ઋત્વિજ પટેલે મમતા દીદી વિશે જાણો કહ્યું શું

ભાજપના યુવા મોરચાના અધ્યક્ષ ઋત્વિજ પટેલે પ્રતિક્રિયા આપી હતી. ભાજપના યુવા મોરચાના અધ્યક્ષ ઋત્વિજ પટેલે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આજે ઐતિહાસિક દિવસ છે. આજે નવા ભારતનો નવો સૂર્યોદય થયો છે અને આજે નરેન્દ્ર મોદી ફરી એક વાર વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે. એટલે કે, ‘ફિર એક બાર મોદી સરકાર’ સાર્થક થવા જઈ રહ્યું છે.

પશ્ચિમ બંગાળમાં થયેલા વિરોધ બાબતે ઋત્વિજ પટેલે જણાવ્યું હતું કે, એ માર ન હતો એક એટેક હતો અને જે રીતે કોઈ વ્યક્તિ કે, કાર્યકર્તા પર માર નહીં પણ લોકશાહી પર, સંવિધાન પર માર છે અને તેની સરેઆમ હત્યા થાય છે. સ્વભાવિક છે જે રીતે એકઝિટ પોલ આવી રહ્યા છે અને વલણ વર્તાઈ રહ્યા છે, તે રીતે ભારતીય જનતા પાર્ટી કેન્દ્રમાં 300 કરતા વધારે બેઠક મેળવવા જઈ રહી છે. પશ્ચિમ બંગાળ હોય કે, અન્ય રાજ્યો હોય તેમાં પ્રાદેશિક પક્ષો તેમાં મમતા દીદી સહીતના તમામ લોકો આ ચૂંટણીમાં કારમો પરાજય મેળવી રહ્યા છે, તે જોતા શાંતિ, સલામતી ડહોળાઈ તે પ્રકારના પ્રયત્નો થાય તેવો અંદેશો કદાચ કેન્દ્રના ગૃહ વિભાગને છે. તેના માટે સુરક્ષા વ્યવસ્થા સચોટ કરવામાં આવી રહી છે.

વિજય ઉત્સવ બાબતે ઋત્વિજ પટેલે જણાવ્યું હતું કે, વિજય ઉત્સવની તૈયારી ન માત્ર ભાજપ પણ આજે આખો દેશ કરી રહ્યો છે. સવા સો કરોડ દેશની જનતા આજે ફરી એક એક વાર નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવીને આજે ખરા અર્થમાં દિવાળી ઉજવવાની છે.

0 Comments

Leave a reply

Your email address will not be published. Required fields are marked *

*

©2019 My Patidar a Proparty of Aadya Enterprise

Privacy Policy  Terms of Service  About Us  Contact us

CONTACT US

We're not around right now. But you can send us an email and we'll get back to you, asap.

Sending

Log in with your credentials

or    

Forgot your details?

Create Account