સાંસદ મનસુખ વસાવા ની અધ્યક્ષતામાં CAA તથા NRC અંગે લોક જાગૃતિ માટે કાર્યક્રમ યોજાયો

Share
 • 166
 • 9
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  175
  Shares

રાજપીપળામાં રાષ્ટ્રીય આદિવાસી મંચ દ્વારા જાહેરસભા અને જંગી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાંસદ મનસુખ વસાવાની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો.

ભરૂચ સાંસદ મનસુખ વસાવા દ્વારા સૌ પ્રથમવાર ગુજરાતમાં ખોટા આદિવાસીઓના પ્રમાણ પત્રો મેળવી જે ચારણ ભરવાડ સહીતની જાતિઓએ અનામત નોકરી પ્રવેશ મેળવ્યો છે જે બાબતે રાજ્ય સરકારે આવા ખોટા પ્રમાણ પત્રો રદ કરી દીધા એના સમર્થનમાં અને CAA તથા NRC અંગે આદિવાસીઓમાં લોક જાગૃતિ માટે આ કાર્યક્રમ યોજાયો હતો.

Image may contain: 3 people, including Rakshit Vasava, people standing and outdoor

રાજપીપળા જીન કમ્પાઉન્ડમાં જાહેર સભા યોજી રાજપીપળાના જાહેર માર્ગો પર રેલી ફરી જિલ્લા કલેકટરને રાજ્યપાલ અને વડાપ્રધાનને સંબોધીને તેમની કામગીરીને સમર્થન આપાતું આવેદન આપ્યું હતું.જાહેર સભામાં સાંસદ મનસુખ વસાવાએ કૉંગ્રેસ અને બિટીપી પર આકરા પ્રહાર કરી જણાવ્યું હતું કે કોંગ્રેસ પાકિસ્તાન, બાંગ્લાદેશથી આવેલા મુસ્લિમોને નાગરિક બનાવવાની વાત કરે છે પણ એ ભારતના નિવાસી નથી ઘૂસણખોર છે. BTPના લોકો આદિવાસીઓને ભરમાવવાનું કામ કરે છે

Image may contain: one or more people, crowd and outdoor

આજરોજ તા. ૦૮-૦૧-૨૦ ને બુધવારે રાજપીપળા ખાતે આદિજાતિના જાતિ અંઞે ના ખોટા પ્રમાણપ્રત્રો બાબતે રાજ્ય સરકારના કાયદાને સર્મથન અને નાગરિક અધિનિયમ કાયદા -૨૦૧૯ (CAA) અને NRC બાબતે આદિવાસી સમાજનુ સરકારશ્રીને સર્મથન તેમજ CAA અને NRC ના કાયદાની સાચી સમજ પ્રજા સુધી પહોચે તે માટે મનસુખ વસાવા ની અધ્યક્ષતામાં જીન કંમ્પાઉન્ડ ખાતે સભાનુ આયોજન થયૂ અને જીન કંમ્પાઉન્ડ થી ઞાંધી પ્રતિમા સુધી એક રેલીનુ આયોજન થયુ

Image may contain: 4 people, people sitting

જેમાં પ્રદેશ આદિવાસી મોરચાના પ્રમુખ મોતીસિંહ વસાવા, રાજ્યના પૂર્વ મંત્રી શબ્દશરણ તડવી, જીલ્લા પ્રમુખ ધનશ્યામભાઈ દેસાઈ, ભારતીબેન તડવી તેમજ મોટી સંખ્યામાં આદિવાસી સમાજ ના ભાઈ-બહેનો તેમજ કાર્યક્રરો ઉપસ્થિત રહ્યા હતા.

Image may contain: 6 people, people standing, people walking, crowd and outdoor
Image may contain: 1 person, standing, walking, crowd and outdoor
Image may contain: 8 people, people smiling, people standing and outdoor
Image may contain: 8 people, people smiling, people standing and outdoor

Share
 • 166
 • 9
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  175
  Shares