તબિયત સારી હોવા છતાં NSUIના કાર્યકર્તાઓને હોસ્પિટલમાં રહી રાજકારણ રમવું છેઃ જીતુ વાઘાણી

Share
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

 • હોસ્પિટલમાં રહીને રાજકારણ રમવુંઃ વાઘાણી
 • કોંગ્રેસના NSUIમાં ભાંગફોડ કરનારા તત્વોની ભરતીઃ વાઘાણી
 • નિખિલ સવાણીને ડિસ્ચાર્જ કરાયાં

જીતુ વાઘાણીએ જણાવ્યુ હતું કે તબિયત સારી હોવા છતાં હોસ્પિટલમાં રહીને રાજકારણ રમવું તેવું કોંગ્રેસ કરી રહી છે. કોંગ્રેસના NSUIમાં ભાંગફોડ કરનારા તત્વોની ભરતી કરવામાં આવી છે તે અમદાવાદની ઘટના ઉપરથી ફલિત થાય છે.

તમણે જણાવ્યું હતું કે ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ એરપોર્ટ ઉપર સવારે 9.30 વાગે આવી પહોંચશે. ગૃહમંત્રી અમિત શાહ કમાન્ડ કન્ટ્રોલ રૂમનું લોકાર્પણ મહાત્મા મંદિરેથી કરશે. આ સાથે પોસ્ટ વિભાગના કેટલાક કામોના લોકાર્પણ કરશે. 

મહત્વનું છે કે, અમદાવાદમાં NSUI અને ABVP વચ્ચે ઘર્ષણના મામલે NSUIના ઘાયલ કાર્યકર્તાઓને બળજબરીપૂર્વક ડિસ્ચાર્જ કરાવવામાં આવતા હોવાનો આક્ષેપ થયા છે. તેમને SVP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. સ્વસ્થ ન હોવા છતાં ડિસ્ચાર્જ કરાયાના કોંગ્રેસે આક્ષેપ કર્યાં છે. આથી કોંગ્રેસના આગેવાનોએ વિરોધ કર્યો હતો. કોંગ્રેસના નેતાઓએ SVP હોસ્પિટલ પહોંચી વિરોધ કર્યો હતો.

નિખિલ સવાણીને ડિસ્ચાર્જ કરાયાં

અમદાવાદમાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમા NSUIના નિખિલ સવાણીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં હતા. જે બાદ અમદાવાદમાં કોંગ્રેસની પત્રકાર પરિષદ યોજીને નિખિલ સવાણીએ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે પોલીસની હાજરીમાં અમારા પર લાઠીચાર્જ કરવામાં આવ્યા હતો. પરંતુ પોલીસએ તેને રોક્યા ન હોવાનુ નિખિલ સવાણીએ આક્ષેપ લગાવ્યો છે. સાથે કહ્યું કે મારી ફરિયાદ પણ લેવામાં આવી નથી. કમિશનરે નિષ્પક્ષ તપાસ કરવાની માગ કરીને યોગ્ય પગલા લેવામાં આવે તેવી માંગ કરી છે. જોકે નિખિલ સવાણીને દબાણ કરી ડિસ્ચાર્જ કરાયાનો આક્ષેપ લગાવાય રહ્યો છે.


Share
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •