ઘણી બીમારીઓથી બચાવે છે દેસી ઘી, તેનું સેવન કરવાથી થાય છે આ 10 ફાયદા

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

શરીરને તંદુરસ્ત રાખવા માટે લોકો ડોક્ટરની સલાહ પણ લેતા હોય છે. તેમજ દેસી નુસખા અપનાવી શરીરને તંદુરસ્ત રાખતા હોય છે. હજારો વર્ષો જૂના આર્યુર્વેદમાં દેસી ઘીનું સેવન સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ઝડપથી વિકસતા મેટ્રો સંસ્કૃતિઓના કારણે આપણે આપણી સંસ્કૃતિ અને વારસાને શંકાની દ્રષ્ટિથી જોઇએ છીએ. આવો એક શંકાશીલ આહાર છે દેસી ઘી… જેનું સેવન કરવાથી મોટાપા વધે છે, પણ આ ધારણા ખોટી છે, દેસી ઘીનું સેવન કરવાથી શરીર અત્યંત તંદુરસ્ત રહે છે. આ આપણે બીમારીઓથી તો બચાવે છે સાથે જ ગર્ભવતી મહિલાઓ માટે દેસી ઘી અમૃત સમાન માનવામાં આવે છે. આવો જાણીએ દેસી ઘીના સેવનથી મળનારા 10 ફાયદા વિશે…

હૃદયની બીમારીઓ થશે દૂર

ગાયનું દેસી ઘી હૃદયની બીમારીઓથી પણ બચાવે છે. દરરોજ દેસી ઘીનું સેવન કરવાથી લોહી અને આંતરડાંમાં સામેલ ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું કરે છે. દેસી ઘી શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલના લેવલને ઓછું કરે છે અને સારૂ કોલેસ્ટ્રો વધારે છે. દેસી ઘીમાં કેલ્શિયમ, ફોસ્ફોરસ, મિનરલ અને પોટેશિયમ જેવા ઘણાં પોષક તત્વ હોય છે. કોલેસ્ટ્રોલના કંટ્રોલમાં રહેવાના કારણથી હૃદય યોગ્ય રીતે કામ કરે છે અને હૃદય સાથે જોડાયેલી ઘણાં પ્રકારની બીમારીઓ ઓછી થાય છે.

રક્ત પરિભ્રમણ

દેસી ઘીમાં વિટામિન K-2 પણ સામેલ રહે છે. આ વિટામિન બ્લડ સેલમાં જમા કેલ્શિયમને હટાવવાનું કામ કરે છે, જેથી રક્ત પરિભ્રમણ સારૂ રહે છે.

ચરબી ઓછી કરે છે

દેસી ઘી પેટમાં એસિડના પ્રવાહ વધારે છે, જેથી પાચન ક્રિયા સારૂ રહે છે. દેસી ઘી શરીરમાં જમા ચરબીને વિટામિનમાં બદલાવાનું કામ પણ કરે છે.

સ્કિન

દેસી ઘીને સ્કિન માટે પણ ખૂબ સારૂ માનવામાં આવે છે. તેમાં સામેલ એન્ટીઓક્સીડેન્ટ સ્કિનને મુલાયમ અને કોમળ બનાવે છે.

હાડકાંને બનાવે છે મજબૂત

દેસી ઘી હાડકાંને જરૂરી કેલ્શિયમ પણ આપે છે અને તેને મજબૂત બનાવે છે.

માથાની પીડા કરે દૂર

તમે પણ ગાયનું દેસી ઘી ખાઓ છો તો તમારા સ્વાસ્થ્ય માટે અત્યંત લાભદાયી રહેશે. ગાયના દેસી ઘીના 2થી3 બૂંદ નાકમાં નાખવાથી માથુ દર્દ ઓછુ થાય છે.

નબળાઈ

દરરોજ દૂધમાં એક ચમચી દેસી ઘી ઉમેરીને પીવાથી નબળાઈ દૂર થાય છે.

ગર્ભવતી મહિલા

ગર્ભવતી મહિલાએ દેસી ઘી ખાવાથી ગર્ભમાં રહેલા શિશુનુ શરીર મજબૂત બનાવાની સાથે મગજ પણ તેજ બને છે.

નેશનલ ડેયરી રિસર્ચ ઇસ્ટીટ્યૂટ (NDRI)ના રિપોર્ટમાં ભારતીય વૈજ્ઞાનિકોએ દાવો કર્યો કે દેસી ઘીથી કેન્સરનો ખતરો ઓછો થાય છે.


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *