ત્રિપલ તલાક, આર્ટિકલ-370 અને CAB….હવે સરકારની નજર આ બિલ પર

Share
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

મોદી સરકાર-2ના ચૂંટણી ઢંઢેરામાં કરવામાં આવેલા ત્રણ સૌથી મોટા વચન સાત મહીનાની અંદર પુરા કરી દેવામાં આવ્યાં છે. આ ત્રણેય વચન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની વર્ષોથી બાકી રહેલી માંગણીમાંથી એક છે. ભાજપે 2019ના ચૂંટણી ઢંઢેરામાં જમ્મૂ-કાશ્મીરમાંથી આર્ટકિલ-370 હટાવવા, નાગરિકતા સંશોધન કાયદો લાવવા અને એક વખતમાં ત્રણ તલાકની વિરુધ્ધ કાયદો બનાવવાનું વચન આપ્યું હતું.

 • સરકારે સાત મહિનામાં ત્રણ મોટા વચન પૂરા કર્યા
 • ત્રિપલ તલાક, આર્ટિકલ-370 અને CAB બિલ પાસ કરાવ્યું
 • સરકારની નજર હવે યુનિફોર્મ સિવિલ કોડ પર

જો કે વિજ્ઞેષજ્ઞોનું માનીએ તો હવે કેન્દ્રની મોદી સરકાર આવનારા સમયમાં સમાન નાગરિકતા ધારો (યુનિફોર્મ સિવિલ કોડ)  અને વસ્તી નિયંત્રણ સાથે જોડાયેલ કાયદાઓ પર કામ શરૂ કરી શકે છે.

બુધવારના રોજ રાજ્યસભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નાગરિકતા સંશોધન બિલ પર ચર્ચા અને પાસ કરવા રજૂ કર્યું ત્યારે અમિત શાહે ભાજપના ચૂંટણી ઢંઢેરાની વાત કહી હતી. અમિત શાહે જણાવ્યું હતું કે જે લોકો અમારા પર મત બેંકના રાજકરણનો આરોપ લગાવી રહ્યાં છે, હું તેમને જણાવવા ઇચ્છું છું કે ચૂંટણી ઢંઢેરો સરકારની નીતિઓનું જાહેરનામું હોય છે અને જનતા તેના પર ભરોસો કરી સરકાર રચતી હોય છે. 

નાગરિકતા સંશોધન બિલ સંસદમાં પાસ થવાની સાથે ભાજપે ત્રીજુ સૌથી મોટુ વચન પુરુ કર્યું છે. હવે ભાજપની અંદર અને સંઘ પરિવાના લોકોની નજર નાગરિકતા કાયદા પર છે. ભાજપે પોતાના ચૂંટણીઢંઢેરામાં આ વચન આપ્યું છે કે ભાજપ સમાન નાગરિક સમાનતા બનાવવા કટિબદ્ધ છે.

ભાજપ માને છે કે જ્યાં સુધી ભારતમાં યુનિફોર્મ સિવિલ કોડ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી લિંગ સમાનતા (Gender Equality) કાયમ ન રહી શકે. આ સાથે જનસંખ્યા નિયંત્રણ કાયદો (Population control law) પણ ઘણો જરૂરી છે. સંઘ નેતાઓને આશા છે કે હવે આ વચનને પુરુ કરવાની દિશામાં પણ કામ કરવામાં આવે.


Share
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •