1 એપ્રિલ, 2021થી શરૂ થશે વસ્તી ગણતરી, પૂછાશે આટલા પ્રકારના પ્રશ્નો

Share
 • 1
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  1
  Share

1લી એપ્રિલથી વસ્તી ગણતરી શરૂ થઈ રહી છે. ત્યારે વસ્તી ગણતરી દરમિયાન ઘરના વડીલને અધિકારીઓ દ્વારા મોબાઈલ નંબર, શૌચાલય સંબંધિત માહિતી, ટીવી, ઈન્ટરનેટ, વાહન, પીવાના પાળીના સ્ત્રોતો વગેરેને લગતા પ્રશ્નો પૂછશે. 

રજિસ્ટાર અને વસ્તી ગણતરી કમિશન દ્વારા જાહેર કરાયેલા જાહેરનામા અનુસાર વસ્તી ગણતરી કરતા અધિકારીઓ એક એપ્રિલથી 30 ડિસેમ્બર સુધી ચાલનારી વસ્તી ગણતરીમાં ઘરની યાદી તેમાં રહેતા લોકોની ગણતરી માટે કવાયત હાથ ધરશે. જેમાં કર્મચારીને પરિવાર પાસેથી માહિતી મેળવવા માટે 31 પ્રશ્નો પૂછવાનો આદેશ કરવામાં આવ્યો છે. 

જાહેરનામા દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે, કે મોબાઈલ નંબર માત્ર વસ્તી ગણતરીના હેતુ માટે જ લેવામાં આવશે, તેનો ઉપયોગ અન્ય કોઈ હેતુ માટે કરવામાં આવશે નહિ. 

આ વસ્તી ગણતરીની સંદર્ભ તારીખ એક માર્ચ, 2021 હશે, પરંતું જન્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉતરાખંડ માટે આ તારીખ એક ઓક્ટોબર, 2020 હશે. 2021માં થનાર વસ્તી ગણતરીમાં પેન અને કાગળના બદલે મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ થશે. કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય જનસંખ્યા રિજિસ્ટર પણ સપ્ટેમ્બર, 2020 સુધી તૈયાર કરવાનો નિર્ણય કર્યો છે. 

પૂછવામાં આવનાર પ્રશ્નો

1. બિલ્ડિંગ નંબર

2. સેન્સર હાઉસ નંબર

3. મકાનની છત, દિવાલો અને તળિયામાં ઉપયોગમાં લેવાયેલું મટિરિયલ

4. મકાનનો ઉપયોગ ક્યા હેતુ માટે થઈ રહ્યો છે.

5. મકાનની સ્થિતિ

6. મકાનનો નંબર

7. ઘરમાં રહેતા લોકોની સંખ્યા

8. ઘરના વડીલનું નામ

9. ઘરના મુખ્ય વડીલની જાતિ (લિંગ)

10. શું ઘરના વડીલ એસસી, એસટી કે અન્ય જ્ઞાતિ સાથે સંબંધ ધરાવે છે.

11. મકાનમાં રહેલા રૂમ

12. ઘરમાં કેટલા દમ્પતિ રહે છે.

13. પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત

14. વીજળીનો મુખ્ય સ્ત્રોત

15. શૌચાલય છે કે નહિ

16. કેવા પ્રકારનું શૌચાલય છે

17. ઘરમાં પાણીના સ્ત્રોતની ઉપલબ્ધતા

18. ડ્રેનેજ સિસ્ટમ

19. કેવા પ્રકારનું શૌચાલય છે

20. વોશરૂમ છે કે નહિ

21. રસોડુ છે કે નહિ, તેમાં એલપીજી કે પીએનજી ગેસ કનેક્શન છે કે નહિ

22. રસોડામાં ઉપયોગમાં લેવાતું ઈંધણ

23. રેડિયો/ટ્રાન્જિસ્ટર

24. ટેલિવિઝન

25. ઈન્ટરનેટની સુવિધા છે કે નહિ

26. લેપટોપ/કોમ્પ્યૂટર છે કે નહિ

27. લેપટોપ/મોબાઈલ ફોન/સ્માર્ટફોન

28. સાયકલ/સ્કૂટર/મોટર સાયકલ/મોપેડ

29. કાર/જિપ/વાન

30. ઘરમાં મુખ્યત્વે ક્યા અનાજનો ખોરાક તરીકે ઉપયોગ થાય છે.

31. મોબાઈલ નંબર


Share
 • 1
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  1
  Share