ગણપતસિંહ વસાવા એ ડાંગ જિલ્લાના આહવા ખાતે કરોડો રૂ ના વિવિધ કાર્યોનું ખાતમુહુર્ત કર્યું

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

મંત્રી ગણપતસિંહ વસાવા (Ganpatsinh Vasava) એ ડાંગ જિલ્લાના આહવા ખાતે કરોડો રૂ ના વિવિધ કાર્યોનું ખાતમુહુર્ત કર્યું

ડાંગ (Dang) જિલ્લાના આહવા ખાતે કેશવ કોમ્પલેક્ષ ખાતેથી નગર વિકાસના ૧.૬૩ કરોડના વિવિધ કાર્યોનું ખાતમુહુર્ત કર્યું. જેમાં આહવા મેઈન બજારથી દેવલપાડા થઇ પ્રવાસી ઘર સુધીના રૂ.૨૫ લાખના ૩૦૦ મીટરના માર્ગ સુધારણાના કામ સહીત મુખ્યમંત્રી ગ્રામસડક યોજના અંતર્ગત (૧) મેઈન રોડથી શાસ્ત્રી કોલોની તરફ જતો ૧ કિલોમીટરનો રોડ, (૨) મેઈન રોડથી સરદાર કોલોની થઇ આયુર્વેદિક ફાર્મસી સુધીઓનો રોડ, અને (૩) મેઈન રોડથી ખેતીવાડી કોલોનીનો રોડ રૂ.૨૫ લાખના ખર્ચે નિર્મિત કરાશે.

આ ઉપરાંત ૧.૫૦ કીલોમીટરના એસ.આર.આહવા કોલોની રોડ (૧) મેઈન રોડથી રાની ફળિયા તરફ જતો રસ્તો, (૨) મેઈન રોડથી બંધારપાડા તરફ જતો રસ્તો, (૩) મેઈન રોડથી પી.ડબ્લ્યુ.ડી. કોલોની થઇ ચાર રસ્તા તરફ જતો રસ્તો નવનિર્મિત કરાશે.આ ઉપરાંત સુવિધા પથ સી.સી.રોડ (આહવા પ્લેટો રોડ ; ૦.૭૫૦ કિલોમીટર) પણ રૂ.૭૦ લાખના ખર્ચે નવનિર્મિત કરાશે.

આહવા મેઈન રોડથી વિવિધ સ્થળોને જોડતાં રસ્તાઓના નિર્માણ દ્વારા રહેવાસીઓને અવર-જવરની સરળતા રહેશે. રસ્તાઓના નિર્માણ દ્વારા વિકસિત ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું ઉદાહરણ પૂરું પડે તે માટે ગુજરાત સરકાર પ્રતિબદ્ધ છે.આ ઉપરાંત ૩૧ લાખના કાર્યોનું પણ ખાતમુહુર્ત કર્યું. આ સર્વે પ્રયત્નોને નાગરિકોના સાથ, સહકાર અને સારા પ્રતિસાદથી વધાવી લે છે તે જ પ્રેરણાપૂરક છે.

Ganpatsinh Vasava

ગણપતસિંહ વસાવા (Ganpatsinh Vasava) : ડાંગ જિલ્લાના આહવા ખાતે મંજૂર થયેલ વિવિધ રસ્તાઓનું ખાતમૂહુર્ત કર્યું. આહવા મેઈન રોડથી વિવિધ સ્થળોને જોડતાં રસ્તાઓના નિર્માણ દ્વારા રહેવાસીઓને અવર-જવરની સરળતા રહેશે. રસ્તાઓના નિર્માણ દ્વારા વિકસિત ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું ઉદાહરણ પૂરું પડે તે માટે ગુજરાત સરકાર પ્રતિબદ્ધ છે. આ સર્વે પ્રયત્નોને નાગરિકોના સાથ, સહકાર અને સારા પ્રતિસાદથી વધાવી લે છે તે જ પ્રેરણાપૂરક છે

Image may contain: one or more people and people standing

Source link


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *