ભરૂચ: પાલેજ ફીલીપ્સ કાર્બન કંપની ના પ્રદુષણ નો મુદ્દો મુખ્યમંત્રી, સાંસદ સભ્ય અને ધારાસભ્ય સુધી પોહચ્યો

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

ભરૂચ જિલ્લાના પાલેજમાં આવેલી ફીલીપ્સ કાર્બન કંપની દ્વારા છોડવામાં આવતા પ્રદુષણના કારણે સ્થાનીક લોકોમાં આક્રોશ ફેલાયો છે. ફીલીપ્સ કંપની દ્વારા ઘણા સમયથી કાર્બન હવામાં છોડવામાં આવે છે. જેથી સમગ્ર ગામમાં કાર્બન ડસ્ટ છોડવાથી ખેતીની જમીન અને ગામતળનું પાણી પ્રદુષિત થાય છે. ગ્રામજનોમાં દમ,શ્વાસોશ્વાસનો રોગ,કેન્સર જેવી ગંભીર બીમારીનો ભોગ બનીને મૃત્યુ પણ થયા છે. હાલમાં પણ કંપની દ્વારા હવા,પાણી પ્રદુષણ ફેલાવતા હોવાનો ગ્રામજનોએ આક્ષેપો કર્યા છે. જેના વિરોધમાં અગાઉ ગ્રામજનોએ કંપનીની ગેટ પાસે દેખાવો કરી કંપનીના સંચાલકોને ધ્યાન દોર્યું હતું. જોકે ત્યાર બાદ પણ કોઈ નિકાલ નહીં. આવતા સ્થાનિક આગેવાનોએ કલેકટરને આવેદનપત્ર આપી કંપનીને બંધ કરવાની માંગ કરી હતી.

કંપની નજીકના પાલેજના સ્થાનિક લોકોએ કંપની વિરૂદ્ધ સહી ઝુંબેશ ઉપાડી ભરૂચના સાંસદ અને ધારાસભ્યને આવેદનપત્ર આપવાનું નક્કી કરાયું હતું.

ભરૂચ: પાલેજ ફીલીપ્સ કાર્બન કંપની ના પ્રદુષણ નો મુદ્દો મુખ્યમંત્રી, સાંસદ સભ્ય અને ધારાસભ્ય સુધી પોહચ્યો

આ મુદ્દે સાંસદ મનસુખ વસાવા એ જણાવ્યું હતું કે,પાલેજમાં પ્રદૂષણને લઈને કંપની બંધ કરાવવા માટે દેખાવો કરવામાં આવી રહ્યા છે, જે એક પ્રકારના રાજકીય કાવાદાવા છે, તેમાં આ કંપની બંધ થવાથી 400 થી 500 વર્કરોની રોજી રોટી પર વિપરીત અસર પડે તેમ છે. આવા પ્રકારની કંપનીઓ પાલેજમાં ચાર થી પાંચ આવેલી છે, દહેજમાં મેઘમણી અને લખીગામની અદાણી કંપની ખૂબ જ મોટા પ્રમાણમાં પ્રદુષણ ફેલાવે છે તથા અંકલેશ્વરના પાનોલી વિસ્તારમાં પણ આમલાખાડીમાં પ્રદૂષિત પાણી નાખતી ઘણી બધી કંપનીઓ આવેલી છે. આ બધી કંપનીઓને બંધ કરાવવાથી પ્રશ્નનો ઉકેલ નથી થવાનો. પરંતુ તેનાથી રોજગારીની અનેક સમસ્યાઓ ઊભી થશે અને જિલ્લામાં બીજા ઉદ્યોગો આવતા અટકશે, તો મારું સૂચન છે કે પ્રદૂષણની સમસ્યા હોય તો તે દૂર કરવા માટે નિષ્ણાતોની ટીમ પાસે તપાસ કરાવવી જોઈએ તથા પ્રદૂષણ ફેલાતું અટકાવવા માટે યોગ્ય જગ્યાએ રજૂઆત કરવી જોઈએ અને આ કંપની તથા ઉદ્યોગોમાં રાજકારણ નહીં લાવવું જોઈએ, તે જ જીલ્લાના હિતમાં છે અને તે પાલેજને પણ લાગુ પડે છે. જેથી સ્થાનિક લોકોએ આ મારા વિચારો પર મંથન કરવું જોઇએ અને બઘાએ સાથે મળીને જે સમસ્યા હોય તેનો ઉકેલ લાવીએ.

ભરૂચ જિલ્લાના પાલેજમાં આવેલી ફીલીપ્સ કાર્બન કંપની મામલે વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા એ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને કંપનીની તપાસ કરાવીને પ્રદુષણ અટકે તેવા આધુનિક સાધનો વસાવી પ્રદુષણ અટકાવે તેવી કાર્યવાહી કરવા વિનંતી કરી હતી.

Image may contain: 4 people

Source link


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *