પોરબંદરના બરડા અભિયારણમાં ગેર પ્રવૃત્તિની વોચમાં ગયેલા ત્રણ ફોરેસ્ટ કર્મચારીઓની હત્યા

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  


પોરબંદર બરડા અભિયારણમાં ગુમ થયેલ મહિલા વનકર્મી અને તેમના પતિ સહિત ત્રણના આજે જંગલની ઝાડીઓમાંથી મૃતદેહ મળ્યા છે. કોઈએ તિક્ષ્ણ હથિયારના ઘા મારી ત્રણેયને મોતને ઘાટ ઉતરીયા હોય તેવી પોલીસને શંકા છે.

પોરબંદરના બરડા અભિયારણ ડુંગર વિસ્તારમાં 15 ઓગસ્ટના દિવસે મહિલા ફોરેસ્ટ કર્મચારી હેતલબેન સોલંકી તેમજ તેમના પતિ કીર્તિભાઈ સોલંકી તેમજ રોજમદાર કર્મચારી નાગાભાઈ આગઠ વન વિભાગના વિસ્તારમાં ચાલતી ગેર પ્રવૃત્તિની વોચમાં ગયા હતા. બાદમાં તેમનો સાંજ સુધી સંપર્ક ના થતા તેઓના પિતાએ બગવદર પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ફરિયાદ ગુમ થયાની કરી હતી. ત્યાર બાદ જિલ્લા પોલીસ વડાએ 100થી વધુ અધિકારી કર્મચારીની ટુકડીઓ બનાવી શોધખોળ હાથ ધરી હતી.

આજે વહેલી સવારે પોલીસને જંગલની ઝાડીઓમાંથી ત્રણના મૃતદેહ મળ્યા હતા. તેમના પર તીક્ષ્ણ હથિયારના ઘા માર્યા હોઇ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસે આખું અભિયારણ કોડન કરી આરોપીની શોધ શરૂ કરી છે અને FSLની ટીમને જાણ કરી તપાસ શરૂ કરી મૃતદેહને PM માટે મોકલી PM રિપોર્ટની પોલીસ રાહ જોઈ રહી છે.

હાલ તો સમગ્ર મામલે પોલીસ અને વન વિભાગ ધંધે લાગ્યું છે. ક્યાંક આમાં વન વિભાગના કોઈ અધિકારી કે કર્મચારી સંડોવાયેલ નથીને કે પછી બરડામાં ચાલરા દારૂના અડ્ડાના બુટલેગરો હત્યાનું કારણ હોઇ શકે છે તે હજુ કોઈ જાણી શક્યું નથી.

source

Source link


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *