ભરૂચ: મનસુખભાઇ વસાવા ની જીત,ભાજપાનો ભગવો લહેરાયો

  • મનસુખભાઇ વસાવા સતત છટ્ઠી વખત વિજેતા બન્યા
  • શેરખાન પઠાણની કારમી હાર, મત ગણતરી છોડી જતા રેવું પડ્યું
  • છોટુભાઇ કાગનો વાઘ સાબિત થયા, બીટીપી ની એક પણ સીટ ન આવી.

ભરૂચ લોકસભા બેઠક ઉપર ખેલાયેલા ત્રિપાંખિયા જંગમાં આજરોજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ભરૂચની કે.જે.પોલીટેકનીક કોલેજ ખાતે મતગણતરી હાથ ધરાતા ભરૂચ બેઠક ઉપર નસુખભાઇ વસાવા ની જીત થતા સતત આઠમી વખત ભાજપનો ભગવો લહેરાયો છે. અને સતત છટ્ઠી વખત મનસુખભાઇ આ બેઠક પર પોતાનો દબદબો રાખી ૩,૩૪,૦૦૦  ઉપરાંત મતોની લીડથી તેમના હરીફ ઉમેદવાર કોંગ્રેસના શેરખાન પઠાણને ધરાશાયી કરી વિજેતા થયા છે.

જ્યારે બી.ટી.પી.ના છોટુભાઇ વસાવા આ બેઠક ઉપર પુનઃ એક વખત કાગના વાઘ પુરવાર થયા છે. મનસુખભાઇના વિજયને ભાજપના આગેવાનો, કાર્યકરો અને સમર્થકોએ વધાવી લઇ અભિનંદન આપી મિઠાઈ વહેîચી હારાતોરા કરી વિજયનો જયઘોષ કર્યો હતો.કે.જે. પોલીટેકનીક ખાતેથી મનસુખભાઇએ વિજય સરઘસ કાઢયું હતું જેમાં જયનાદ જગાવી ડી.જે.ના તાલ સાથે કાર્યકરો મન મૂકી નાચ્યા હતા.વિજય સરઘસ કસક ભાજપના મુખ્ય કાર્યાલય ખાતે પહોંચતા ત્યાં જનમેદની સામે મનસુખભાઈએ મતદારોનો આભાર વ્યક્ત કરી સતત છટ્ઠી વખત તેમનામાં મૂકેલા વિશ્વાસને એળે નહિં જવા દઉં તેમ કહ્યું હતું. સાથે હવે નર્મદા નદીને બે કાંઠે કરવાનો હુંકાર પણ કર્યો હતો.

લોકસભા ર૦૧૯ ભરૂચ બેઠક પર યોજાયેલી ચૂંટણીમાં કુલ સાત વિધાનસભા બેઠકો ઉપર ર૩ એપ્રિલના રોજ યોજાયેલી ચૂંટણીમાં  કુલ ૧૫,૬૪,૨૦૫ મતદારોમાંથી ૧૧,૪૫,૩૫૬ મતદાતાઅોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. અને પોસ્ટલ બેલેટથી ૪૯૧૯ મતો મળી કુલ ૭૩.રર„ મતદાન નોંધાયું હતું.જેની તા.ર૩મીના રોજ ભરૂચની કે.જે.પોલીટેકનીક ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગણતરી હાથ ધરાઈ હતી.સાત વિધાનસભા બેઠકના ૧૦ર ટેબલ ઉપર અલગ અલગ વિધાનસભા બેઠકો પ્રમાણે ૧૮ થી ર૩ રાઉન્ડમાં મતગણતરી હાથ ધરાઈ હતી.

મતગણતરીના પહેલા રાઉન્ડમાં જ ભારતીય જનતા પાર્ટીના મનસુખભાઇને ૩૦,ર૧ર મળ્યા હતા જ્યારે કોંગ્રેસના શેરખાનને ૧૮૯૧૧ અને બી.ટી.પી.ના છોટુભાઇ વસાવાને ૪૭૩૩ મળ્યા હતા. આમ ૧૧,૩૦૧ મતોની લીડથી આગળ રહ્યા હતા.બીજા રાઉન્ડમાં ગણતરીઅોમાં ભૂલ આવતા મતગણતરી અટવાઈ હતી.જાકે બીજા રાઉન્ડથી સતત મનસુખભાઇની લીડ રોકેટ ગતિએ આગળ વધી હતી.૫૦ ટકા મતોની ગણતરી દરમિયાન જ ૧.૭૫ લાખની આસપાસની લીડથી મનસુખભાઇએ પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો.જે જાતાં કોંગ્રેસના શેરખાણ પઠાણે પોતાની હાર સ્વિકારી લીધી હોય તેમ મેદાન છોડી દીધું હતું. જ્યારે પોતાની હાર નિશ્ચિત હોવાનું લાગતા બી.ટી.પી.ના છોટુભાઇ વસાવા મતગણતરી કેન્દ્ર ઉપર સવારથી જ દેખાયા ન હતા.

બીજીબાજુ મનસુખભાઇની લીડના આધારે તેમની જીત પાક થઈ જતા ભારતીય જનતા પાર્ટીના આગેવાનોમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર, જિલ્લા પ્રમુખ યોગેશભાઇ પટેલ, ધારાસભ્ય દુષ્યંતભાઇ પટેલ, વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા, જિલ્લા મહામંત્રી ધર્મેશ ભટ્ટ અને ધર્મેશ મિસ્ત્રી, બક્ષીપંચ મોરચાના પ્રદેશ મહામંત્રી રમેશભાઇ મિસ્ત્રી સહિતના આગેવાનો અને કાર્યકરોએ  એ કે.જે. પોલી ટેકનીક કોલેજના કેમ્પસમાં જ મનસુખભાઇને હારાતોરા કરી મીઠાઇ ખવડાવી અભિનંદન આપી જયઘોષ કર્યો હતો.

છેલ્લા પાંચ વાગ્યા સુધીમાં જાહેર થયેલા આંકડાઅો મુજબ મનસુખભાઇ વસાવાને ૩,૩૦,૪૯૪ મતોની સરસાઈ મેળવી હતી. મનસુખભાઇને કુલ ૬,૩૩,૦૬૯ મત મળ્યા હતા, જ્યારે તેમના હરીફ એવા કોંગ્રેસના શેરખાન પઠાણને ૩,૦ર,૩૦૭ જ્યારે બીટીપીના છોટુભાઇ વસાવાને ૧,૪ર,૭૦૫ મત મળ્યા હતા જ્યારે નોટાના ૬રર૫ નોંધાયા હતા. આમ મનસુખભાઇ વસાવાને કુલ ૩,૩૦,૭૬રની સરસાઇ મળી હતી. નોટાના મત ૬રર૫ આમ મનસુખભાઇ વસાવાને કુલ મતદાનના ૫૫.૪૪ ટકા મત મળ્યા છે જ્યારે કોંગ્રેસના શેરખાન પઠાણને ર૬.૪૭ અનેબી.ટી.પી.ના છોટુભાઈ વસાવાને ૧ર.૫ ટકા મત મળ્યા છે.

મનસુખભાઇનો જવલંત વિજય થતા ભાજપ છાવણીમાં ખુશની લહેર ઉઠી હતી. ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકરોએ  મિઠાઇ વહેîચી ફટાકડા ફોડી વિજયોત્સવ મનાવ્યો હતો. કે.જે. પોલીટેકનીક કોલેજ ખાતેથી મનસુખભાઇનું વિજય સરઘસ કાઢયું હતું.જેમાં જયઘોષ ડી.જે.ના નાદ વચ્ચે નૃત્ય સાથે વિજય સરઘસ કસક ખાતે આવેલ જિલ્લા કાર્યાલય ખાતે પહોંચ્યું હતું. જ્યાં સતત છટ્ઠી વખત જંગી બહુમતીથી વિજેતા થયેલા મનસુખભાઇ વસાવાએ મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો.

  • લીડ ર૦૧૪ કરતાં બે ગણી

ર૦૧૪માં ભાજપના મનસુખભાઇની સામે ખેડૂત અગ્રણી જયેશ પટેલને મેદાનમાં ઉતાર્યા હતા. જેમાં મનસુખભાઇને ૫,૪૮,૯૦ર મત મળ્યા હતા. જ્યારે જયેશ પટેલને ૩૯૫૬ર૯ મત મળ્યા હતા. જેમાં ૧,૫૩,ર૭૩ મતોની સરસાઈથી મનસુખભાઇ વિજેતા થયા હતા. આ વખતે મનસુખભાઇએ બેવડી લીડ મેળવી કોંગ્રેસને ધરાશાયી કરી છે. સાંજ સુધીમાં મળેલ આંકડા મુજબ મનસુખભાઇને ૬,૩૩,૦૬૯ મળ્યા હતા.

0 Comments

Leave a reply

Your email address will not be published. Required fields are marked *

*

©2019 My Patidar a Proparty of Aadya Enterprise

Privacy Policy  Terms of Service  About Us  Contact us

CONTACT US

We're not around right now. But you can send us an email and we'll get back to you, asap.

Sending

Log in with your credentials

or    

Forgot your details?

Create Account