GMDC ભરૂચ : ટ્રક ભાડાના મુદ્દે અન્યાયના વિરોધમાં GMDCમાં ટ્રાન્સપોર્ટરોની હડતાળ

Share
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  

ઝઘડીયા તાલુકાના રાજપારડી નજીક આવેલી જીએમડીસીની લિગ્નાઇટની ખાણમાંથી કોલસાનું વહન કરતાં સ્થાનિક ટ્રક ચાલકો ભાડા વધારવાની માંગ સાથે હડતાળ પર ઉતરી ગયાં છે.

ઝઘડિયા તાલુકાના આમોદ ગામ ખાતેથી ૧૯૮૩ થી ગુજરાત મિનરલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન (જીએમડીસી) દ્વારા લિગ્નાઇટ, ખડી, સિલિકાનું ઉત્પાદન કરવામાં આવે છે. દલાલો અને ટ્રાન્સપોર્ટરના મેળાપીપણામાં ભાડાના મુદ્દે સ્થાનિક ટ્રક માલિકોનું શોષણ કરવામાં આવતું હોવાના આક્ષેપો થઇ રહયાં છે. સ્થાનિક ટ્રક માલિકોના સંગઠનને પણ શામ, દામ, દંડ અને ભેની નીતિ રાખી તોડી પાડવાના પ્રયત્નો થયા છે અને મહદ અંશે તેમાં શોષણખોરોને સફળતા મળી છે. આ વર્ષે ફરી દલાલો અને ટ્રાન્સપોર્ટરો દ્વારા નક્કી કરેલા અને પોષણક્ષમ ભાડા નહિ ચૂકવી શોષણ કરી રહ્યા છે જેની સામે ટ્રક ચાલકોએ આજથી અચોક્કસ મુદતના હડતાલ નું શોષણખોરો સામે શસ્ત્ર ઉગામ્યું છે. ટ્રક માલિકોના સંગઠન દ્વારા આજરોજ સ્થાનિક પોલીસ અને મામલતદારને આવેદનપત્ર આપી તેમની રજૂઆતો કરી હતી.


Share
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •