|| લગ્નમાં થતી વિધિઓ પાછળ વૈજ્ઞાનિક તર્ક ||

આપણા દેશમાં લગ્ન વ્યવસ્થાનું ખાસ મહત્વ છે. લગ્નમાં અનેક વિધિઓ કરવામાં  આવે છે, આ દરેક વિધિનું ધાર્મિક મહત્વ તો છે જ પરંતુ તેની પાછળ વૈજ્ઞાનિક  તર્ક પણ જોડાયેલો છે. કયા છે આ તર્ક જાણી લો આજે તમે પણ.

પીઠી ચોળવી

લગ્નના એક દિવસ અગાઉ આ વિધિ કરવામાં આવે છે. વર અને કન્યા બંને માટે આ  વિધિ કરવામાં આવે છે. હળદર શુભતાનું પ્રતિક છે તેથી લગ્ન પહેલા પીઠી  લગાવવામાં આવે છે. જો કે આ વિધિ પાછળનું વૈજ્ઞાનિક કારણ એ પણ છે કે હળદર એક  કુદરતી એન્ટી-બાયોટિક છે જે ત્વચાના બેક્ટેરિયાને દૂર કરે છે.

મહેંદી લગાવવી

લગ્ન પહેલા કન્યા તેના હાથ પર મહેંદી લગાવે છે. મહેંદી શરીરને ઠંડક આપે  છે. ઉપરાંત તેનાથી માથાનો દુખાવો, તાવ જેવી નાની-મોટી તકલીફો દૂર થઈ જાય  છે.

બંગડી પહેરવી

લગ્નમાં દુલ્હન તેના હાથમાં ચુડલો પહેરે છે.  તેને સૌભાગ્યનું પ્રતિક તો માનવામાં આવે જ છે પરંતુ તેનાથી હાથના ખાસ  પોઈન્ટ પર પ્રેશર આવે ચે જે સ્વાસ્થ્યને સારું રાખવામાં મદદ કરે છે.

અગ્નિના ફેરા

લગ્નની મુખ્ય વિધિ હોય છે અગ્નિની આસપાસ ચાર ફેરા. આ ફેરા ફરતી વખતે દંપતિ  કેટલાક વચનો એકબીજાને આપે છે. ઉપરાંત અગ્નિ વાતાવરણને શુદ્ધ કરે છે અને  નકારાત્મક ઉર્જાને દૂર કરી સકારાત્મક ઉર્જા ફેલાવે છે. અગ્નિ શુદ્ધિકારક પણ  છે. અગ્નિના ફેરા ફરતાં દંપતિનું સ્વાસ્થ્ય સારું રહે તે છે ચોરીના ચાર  ફેરા પાછળનું વૈજ્ઞાનિક કારણ.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *