નિવૃત્ત IPS રમેશ સવાણીની FB પોસ્ટ, કેટલાક IPS અધિકારીઓ ‘નોન કરપ્ટ’ હોવાનો આબાદ ઢોંગ કરે છે

Share
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

15 બેન્કમાંથી 2000ના દરથી લઈ 10ના દર સુધીની 2026 નોટો જમા થઈ સૌથી વધુ 100 અને 2000ના દરની નોટો મળી આવી એસઓજી ક્રાઈમ બ્રાન્ચે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધ્યો

અમદાવાદ: છેલ્લા ત્રણ મહિનામાં શહેરની 15 અલગ અલગ બેન્કોમાં 2000ના દરથી લઈ 10ના દરની કુલ રૂ. 7.76 લાખની નકલી નોટ જમા થઇ છે. સૌથી વધુ નકલી નોટો આઈસીઆઈસીઆઈ, એક્સીસ અને HDFC બેન્કમાંથી મળી આવી છે. એસઓજી ક્રાઇમ બ્રાંચે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ઓક્ટોમ્બર 2019થી ડિસેમ્બર 2019 સુધીમાં ડીસીબી, કાલુપુર કો.ઓપરેટિંવ, યશ, IDBI, ICICI, એક્સીસ, HDFC, કોટક મહેન્દ્રા,કોર્પોરેશન,SBI, સ્ટાન્ડર્ડ ચાર્ટડ, HSBC અને રિઝર્વ બેન્કમાં 2000ની 238, 500ની 282, 200ની 185, 100ની 1129 50ની 187, 20ની 93, 10ની 3 નોટો મળી કુલ 2026 નોટો કિંમત રૂ. 7.76 લાખની બેંકોમાં જમા થઈ છે. સૌથી વધુ ICICI બેન્કમાંથી અલગ અલગ દરની નકલી નોટો જમા કરાવાઈ છે. જેમાં સૌથી વધુ 100ના દરની 546 નોટો જમા થઈ છે.

બેન્કોમાં નકલી નોટો જમા થવા બાબતે અમદાવાદ એસઓજી ક્રાઈમ બ્રાન્ચ દર ત્રણ મહિને અજાણી વ્યક્તિ સામે ગુનો નોંધી દે છે પરંતુ આ નકલી નોટો બેન્કમાં કોણ જમા કરાવી ગયું છે તેની આજ સુધીમાં બહાર આવ્યું નથી. એટલે પોલીસ માત્ર ગુનો નોંધે છે પરંતુ તપાસમાં પોલીસને કશું મળતું નથી.

Source:


Share
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •