કડવા પાટીદાર છું એટલે કડવો લાગુ છું, ફરી એક વખત અલગ મૂડમાં દેખાયા: નીતિન પટેલ

Share
 • 7
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  7
  Shares

 • હું હંમેશા સત્ય બોલવા માટે ટેવાયેલો છું-નીતીન પટેલ 
 • દવાઓ કડવી હોય પણ રોગ મુક્ત કરે છે-નીતીન પટેલ 
 • ક્યારેક મારુ બોલેલું સરકાર કે સમાજમાં કડવું લાગતું હોય છે -નીતીન પટેલ

અગાઉ આ મહાસંમેલન 2011 થયું હતું. 

અમદવાદમાં લવકુશ પાટીદાર ભાવાત્મક મહાસંમેલન યોજવામાં આવ્યું હતું. આ મહાસંમેલનનું આયોજન કડવા-લેઉવા પટેલ સમાજ દ્વારા  કરવામાં આવ્યું હતું. જેનો હેતું કડવા-લેઉવા વચ્ચેનો ભેદ ભૂલી એક થવા પ્રયાસ કરવાનો હતો. અગાઉ આ મહાસંમેલન 2011 થયું હતું.

વિજય રુપાણીએ પાટીદારો વિશે કહ્યું આમ

અમદવાદમાં લવકુશ પાટીદાર ભાવાત્મક મહાસંમેલનમાં સીએમ વિજય રૂપાણી,  DYCM નીતિન પટેલ, પરષોત્તમ રૂપાલા તથા વિપક્ષનાં નેતા પરેશ ધાનાણી પણ ઉપસ્થિત રહ્યાં હતા.  આ  મહાસંમેલનમાં CM રૂપાણીએ કહ્યું હતું કે, લવકુશ સંમેલનથી સમાજને નજીક લાવવાનો એક સારો પ્રયાસ કરવામાં આવ્યો છે. ગુજરાતનાં વિકાસના મૂળમાં પાટીદાર સમાજનો ફાળો રહ્યો છે. પાટીદાર સમાજની વિશેષતા એ છે કે તેઓ પ્રામાણિક અને મહેનતુ છે.

હું હંમેશા સત્ય બોલવા માટે ટેવાયેલો છું

જ્યારે સરકાર સામે નિશાન સાંધતા અને મૂડમાં આવી ગયેલા નીતિન પટેલે ફરી ફટકાબાજી શરુ કરી હતી. નીતિન પટેલે મહાસંમેલનમાં કહ્યું હતું કે, મને કડવા પાટીદાર હોવાનો ફાયદો થયો છે. “હું કડક થઈ બોલું ત્યારે અમારા નેતાઓ બધું સંભાળી લે છે.” “કડવા પાટીદાર હોવાથી કડવું બોલવા માટે ટેવાયો છુ.” કડવું બોલવા અંગે નીતિન પટેલે કહ્યું હતું કે,  હું હંમેશા સત્ય બોલવા માટે ટેવાયેલો છું. દવાઓ કડવી હોય પણ રોગ મુક્ત કરે છે.  ક્યારેક મારુ બોલેલું સરકાર કે સમાજમાં કડવું લાગતું હોય છે. હું કડવું બોલું ત્યારે તેનું લાંબા ગાળે ફાયદો થતો હોય છે. 

નીતિન પટેલ પહેલાં આવું કંઈક બોલ્યાં હતાં

ઉલ્લેખનીય છે કે બ્રહ્મ સમાજની બિઝનેસ સમિટમાં  નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પરીક્ષા વિવાદ મામલે મૌન તોડતાં અસિત વોરા પર તેમણે હળવો મજાક કરતાં  કહ્યું હતું કે હમણાં હમણાં અસિત વોરા વધારે ચર્ચામાં છે. ઘણીવાર અમે પડદા પાછળ રહી જઇએ છીએ. ક્યારેક અસિત વોરા આગળ હોય, સરકાર પાછળ હોય છે. અસીત વોરાના સમયમાં ઘણી બધી ભરતી થઈ છે. ક્યાં કોની ભરતી કરી છે તે અમે પુછતા નથી. અસીત વોરાએ બધું સારુ જ કર્યું હશે તેવી આશા છે. 


Share
 • 7
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  7
  Shares