ભરૂચ જીલ્લા કલેકટર કચેરી ના મેહસુલ કર્મચારી તેમનાજ કાયદા અને નિયમ થી અજાણ

Share
 • 177
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  177
  Shares

આંખોમાં આખો નાખી જુઠું બોલી લોકો ની ફરિયાદ ને ખોટી દીસામાં – ગેર માર્ગે દોરી રહ્યા છે ભરૂચ જીલ્લા કલેકટર કચેરી ના કર્મ ચારિયો.

મળતી માહિતી અનુસાર જાગૃત નાગરિકે આદિવાસી ની તેમજ સ્થાનિક લોકોની ખેતીની જમીન માં ગેર કાયદેસર જરૂરી પરવાનગી વગર જમીનોનો દુર ઉપયોગ થવા બાબતે ભરૂચ જીલ્લા કલેકટર શ્રી ને લેખિત ફરિયાદ જીલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ અંતરગત કરેલ હતી.

તેમજ મુખ્ય મંત્રી સ્વાગત ફરિયાદ નિવારણ માં પણ ફરિયાદ કરેલ છે.

જેમાં એક મુદ્દો બિનખેતી તેમજ ૭૩ એએ અંતર ગત ની સ્થાનિક ખેડૂતોની જમીન નો દુર ઉપયોગ થવા બાબતે હતી.

આખીતપાસ માં સર્કલ ઓફિસર, મામલતદાર, પ્રાત અધિકારી શ્રી વગેરેના ઓ એ તેમની તપાસ કરી મેં. કલેકટર શ્રી ભરૂચ ને સરત ભંગ થયેલ હોય યોગ્ય કાર્ય વાહી કરવા એહવાલ સાદર કરેલ  છે.

હવે વાત એમ છે કે કલેકટર કચેરી ના આધિકારી ઓને ખબર નથી કે શરત ભંગ ની આગળ ની કાર્ય વાહી કોણ કરશે? કે પછી જાણી બુજીને આખે આખી તપાસ ને ખોટી દીસામાં વાડી રહ્યા છે? જેનાથી ભોળા ભાલા અને ગરીબ ખેડૂતોને ખુબજ મોટા પ્રમાણ માં નુકશાની થઇ રહેલ છે.

કલેકર શ્રી ભરૂચ  ડો. એમ. ડી મોડીયા ની કચેરીના અધિકારી એ જાણી બુજીને આ આખે આખું પ્રકરણ જીલ્લા પંચાયત ને કાર્ય વાહી માટે મોકલી દેવામાં આવ્યું. જયારે ડી.ડી.ઓ. શ્રી ભરૂચ નાઓ પણ સદરહુબાબતે જણાવેલ છે કે કલેકર શ્રી ભરૂચનિજ સત્તા આગળ ની કાર્યવાહી માટે ની છે એમ કહી આખે આખું પ્રકરણ કલેકર શ્રી ડો. એમ. ડી મોડીયા ને સાદર કરેલ છે.

જાગૃત નાગરિકે પુરાવા સહીત કચેરીને જાણ કરેલ છે કે આગળ ની કાર્યવાહી મેં. કલેકટર શ્રી એજ કરવાની છે. હવે જોવાનું રહ્યું કે હાલના કલેકટર શ્રી ડો. એમ. ડી મોડીયા આગળ શું કાર્યવાહી કરે છે.

આખી તપાસ ને ગેર માર્ગે દોરનારા આ અધિકારી સામે કલેકર શ્રી ડો. એમ. ડી મોડીયા યોગ્ય પગલા લે છે કે કેમ ?

કલેકર શ્રી ડો. એમ. ડી મોડીયા અરજ દાર ની ફરિયાદ બદલ યોગ્ય ન્યાયિક કાર્યવાહી કરે તેવી લોક માંગ ઉઠી છે.

કે અધિકારીયોના, સ્થાનિક નેતા ઓના અને વિભાગ ના વિભાગ મોટા નેતા ના કોય અંગત સ્વાર્થ છુપાયેલ છે કેમ? તેવી વાતો એ પણ વેગ પકડેલ છે.

દુખદ વાત છે કે કલેકર શ્રી ડો. એમ. ડી મોડીયા ની કચેરીના અધિકારી ઓ પોતાની સત્તા અને ફરજો જાણતા નથી. મવડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્ર મોદીજી (Narendr Modi ji ) અને ગૃહ મંત્રી શ્રી અમિત શાહ જી (Amit Shah ji ) કેટલી મેહનત કરી રહ્યા છે ત્યારે તેમનાજ ગુજરાત રાજ્ય માજ અંધાધૂની કેમ કરી ચાલી સકે?


Share
 • 177
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  177
  Shares