ડુંગળી પછી હવે બટાકામાં ભાવ વધારાના ભણકારા

Share
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

ચોમાસામાં બટાકાનું વાવેતર થતું નથી પણ બિયારણ તૈયાર કરવામાં આવે છે. બિયારણ તૈયાર થવામાં હતું ત્યારે કમોસમી વરસાદ પડવાના કારણે આ વર્ષે બટાકાનું વાવેતર ઓછું થયું છે. બટાકાનું ઉત્પાદન મેળવવા 90 દિવસનો સમય લાગે છે. હવે 60 દિવસ બાકી રહ્યાં છે. ખેડૂતોની ધારણા પ્રમાણે વાવેતર અને ઉત્પાદન 50 ટરા રહેશે. 

કૃષિ વિભાગે એવી ધારણા હતી કે, 1.21 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થવાની ધારણા હતી. જોકે સરેરાશ 1.25 લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું. વરસાદ પડવાથી ખરાબ થયેલા બટાકાનો પાક જો ગણવામાં આવે તો બટાકાનો વાવેતર વિસ્તાર માંડ 60 હજાર હેક્ટર હોવાનું ખેડૂતો પોતાના અનુભવના આધારે કહે છે.

કૃષિ વિભાગના અહેવાલ પ્રમાણે સમગ્ર રાજ્યમાં બટાકાનું વાવેતર 79 હેક્ટર થયું છે. ગયા વર્ષે આ સમય ગાળા દરમિયાન 88.53 હજાર હેક્ટર વાવેતર થયું હતું. બનાસકાંઠામાં 54,400 હેક્ટર અને મહેસાણા 3, સાબરકાંઠા 6, અરવલ્લી 9 અને ગાંધીનગર 4 હેક્ટર વાવેતર થયું છે. આમ બનાસકાંઠાને બાદ કરતાં અન્ય ખેડૂતોએ બટાકા વાવવાનું ટાળ્યું છે.

આમ બટાકાનું ઉત્પાદન ઘટશે.

બનાસકાંઠા જિલ્લામાં 2008-09માં 25100 હેક્ટર 2016-17ના આખરી આંકડા જાહેર થયા છે તે પ્રમાણે બનાસકાંઠામાં 76170 અને અરવલ્લીમાં 21870 હેક્ટરમાં વાવેતર થયું હતું. જે હેક્ટર દીઠ અરવલ્લીમાં 28,340 કિલો બટાકા અને બનાસકાંઠામાં 26,061 કિલો એક હેક્ટરે ચોખ્ખું ઉત્પાદન મળ્યું હતું. છેલ્લા 10 વર્ષમાં બનાસકાંઠા જિલ્લામાં 264 ટકા બટાકાના વાવેતરમાં વધારો થયો હતો.  

બટાકા  નગરી તરીકે દેશભરમાં ખ્યાતિ પામેલ ડિસામાં દિવાળી બાદ મોટાપાયે બટાકાનું વાવેતર થાય છે. આ વર્ષે ચોમાસાની વિદાય થયા બાદ સતત કમોસમી વરસાદ પડી રહ્યો છે.

ખેડૂતોએ પંજાબથી મોંઘા ભાવના બિયારણ લાવીને વાવેતરની તૈયારી કરતાં હતા ત્યારે બુલબુલ વાવઝોડાની અસરના કારણે કમોસમનો વરસાદ પડ્યો હતો. ખેતરોમાં પાણી ભરાઈ જતા બિયારણ માટે લાવેલ  બટાકામાં ફૂગ લાગી જવા પામી હતી. ખેતરમાં નાંખેલુ ખાતર નકામું બની ગયું હતું. આ ઉપરાંત ખેતરમાં વાવેલા બિયારણ પાણી ભરાવાના કારણે બગડી જવા પામ્યું હતું.

ડીસા નજીક આવેલા કાટ ,રાણપુર ,વાસણા અને જુનાડીસા સહિતના ખેડૂતોને મોટું નુકસાન વેઠવું પડ્યું હતું.

વિઘાએ 50 હજારનો ખર્ચ

એક વિઘામાં ખાતર અને બિયારણનું રૂ.50 હજાર ખર્ચ કરીને વાવેતર કરવામાં આવ્યું હતું. વરસાદ આફત બનીને આવતા હાલ ખેડૂતોએ વાવેતરને ખેતરોમાં ટ્રેક્ટર ફેરવી ફરીથી વાવેતર કરવાનો વારો આવ્યો છે. મજૂરી અને અન્ય ખર્ચ સાથે એક વિઘાએ રૂ.1 લાખનું નુકસાન ગયું હતું. તેનો સરવે કરી સહાય કરવાની માંગણી થઈ હતી. બિયારણ 600નું હતું તે વધીને ગયા વર્ષે 700થી 800 સુધી થઈ ગયું હતું. આ વર્ષે તે રૂ.1000થી 1200 સુધી થઈ ગયું હતું. રાસાયણિક ખતતરોના ભાવ આસમાને પહોંચતા ખેડુતો આર્થિક માર સહન કરે છે.

બટાકાનો ભાવ ન મળતાં ડુંગળી

ડીસામાં છેલ્લા ચાર વર્ષથી બટાકમાં આવી રહેલી મંદીએ ખેડૂતોની કમર તોડી નાંખી છે. ખેડૂતો અને વેપારીઓને ખોટ જતાં કરોડો રૂપિયાના દેવામાં ડૂબી ગયા છે. હવે બટાકાની જગ્યાએ ડુંગળીનું વાવેતર વધી રહ્યું છે. તેમાં પણ ભાવોમાં અનિશ્ચતિતતા રહેલી છે. બે વર્ષમાં ખેડૂતોને સારી કમાણી કરી આપી હતી. ડીસા તાલુકાના ભોયણ, રસાણા, ઝેરડા, કંસારી, માલગઢ, કુંપટ, આખોલ, મહાદેવીયા ગામોમાં ખેડૂતોએ ડુંગળીનું બિયારણ લાવી તેનું વાવેતર કર્યું હતું.

પેપ્સિકોએ 2018માં અરવલ્લી જિલ્લાના પાંચ ખેડૂતો પર FL-2027 વેરાઇટીના બટાકાનું વાવેતર કરવા બદલ મોડાસા કોર્ટમાં કેસ કર્યા હતા.

કંપની કેસ

પેપ્સિકો પીપીવી ઍન્ડ એફઆરએની કલમ 39 (iv)માં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે કાયદાની તમામ જોગવાઈઓ છતાં ખેડૂત બિયારણની બચત, ઉપયોગ, વાવતેર, ફરી વાવેતર, આદાન-પ્રદાન કરી શકે છે. તે બિયારણ કોઈને આપી શકે અને વેચી શકે છે. છતાં ગુનો દાખળ કરાયો હતો જેની અસર પણ છે.

2018માં

2018માં ડીસામાં 55 હજાર હેક્ટર વાવેતર થયું હતું, ખેડૂતો અને કોલ્ડ સ્ટોરેજના માલિકોને નુકસાન વેઠવું પડયું હતું.

ડીસાના બટાકા ખાવા શ્રેષ્ઠ

મશીનથી બટાકાનું વાવેતર કરી સમગ્ર દેશમાં હેક્ટર દીઠ સૌથી વધુ ઉત્પાદન મેળવે છે. ડીસાના બટાકા લાંબો સમય સુધી ટકે છે. બટાકાની વિદેશમાં નિકાલ પણ કરાય છે.

રસ્તે રઝળતા બટાકા

પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોને બટાકા રસ્તે ફેંકવા પડે છે. ખેડૂતો બમ્પર ઉત્પાદન મેળવે છે પરંતુ પોષણક્ષમ ભાવ ન મળવાના કારણે ખેડૂતોને બટાકાનો કોલ્ડસ્ટોરેજમાં સંગ્રહ કરવાનો તેમના રસ્તે બટાકાને રસ્તે ફેંકવાની ફરજ પડે છે અને બટાકામાં ઘટતા જતા ભાવોને લઈ ખેડૂતોને રડવાનો વારો આવે છે.

20 કિલોના રૂ.200નો ભાવ મળે તો ખેડૂતને મજૂરી ખર્ચ કાઢતા નફો થઈ શકે નહીં તો કરેલો ખર્ચ માથે પડે છે.


Share
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •