ચીનમાંથી પલાયન કરી રહેલી કંપનીઓ ગુજરાત રાજ્યના ભરૂચ જીલ્લાના વાગરા અને દહેજ માં આવવા ઉત્સુક ?

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

ચીન માં પર્યાવરણ ના પ્રશ્નો ને લઇ ઘણા ચુકાદા આવ્યા છે અને હાલ ના કોરોના વાઇરસના ફેલાવા બાદ ઘણા દેશોની કંપનીઓ ચીનમાંથી બહાર નીકળવાની તૈયારી કરી રહી છે. ત્યારે ભારત નું ગુજરાત આનો લાભ ઉઠાવવા પ્રયત્ન કરી રહ્યું છે ત્યારે ભરૂચ ના વાગરા અને દહેજ ના વિસ્તારોની જમીનોના ભાવ ઘણા ઉચકાઇ સકે છે? અગ્રણી વૈશ્વિક રેટિંગ કંપની ઓ મુજબ ચીનથી બહાર નીકળવા માગતી કંપનીઓ માટે ભારત પણ  પસંદગી ધરાવે છે. ઉલટું ભારતમાં રસ દેખાડનાર કંપનીઓનું પ્રમાણ ઘણું જ વધી રહ્યું છે.

દહેજ સેઝ ની આસપાસ ના ગામોમાં પણ સરકારી કંપની ના પ્લાન્ટ લાગીગયા છે ત્યારે હવે ગુજરાત ના ભરૂચ જીલ્લા ના વાગરા તાલુકામાં આવેલ દહેજ સેઝ ની આસપાસ ના ગામોની જમીનો ના ભાવ આસમાને પોચસે તેવી આશા છે...

પાછલા ત્રણ વર્ષમાં ચીન માંથી પલાયન કરતી કંપનીમાંથી ઘણી  કંપનીઓએ ભારતમાં પોતાને માટે સ્થાન મેળવ્યું છે. નોમુરાએ એક અહેવાલમાં જણાવ્યું છે કે, ચીનમાં વધતા વેતન ખર્ચ અને શી જિનપિંગની સત્તા આવ્યા પછી સરકારની દખલગીરી વધવાથી કંપનીઓ પોતાના માટે વધુ સારા વિકલ્પોની શોધમાં છે. આ સિવાય ચીનમાં કોવિડ-19ના ફાટી નીકળતાં કંપનીઓને ભારત અથવા દક્ષિણ એશિયાના દેશોમાં જવાનું કારણ પણ મળી ગયું છે. સરકાર ભારતમાં આ પ્રોજેક્ટને મંજૂરી આપે તો , કંપનીઓએ ફેક્ટરીની જમીન માટે ખેડૂતો સાથે સીધો સોદો કરવો પડશે. ભારતમાં અમલદારશાહી, લેબર કાયદા અને ટ્રેડ યુનિયનો સૌથી મોટી જોગવાય છે.

આ બધું થયા પછી, સ્થાનિક લોકોને રોજગારી આપૈસકાસે NGO અને સ્થાનિક ટ્રેડ યુનિયનો સાથે મળી ઘણી કામગીરી સ્થાનિકો માટે કરવા માટે ઘણા અવસર છે. ઘણી  કંપનીઓ વિયેતનામ અને ઘણી તાઇવાન ગઈ ચીનમાંથી પોતાનું ઉત્પાદન બંધ કરનાર 56 કંપનીઓમાંથી ઘણી કંપનીઓ ભારત સ્થાનાંતરિત થઈ છે, જ્યારે ભારત ,વિયેતનામ, તાઇવાન, થાઇલેન્ડમાં તેમના ઉત્પાદન શરુ કર્યા છે. જોકે ભારતને આશા છે કે હજીપણ ઘણીજ કંપનીઓ યુવાન વસ્તી વિષયક અને ઓછા વેતન દરને ધ્યાનમાં લઇ ભારત આવશે. જોકે, ભારતને ધર્યા કરતા ઘણા વધુ સારા પરિણામ મળી સકે છે.

જાપાન-કોરિયાની કંપનીઓએ ગુજરાત આવવાની તૈયારી બતાવી ગુજરાત સરકારના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, જે કંપનીઓ ભારતમાં પ્રોડક્શન શરુ કરવા માગતી હોય તો ગુજરાત તેના માટે સારો વિકલ્પ બની શકે છે. જાપાન અને કોરિયાની ઘણી કંપનીઓ ચીનમાંથી પોતાનું ઉત્પાદન ભારત લાવવા માંગે છે. અમેરિકન કંપનીઓ પણ આવું કરવા વિચારી રહી છે. આ અંગે અમને પૂછપરછ પણ આવી છે. ગુજરાતમાં રોકાણ વધે તે હેતુથી રાજ્ય સરકાર અને ઇન્ડસ્ટ્રીઝ ડીપાર્ટમેન્ટ અલગ અલગ વ્યાપારિક સંસ્થાઓના સંપર્કમાં છે.

Source link


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *