પ્રયાસ કર્યો છે.

સાથે સાથે ટેલિફોનિક સંપર્ક કરતા નિઃસહાય લોકોનો પણ સહારો બન્યા છે. માત્ર ગરીબ અને મધ્યમ વર્ગ જ નહીં પણ લગભગ તેમની લોકસભાની વિધાનસભા દેડિયાપાડા સુધી તેમના કાર્યકર્તાઓ કીટ વિતરણ માટે દોડી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. એટલું જ નહીં મતદારોની પડખે રહેનાર મનસુખ વસવાની એક અપીલ પર દહેજ થી ઉદાર હાથે PM કેર ફંડમાં ફાળો આપ્યો તો શ્રમજીવીઓએ એકદિવસ નો પગાર ફાળો આપી ભરૂચ જીલ્લો દાતાઓની નગરી પણ હોવાનું સાબિત કરી દીધું છે.

ઉદાર અને લાગણીશીલ વિસ્તારનો પ્રતિનિધિ હોવાનો ગર્વ

ભરૂચ સાસંદ મનસુખ વસાવા Mansukh Vasava જણાવ્યું હતું કે, આદિવાસી વિસ્તાર એવો છે જ્યાં કોઈ કોઈને ભૂખ્યું જોઈ સુઈ નથી જતું. આજે આ મહામારી સામે કેટલાક મજુરી વર્ગ કરતા લોકો એટલે કે રોજ કમાઈને પરિવાર સાથે પેટિયું ભરતા લોકોના ઘરમાં અનાજનો એક દાણો ન હોવાનું જાણતા જ એક પછી એક સંસ્થાઓ ફૂટ પેકેટ બનાવી શેરી શેરીએ વિતરણ કરી રહી છે એટલે આવા ઉદાર અને લાગણીશીલ શહેરનો પ્રતિનિધિ હોવાનો પણ મને ગર્વ છે. 

ઉદાર હાથે રોકડ ફાળો આપ્યો

 • ભરૂચ દહેજ માંથી સો કરોડ રૂપિયા PM કેર ફંડ માં ફાળો આપ્યો

નેત્રંઞ તાલૂકાના મોવી , કોચબાર, ડેબાર અને કાંટીપાડા ઞામનો પ્રવાસ કરી ને કોરોના વાઈરસ ની મહામારી સામે રક્ષણ મેળવવા ધરોમાં રહેવાની અને પ્રધાનમંત્રી રાહતફંડ માં પોતાની યથાશક્તિ પ્રમાણે યોઞદાન આપવા અપીલ કરી તેમજ કોરાના વાઈરસ શુ છે તેની માહીતી પુરી પાડી તેમજ મારી , નેત્રંઞ તાલુકાના મહામંત્રીઓ પરેશભાઈ ભાટીયા અને સંજયભાઈ વસાવા તેમજ મોવી ઞામના સંરપંચ ચંદુભાઈ વસાવા ની ઉપસ્થિતિમાં ઞરીબ જરૂરીઆતમંદ પરીવારો ને અનાજ ની કીટ નુ વિતરણ કર્યુ

Source link


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *