‘જુમાન્જીઃ ધ નેક્સ્ટ લેવલ’ ફિલ્મ જોવા જતા પહેતા વાંચી લો આ રિવ્યૂ

Share
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

ડ્વેન જૉનસનની ‘જુમાન્જી: ધ નેક્ટ લેવલ’ ફિલ્મ દર્શકોનું મનોરંજન કરવા ફરી આવી ગઈ છે. 2 વર્ષ પહેલા આવેલી ફિલ્મની આ સિક્વલ છે. ફિલ્મમાં ડ્વેનની સાથે કેવિટ હાર્ટ, નિક જોનાસ, જેક બ્લેક, ડેની ડીવીટો જેવા કલાકારો પણ આ એડવેન્ચર ફિલ્મમાં જોવા મળશે.

પાછલી ફિલ્મમાં જુમાન્જીમાંથી પરત આવ્યા બાદ ફિલ્મના પાત્રો તેમની જિંદગી જીવે છે. પણ તેમાનું એક પાત્ર જુમાન્જીના એડવેન્ચરને ભૂલી શકતો નથી. તે પોતાને તાકતવર ડૉક્ટર બ્રેવસ્ટોન(ડ્વેન)ના રૂપમાં ફરી જોવા માગે છે. એના ચક્કરમાં તે ફરીવાર વીડિયો ગેમના માધ્યમે જુમાન્જી પહોંચી જાય છે. તેને બચાવવાના ચક્કરમાં તેમના મિત્રો પણ વીડિયો ગેમમાં પહોંચી જાય છે.

ફિલ્મના વન લાઈનર હંસાવે છે. તો કેરેન ગિલન તેના પાત્રની છાપ ફિલ્મમાં છોડી જાય છે. એડીના રૂપમાં ડીવીટો લોકોને હસાવે છે. સાથે જ ડ્વેનને તેના એક્શનની સાથે તેની કોમિક ટાઈમીંગમાં પણ સુધારો કર્યો છે. ફિલ્મમાં કોમેડી, એક્શન અને સાહસનું સારું બેલેન્સ છે.

ફિલ્મમાં ટ્વિસ્ટને કારણે વાર્તામાં નવાપણુ લાગે છે. દર્શકોને જોડી રાખવામાં ફિલ્મ સફળ રહે છે. પાછલી ફિલ્મની જેમ આ ફિલ્મમાં પણ ખતરનાક ટાસ્ટ પૂરા કરવાના છે, જેના માટે તેમણે ખતરાઓ સામે લડવું પડે છે. જોકે, અમુક ટાસ્ક નવા અને રોમાંચક લાગતા નથી.

ફિલ્મ જુમાન્જી સીરિઝનો પહેલો ભાગ વર્ષ 1995માં રીલિઝ થયો હતો અને આ ફિલ્મમાં હોલિવુડના એક્ટર રોબિન વિલિયમ્સ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. ત્યારબાદ ડ્વેન ‘જુમાન્જી ઈન ટુ ધ જંગલ’ ફિલ્મ લઈને આવ્યો હતો. આ બંને ફિલ્મોએ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. ‘જુમાન્જી: ધ નેક્ટ લેવલ’ દર્શકોનું મનોરંજન કરવામાં સફળ તો રહી છે પણ ફિલ્મમાં અમુક ટાસ્ક બોર કરે છે. જો તમને એક્શન અને સાહસી ફિલ્મો જોવી પસંદ હોય તો આ ફિલ્મ એકવાર જોઈ શકાય. 


Share
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •