અમિત શાહ: 80 કરોડના ખર્ચે 80 ફૂટ ઊંચું સ્ટેચ્યૂ બનાવવાની જાહેરાત કરી

લોકસભા ચૂંટણીમાં બાકી વધેલા બે તબક્કાઓમાં ઉત્તર પ્રદેશના નિષાદ સમૂદાયને આકર્ષિત કરવા BJP ના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ગુરૂવારે જાહેરાત કરી હતી તે UP સરકાર પ્રયાગરાજના શ્રીંગવેપુરમાં નિષાદરાજની એક ભવ્ય પ્રતિમા બનાવશે.

બલરામપુર, સિદ્ધાર્થનગર, સંત કબીરનગર અને સુલતાનપુરમાં આયોજિત રેલીઓમાં અમિત શાહે કહ્યું કે, જે સ્થાન પર કેવટે ભગવાન શ્રીરામના ચરણ ઘોયા હતા ત્યાં યોગી આદિત્યનાથ સરકાર નિષાદરાજની 80 ફિટ ઊંચી પ્રતિમા સ્થાપિત કરશે. 80 કરોડના ખર્ચે બનનારી આ ભવ્ય પ્રતિમા શ્રીંવેગપુરમાં સ્થાપિત કરવામાં આવશે.

શ્રીવેંગપુર પ્રયાગરાજથી 45 કિલોમીટર દુર લખનઉ માર્ગ પર સ્થિત છે. સ્થાનિક નાગરિકો અનુસાર, આ એ જગ્યા છે જ્યાં ભગવાન રામે દેવી સીતા અને લક્ષ્મણ સાથે ગંગા નદી પાર કરી હતી. કહેવામાં આવે છે કે નાવિકોએ ગંગા નદી પાર કરવાથી ઇનકાર કર્યો હતો. એ સમયે નિષાદરાજ કેવટ ત્યાં પહોંચીને ભગવાન રામના પગ ધોવાની મંજૂરી માગી હતી.

ઉત્તર પ્રદેશમાં કેવટ સમાજની સંખ્યા 13 % છે. લોકસભા બેઠકોની વાત કરીએ તો આ સમાજની ઉપજાતિઓ 80 લોકસભા બેઠકોમાંથી લગભગ 20 % બેઠકોને પ્રભાવિત કરી શકશે. કેટલીક લોકસભા બેઠકો એવી છે જ્યાં માછીમારો અને કેવટ સમૂદાયનો વધારે પ્રભાવ છે જેમાં ફિરોઝાબાદ, બંદાયુ, શાહજહાંપુર, કૈરાના, મછલીશહેર, અને જોનપુર બેઠકો છે જ્યારે ગાજીપુર, ફુલપુર, સીતાપુર, જાલોન, ફતેહપુર, ઉન્નાવ, ગોરખપુર, બલિયા અને દેવરિયામાં નિષાદ સમાજનો ખાસ્સો પ્રભાવ છે.

0 Comments

Leave a reply

Your email address will not be published. Required fields are marked *

*

CONTACT US

We're not around right now. But you can send us an email and we'll get back to you, asap.

Sending

©2019 My Patidar a Proparty of Aadya Enterprise

Privacy Policy  Terms of Service  About Us

Log in with your credentials

or    

Forgot your details?

Create Account