તેલંગાણા : CM બોલ્યાં, 100 વર્ષોમાં આટલો વરસાદ નથી જોયો, ગરીબોને 10,000ની સહાય જાહેર

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  


તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં ભારે વરસાદને પગલે શહેરના અનેક ભાગોમાં પાણી ભરાયા છે. વરસાદ-પૂરથી સર્જાયેલી પરિસ્થિતિમાં સેંકડો મકાનોને નુકસાન પહોંચ્યું છે અને અત્યાર સુધી 50 લોકોનાં મોત નીપજ્યાં છે. દરમિયાન, તેલંગાણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવ (KCR) એ અસરગ્રસ્તોને આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે.

તેલંગાણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવે કહ્યું કે હૈદરાબાદમાં છેલ્લા 100 વર્ષોમાં આટલો ભારે વરસાદ જોવા મળ્યો નથી. નીચાણવાળા વિસ્તારોના તમામ અસરગ્રસ્ત ગરીબ પરિવારોને 10,000 રૂપિયાની સહાય આપવાનું નક્કી કર્યું છે.

મુખ્ય પ્રધાન રાવે એમ પણ કહ્યું હતું કે વરસાદમાં સંપૂર્ણ રીતે નુકસાન પામેલા તમામ મકાનોને એક લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. જ્યારે આંશિક ક્ષતિગ્રસ્ત મકાનોને 50,000 ની સબસિડી આપવામાં આવશે.

હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યુ

હવામાન વિભાગે અપેક્ષા રાખી છે કે તેલંગાણામાં વરસાદ ચાલુ રહેશે. હવામાન વિભાગ (IMD) અનુસાર તેલંગાણાના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે. તેલંગાણામાં 22 ઓક્ટોબર સુધી ભારે વરસાદ પડી શકે છે.

ઉલ્લેખનીય છે કે કે ગયા અઠવાડિયાથી હૈદરાબાદમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે. મહાનગરના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદને કારણે અનેક સ્થળોએ ટ્રાફિક પણ ખોરવાયો છે. તે જ સમયે, શહેરના ઘણા ભાગોમાં વરસાદ-પૂરને કારણે સર્જાયેલા વિનાશની વચ્ચે લોકો અસરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા છે. જેની મદદ અને રાહત કામગીરી કરવામાં આવી રહી છે.

Image Source : ANI

Source:

Source link


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *