પડ્યા પર પાટું જેવા હાલ, આ સમાચાર સાંભળી ગુજરાતના ખેડૂતોનું બ્લડપ્રેશર વધી જશે

Share
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

એક તરફ સમગ્ર દેશમાં મંદીનો માહોલ છે અને ગુજરાતના ખેડૂતોને વરસાદને કારણે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યા બાદ તીડના આતંકનો પણ સામનો કરવો પડ્યો છે ત્યારે ફરી એકવાર તીડનું એક ઝૂંડ ગુજરાતની સરહદે આવીને બેઠા હોવાના અહેવાલો પ્રાપ્ત થતાં રાજ્યના ખેડૂતોને પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાઇ શકે છે.

 • ગુજરાતમાં ફરી તીડના આતંકની શક્યતા
 • નડાબેટ જીરો પોઇન્ટ નજીક તીડનું ઝૂંડ : સૂત્ર
 • નડાબેટ અથવા કચ્છના રણમાં તીડ ઘુસવાની વકી

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ફરી તીડના આતંકની શક્યતા છે. મહત્વના સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે નડાબેટ જીરો પોઇન્ટ નજીક તીડનું ઝૂંડ પહોચ્યું છે. નડાબેટ અથવા કચ્છના રણમાં તીડ ઘુસવાની શક્યતા છે. પાકિસ્તાનથી વધુ એક એક તીડનું ઝૂંડ આવ્યું છે.આ તીડને રોકવા કેન્દ્ર સરકારની 2 ટિમો બોર્ડર પર સક્રિય છે.

થોડા સમય પહેલા જ જોવા મળ્યો હતો તીડનો આતંક 

બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોમાં તીડના આતંકથી ખેડૂતો પરેશાન છે. ખાસ કરીને લાખણી, ડીસા અને પાલનપુરના ખેડૂતો માટે તીડનો આતંક માથાનો દુખાવો બની ગઈ છે. પરંતુ આ માથાના દૂખાવાને દૂર કરવા માટે હવે ખેડૂતોએ નવી તરકીબ શોધી કાઢી છે. આ તરકીબ એટલે કે, પંખા જોડે થાળીને બાંધી દેવી. આ દ્રશ્યોમાં તમે ખેડૂતની કરામતને જોઈ શકો છો. દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે કે, એક ખેડૂતે પોતાના ખેતરની વચ્ચે પોલ ઉભા કરી તેના પર પંખો લટકાવી દીધો છે. જોકે ખેડૂતે પંખાના પાંખિયા નિકાળી દીધા છે અને તેની સાથે તાર બાંધી દીધા છે. આ સાથે જ તેની બાજુમાં એક થાળી લટકાવી દીધી છે. એટલે કે, જેવી જ તીડો જોવા મળે કે, પંખાની સ્વિચ ચાલુ કરી દેવાની અને તે ચાલુ કરતા જ થાળી વાગવાનો અવાજ શરૂ થઈ જાય. આમ તીડને ભગાડવા માટે ખેડૂતો અનેક તરકીબો અજમાવી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે તીડના કારણે પાકને ભારે નુકસાન પહોંચી રહ્યું છે.

ફરીવાર તીડના આતંકના એંધાણ

સૂત્રો દ્વારા પ્રાપ્ત થયેલ અહેવાલ અનુસાર નડાબેટ જીરો પોઇન્ટ નજીક તીડનું ઝૂંડ પહોચ્યું છે. આ ઝૂંડ પાકિસ્તાન તરફથી આવ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા તાત્કાલિક અસરથી નડાબેડ ખાતે 2 ટિમ ગોઠવી દેવામાં આવી છે. 

તીડથી માત્ર ભારત જ નહીં બલ્કે વિશ્વના 65 દેશ પરેશાન

તીડથી માત્ર ભારત જ નહીં બલ્કે વિશ્વના 65 દેશ પરેશાન છે.35 દિવસ સુધી જીવતું તીડ તેના શરીરના પ્રમાણમાં અનેક ગણો ખોરાક ખાય છે.પરંતુ તીડ ના નાશ માટે જો જમીન ઉપર થી દવા છાટવામાં આવે તો તેની તીડ ઉપર કોઈ જ અસર થતી નથી.

બનાસકાંઠાના યુવકે વિકસાવ્યું છે તીડ ભગાડવાનું મશીન

બનાસકાંઠા જિલ્લામાં તીડના આક્રમણનો ખાતમો બોલાવવામાં મહેસાણાનો યુવાનની મહત્વપૂર્ણ ભૂમિકા સામે આવી છે. મહેસાણાના એન્જિનિયર યુવાને 10 લિટર કેપેસીટી ધરાવતુ ડ્રોન તૈયાર કરી દાંડીવાડા વિસ્તારમાં દવાનો છંટકાવ કર્યો હતો.અને આ છંટકાવ બાદ માત્ર એક જ કલાકમાં 100 ટકા તીડનું મારણ થયુ હતુ.આ યુવાન અને તેની ટીમ હાલમાં પણ બનાસકાંઠા જિલ્લામાં ખેતીવાડી વિભાગ સાથે સર્વેની કામગીરી કરી રહ્યા છે.અને હજુ પણ જ્યાં તીડનું આક્રમણ જોવા મળશે ત્યાં ડ્રોનની મદદથી દવાનો છંટકાવ કરશે

Source:


Share
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •