મા ખોડલના સ્થાનક અને જગવિખ્યાત ખોડલધામ કાગવડની વાત…

Share
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

ખોડલધામની જગ્યા ફાળવણી અને ઉપયોજન માટેલગભગ સરકારી તંત્ર એટલે કલેકટર કચેરી, ડેપ્યુટી કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, pwd, પોલિસ તંત્ર, વીજ પુરવઠા બોર્ડ, વન વિભાગ, ખાણ ખનીજ વિભાગ, સ્થાનિક ગ્રામ પંચાયત અને તલાટી વગેરે અને જેતપુર વિસ્તારના ધારાસભ્ય તરીકે અને પોરબંદર વિસ્તારના સાંસદસભ્ય તરીકે લેઉવા પટેલ સમાજના આત્મગૌરવ વધારવા ખોડલધામ કાગવડ ખાતે આપણી માઁ ખોડલના સ્થાપન માટે અડધી રાત્રે કોઈપણ જરૂરિયાત માટે આખા તંત્ર અને તંત્રના ભાગ રૂપે પોતે પિતા-પુત્ર ખડેપગે રાખનાર આપણા લેઉવા પટેલ સમાજના વિરાટ મસીહા શ્રીમાન વિઠ્ઠલભાઇ રાદડિયા કે જેઓએ સમાજના અનેક ભામાશાઓને એક જ સ્ટેજ પર લાવી પોતે આમ લોકો સાથે નીચે સામે બેસીને દાનની સરવાણી વહેવડાવીને જે બહોળું ફંડ એકત્ર કરાવ્યું એ બાબતના આપણે સહુ સાક્ષી રહ્યા છીએ.એ સમયે આખા ગુજરાતમાં ડંકો વાગ્યો હતો કે લેઉવા પટેલોએ દાનની ઝોરી કરોડો રૂપિયાથી છલકાવી એ શ્રેય વિઠ્ઠલભાઇને જાય છે.

શ્રીમાન વિઠ્ઠલભાઇ રાદડિયા પોતે રાજકીય માણસ ઓછા અને સામાજિક માણસ વધુ રહ્યા છે. છતાં પોતે રાજકીય પાર્ટીઓના સંકલન સાધતા હોવાને કારણે જ લેઉવા પટેલ સમાજની એકતાના પ્રતિક સમાં ખોડલધામમાં રાજકારણ ના આવે એટલે પોતે જ ખોડલધામ ટ્રસ્ટડીડના નિયમની પહેલ સ્વીકારી કે કોઈ રાજકીય વ્યક્તિ ટ્રસ્ટમાં નહિ.

આથી એ પોતે અને એમના દીકરા જયેશભાઇ ટ્રસ્ટ બોર્ડમાં કે સ્ટેજ પર દેખાયા જ ન હતા અને છતાં દાતાઓ વિઠ્ઠલભાઇને માન ખાતર ખોડલધામ ખાતે આવ્યા અને દાતાઓને સ્ટેજ પર બેસાડીને એકી સાથે કરોડો રૂપિયાના દાનની સરવાણી વહેતી કરાવી જે આપણે સહુ સારીરીતે જાણીએ છીએ.

વિઠ્ઠલભાઇએ એમના નિકટ મિત્ર અને નાના ભાઈ સમાં શ્રીમાન નરેશભાઈ પટેલને કમાન સોંપવાની લાગણી સહર્ષ કાયમ રાખીને લેઉવા સમાજની કુળદેવી ખોડિયાર માતાજીનું કામ પાર પાડ્યું.

આપણા મુરબ્બી નરેશભાઈ પટેલ સાથે વિઠ્ઠલભાઈને વર્ષોથી પારિવારિક સંબંધો રહ્યા છે. આ ભગીરથ કામમાં પોતે નરેશભાઈ સાથે આર્થિક, રાજકીય, સામાજિક,ધાર્મિક અને ભૌગોલિક કોઈપણ પરિસ્થિતમાં હરહંમેશ સાથે રહ્યા અને ખોડલધામને વિકસાવવા માટે કોઈ કસર છોડી નથી જે દેખાય આવે છે.

બસ આ જ કારણે લેઉવા પટેલ સમાજ સ્વ.વિઠ્ઠલભાઇ રાદડિયા અને મુરબ્બી નરેશભાઈ પટેલને સમદ્રષ્ટિથી નિહાળે છે…

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.


Share
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *