CM રૂપાણીએ આપી ખાતરી, 31 જુલાઈ સુધી ગુજરાતમાં પીવાના પાણીની તકલીફ નહીં પડે

કચ્છના લોકોએ પાણી માટે ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે કચ્છની મુલાકાતે છે અને તેમણે પહેલા કચ્છના લખપત તાલુકાના લોકોની મુલાકાત કરી હતી.

લખપતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, હું માનું છું કે, કચ્છની તાસીર જુદી છે, ખમીરવંતી જનતા છે. આવડા મોટો ભૂકંપ વખતે પણ કચ્છના લોકોએ કોઈ રોદણાં રોયા નહોતા, હિંમતથી સામનો કર્યો હતો. ગયા વર્ષથી દુષ્કાળ પડ્યો. લગભગ પાંચ વર્ષમાં એવરેજ પોણા બસો મિલીમીટર વરસાદ પડ્યો છે અને 2016માં 400થી વધુ મિલીમીટર વરસાદ પડ્યો હતો. 2018-19માં બાર મિલીલીટર એટલે કે અડધો ઇંચ વરસાદ લખપત તાલુકામાં પડ્યો છે. છતાં મને આનંદ એ વાતનો છે, આજે લગભગ તાલુકાના બધા લોકોને હું મળ્યો ધારાસભ્ય, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યો પણ મળ્યા. બધા લોકોએ કોઈજાતના રોદણાં રોયા નથી અને ઉલટાનું સરકાર જે કરી રહી છે, તેમાં સાથ અને સહકાર આપ્યો છે. જે લોકો અહીંથી હિજરત કરીને બહાર ગયા હતા એ લોકો પણ પાછા આવી ગયા છે પશુઓને લઈને.

પાણીની વ્યવસ્થાને લઇને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, નર્મદાના પાણી લોકલ સોર્સ અને અહીં નારાયણ સરોવરમાં લોકલ RO પ્લાન્ટ અને પાણીના હાઈ TDSને ઓછા કરીને એક લાખ લીટર પાણી પૂરું પાડે છે. આ પ્રકારે વ્યવસ્થા ઊભી કરાઈ છે. તમામ ગામમાં માત્ર બે જ ગામમાં ટેન્કર છે, બાકી પાઇપ લાઇનથી પાણી આપવામાં આવે છે. આજે મેં સ્પષ્ટ સૂચના આપી છે કે, કોઇ ફરિયાદ ન આવે છેવાડાના ગામના લોકોની ફરિયાદ ન આવે એ માટે ટેન્કરની સંખ્યા વધારવી પડે તો વધારવામાં આવે, તે બાબતે તંત્રને સૂચના આપી છે. પાણીની ચિંતા અત્યારે નથી.

ઘાસચારા બાબતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, ઘાસ માટે પણ અત્યાર સુધીમાં નવ કરોડ સબસિડી અને તેના ખર્ચ પેટે અહીં ચૂકવણી થઈ છે. નિયમિત 35 રૂપિયા પશુ દીઠ ઘાસની સબસિડી આપવામાં આવે છે અને જે લોકો પોતાના ઘરે પશુ રાખે છે. તેમને ઘાસ પણ આપવામાં આવ્યું છે. એટલે લગભગ પોણા બે લાખ માણસો કરતાં પણ વધુ પશુઓ આ તાલુકામાં છે અને બધાની ચિંતા આ સરકાર કરી રહી છે. 

ઘાસ ચોરી અને પાણી ચોરી બાબતે કહ્યું હતું કે, અહીં ફરિયાદ ઓછી છે, પરંતુ આખા ગુજરાતમાં અમે સૂચના આપી છે કે, પીવાના પાણી કે વાપરવાના પાણીમાં જો પાણી ચોરી થાય તો એ બાબતે કડક હાથે કામ લેવામાં આવે. જેથી કરીને આ સમયમાં લોકોને પીવાના પાણીની તકલીફ ન પડવી જોઈએ. એ સૂચના બહુ કડક રીતે સરકાર દ્વારા આપવામાં આવી છે. 

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતના લોકોને ખાત્રી આપતા જણાવ્યું હતું કે હું 31 જુલાઈ સુધી ગુજરાતના લોકોને ખાતરી આપું છું કે, ગુજરાતમાં પીવાના પાણીની તકલીફ નહીં પડે અને કોઈપણ પશુ ઘાસચારા વગરનું નહીં રહે તેની સરકારે સંપૂર્ણ ચિંતા કરી છે. 

ચૂંટણીના પરિણામને લઇને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે 23મીએ દેશભરમાં દિવાળી હશે. પાકિસ્તાનમાં માતમ હશે. કારણ કે મોદી ફરીથી આ દેશના વડાપ્રધાન બનશે. પૂર્ણ બહુમત સાથે એક સ્થિર સરકાર બહુમત સરકાર મોદીજીના નેતૃત્વમાં બનશે અને ગુજરાતની 26 માંથી 26 સીટો જીતીશું.

0 Comments

Leave a reply

Your email address will not be published. Required fields are marked *

*

CONTACT US

We're not around right now. But you can send us an email and we'll get back to you, asap.

Sending

©2019 My Patidar a Proparty of Aadya Enterprise

Privacy Policy  Terms of Service  About Us  Contact us

Log in with your credentials

or    

Forgot your details?

Create Account