ગુજરાતના ખેડૂતે વેલા પર બટાકા ઉગાડ્યા, ડાયાબિટીઝના દર્દી પણ ખાઈ શકે છે આ બટાકા

Share
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

બટાકાને કંદ મૂળ કહેવાય છે અને જમીનની અંદર તેનો પાક લેવામાં આવે છે અને જમીનની અંદર થયેલા બટાકમાં સુગરનું પ્રમાણ વધારે હોવાના કારણે તે ડાયાબીટીના દર્દીઓ ખાઈ શકતા નથી પણ તમને કહેવામાં આવે કે, હવે બટાકા વેલા પર થાય છે અને ડાયાબીટીસ હોય તેવા લોકો પણ આ વેલા પર થયેલા બટાકા ખાઈ શકે છે તો શું તમે આ વાત પર વિશ્વવાસ કરશો ખરા? બટાકાને વેલા પર ઉગાડવાનો પ્રયોગ ઇડર તાલુકાના એક ગામના ખેડૂતે કર્યો હતો અને તેનો આ નવતર પ્રયોગ સફળ પણ રહ્યો.

એક રિપોર્ટ અનુસાર ઇડર તાલુકામાં આવેલા કાનપુર ગામમાં રહેતા દિનેશ પટેલ નામના એક ખેડૂતે પોતાના ખેતરમાં નવા પ્રકારના બટાકા ઉગાડવાને લઇને એક નવતર પ્રયોગ કર્યો હતો. આ પ્રયોગમાં તેમને બટાકાના વેલાનું વાવેતર ચીકુના વૃક્ષની આજુબાજુ કર્યું હતું. જેમ-જેમ બટાકાનો વેલો મોટો થતો ગયો તેમ-તેમ તે ચીકુના વૃક્ષને વીંટળાતો ગયો હતો. થોડા દિવસો પછી આ વેલા પર બટાકા ઉગવા લાગ્યા હતા અને તેમનો આ પ્રયોગ સફળ નીવાળ્યો હતો.

વેલા પર બટાકાને ઉગાડવા માટે આખા બટાકાનું વાવેતર કરવું પડે છે. ચોમાસાની શરૂઆતમાં આ બટાકાનું વાવેતર કરવામાં આવે તો દિવાળી સુધીમાં બટાકાના પાકની શરૂઆત થઇ જાય છે. શીયાળા અને ઉનાળા દરમિયાન આ વેલો સુકાઈ જાય છે તેથી બટાકાનો પાક લઇ શકાતો નથી.

આ બાબતે ખેડૂત દિનેશ પટેલે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ભાવનગર જિલ્લામાં રહેતા મારા એક મિત્રએ મને આ બિયારણ દોઢ વર્ષ પહેલા આપ્યું હતું. મેં બટાકાની ખેતી કરવા માટે ચીકુના વૃક્ષની આજુબાજુ તેનું વાવેતર કર્યું હતું. જયારે આ વેલામાં પહેલી વાર બટાકા આવ્યા ત્યારે અમે પણ આશ્ચર્યમાં મૂકાઈ ગયા હતા. શરૂઆતમાં અમે આ બટાકાને ખાવામાં ઉપયોગ કરતા નહતા. પછી એક દિવસ મેં અને મારા બીજા મિત્રએ ઘરે આ નવા બટાકાનું શાક બનાવીને ખાધું અને પછી અન્ય લોકોને આ બટાકા આપવાની શરૂઆત કરી હતી.


Share
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •