આજે જોવા મળશે વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ, વાંચો તેની મહત્વની વાતો

Share
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

નવા વર્ષની પ્રથમ ચંદ્રગ્રહણ આજે લાગશે. આ એક ઉપછાયા ચંદ્રગ્રહણ હશે. ભારતીય સમય મુજબ આ ગ્રહણ ૧૦ જાન્યુઆરી રાત્રે ૧૦.૩૭ વાગે શરૂ થઈને ૧૧ જાન્યુઆરી રાત્રે ૨.૪૨ વાગે સમાપ્ત થશે. ઉપછાયા ચંદ્રગ્રહણ એ હોય છે કે જે પૂર્ણ ચંદ્રગ્રહણ અને આંશિક ચંદ્રગ્રહણના મુકાબલે નબળો હોય છે. આ ચંદ્રગ્રહણને લોકો સ્પષ્ટ રીતે નહીં જોઈ શકે.

આ ચંદ્રગ્રહણ ભારત, આફ્રિકા, એશિયા, યુરોપ અને ઓસ્ટ્રેલીયામા જોવા મળશે. આ વર્ષે કુલ ચાર ચંદ્રગ્રહણ જોવા મળશે. બીજું ચંદ્રગ્રહણ ૫ જુનના રોજ લાગશે. જયારે ત્રીજું ૫ જુલાઈ અને વર્ષનું આખરી ચંદ્રગ્રહણ ૩૦ નવેમ્બરના રોજ લાગશે.

આજે લાગનારૂ ઉપછાયા ચંદ્રગ્રહણ ત્યારે થાય છે જયારે સૂર્ય અને ચંદ્ર વચ્ચે પૃથ્વી ફરતી ફરતી આવે છે. પરંતુ આ ત્રણે એક સીધી રેખામા નથી હોતા. તેવા સમયે ચંદ્રની નાની સતહ પર છાયા નથી પડતી.ચંદ્રના બાકી હિસ્સામા પૃથ્વી બહારના હિસ્સામા પૃથ્વીની છાયા પડતી હતી. જેને પિનમ્બ્ર એટલે કે ઉપછાયા કહે છે.

આ ચંદ્રગ્રહણ સમગ્ર ભારતમા જોવા મળશે. દુનિયાભરમા આ ગ્રહણ એશિયા, યુરોપ અને ઓસ્ટ્રેલીયામા વધારે સમય માટે જોવા મળશે. આ ચંદ્રગ્રહણ કુલ ૪ કલાક ૦૧ મિનીટ સુધી ચાલશે. ભારતીય સમય મુજબ આ ગ્રહણ ૧૦ જાન્યુઆરી રાત્રે ૧૦.૩૭ વાગે શરૂ થઈને ૧૧ જાન્યુઆરી રાત્રે ૨.૪૨ વાગે સમાપ્ત થશે.

વાસ્તવમા આ એક ખગોળીય ઘટના હોય છે. ચંદ્રગ્રહણને જોવામા ખાસ કાળજી રાખવાની જરૂર નથી. ચંદ્રગ્રહણ જોવું સંપૂર્ણ રીતે સુરક્ષિત હોય છે. ગ્રહણ શરૂ થવાના ૯ કલાક પૂર્વે અને સમાપ્ત થવાના ૯ કલાક સુધી સુતક લાગે છે.


Share
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •