વિધાનસભા તરફ વધતા કોંગ્રેસના કાર્યકર્તાઓ પર પોલીસે વોટરકેનનો મારો કર્યો, અટકાયત

Share
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  


ગાંધીનગર: ગુજરાત વિધાનસભાના સત્ર પહેલા કોંગ્રેસ દ્વારા ગુજરાતને અલગ-અલગ મુદ્દે થતા અન્યાય મામલે કોંગ્રેસે વિધાનસભા કૂચનું આયોજન કર્યુ હતું. કોંગ્રેસની કૂચને રોકવા માટે 1500થી વધુ પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવ્યા હતા. વિધાનસભા તરફ વધતા કોંગ્રેસના કાર્યકર્તાઓ પર વોટરકેનનનો મારો કરવામાં આવ્યો હતો.જોકે, તેમ છતા કોંગ્રેસના કાર્યકર્તાઓ વિધાનસભાના પગથિયા સુધી પહોચી ગયા હતા. પોલીસે અમિત ચાવડા, અર્જૂન મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ સહિતના નેતાઓને ડિટેઇન કર્યા હતા.

વિધાનસભાના પગથિયા સુધી પહોચી ગયા કોંગ્રેસના કાર્યકર્તા

વિધાનસભામાં ચુસ્ત બંદોબસ્ત હોવા છતા 1500થી વધુ પોલીસ કર્મીઓ હાજર હોવા છતા કોંગ્રેસી કાર્યકર્તાઓ વિધાનસભા પગથીયા સુધી પહોચી ગયા હતા. સરકાર વિરૂદ્ધ સુત્રોચ્ચાર, બિન સચિવાલય પરીક્ષા રદ કરો, ખેડૂતો માટે અન્યાય સરકાર જેવા ન્યાય, મહિલાઓ વિરૂદ્ધ અત્યાચારના નારા લગાવ્યા હતા અને પોલીસ તેમણે ડિટેઇન કરી 11 પોલીસ સ્ટેશને લઇ ગઇ હતી.

પોલીસે વોટરકેનનનો મારો ચલાવતા કોંગ્રેસી કાર્યકર્તાઓએ કર્યો પત્થરમારો

આઠથી દસ ગાડીઓમાં ભરીને કોંગ્રેસી કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે. કોંગ્રેસના કાર્યકરોની કૂચને રોકવા માટે પોલીસ દ્વારા વોટર કેનનનો મારો પણ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા, અર્જૂન મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલની અટકાયત કરવામાં આવી હતી. વિધાનસભાના પ્રવેશદ્વાર પર પ્રવેશવાના તમામ રસ્તા પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.મંજૂરી વગર કોંગ્રેસે વિધાનસભા તરફ કૂચ કરી હતી. પોલીસે કાર્યકર્તાઓને રોકવા માટે પાણીનો મારો ચલાવતા કોંગ્રેસી કાર્યકર્તાઓ ભડક્યા હતા અને તેમણે પોલીસના વાહનો પર પત્થરમારો કરતા તેમની ગાડીના કાચ તૂટી ગયા હતા.મહિલા કાર્યકર્તાઓની પણ અટકાયત કરવામાં આવી હતી. પોલીસ સાથે ઘર્ષણમાં અમિત ચાવડાના કપડા પણ ફાટી ગયા હતા.

ગુજરાતની જનતાને ન્યાય ના મળે ત્યાર સુધી અમારી લડત ચાલુ રહેશે: અમિત ચાવડા

પોલીસે ગાંધીનગરમાં પ્રદર્શનને રોકવા માટે બહારના તમામ રસ્તાને બંધ કરી દીધા હતા તેમજ ચેકિંગ વધારી દીધી હતી. કોંગ્રેસના પ્રદર્શનને રોકવા માટે ગાંધીનગરમાં 1500થી વધુ પોલીસ જવાનોને તૈનાત રાખવામાં આવ્યા હતા. ગાંધીનગર એસપી મયુર ચાવડાએ કહ્યું કે, કાયદો હાથમાં લેશે તો કાર્યવાહી કરવામાં આવશે. અસામાજિક તત્વોની અટકાયત કરવામાં આવી હતી.બીજી તરફ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ રાજ્યની ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા. અમિત ચાવડાએ કહ્યું કે લોકોનો અવાજ દબાવી નહી શકાય. સરકાર અંગ્રેજોના વારસદાર જેવો વ્યવહાર કરી રહી છે. પોલીસને આગળ કરીને ડરનો માહોલ ઉભો કરવામાં આવ્યો છે. પોલીસે આપેલી ધમકીના પુરાવા, અમારી પાસે પોલીસની ધમકીની ઓડિયો ક્લિપ પણ છે. CMO તરફથી પોલીસને સીધો જ આદેશ આપવામાં આવ્યો છે. ભાજપની નીતિઓ પ્રજા વિરોધી છે.

કોંગ્રેસની વિધાનસભા કૂચની પળેપળની અપડેટ્સ

→ અમિત ચાવડાના કપડા ફાડી નાંખવામાં આવ્યા
→ યુવા કોંગ્રેસની ટીમ વિધાનસભા ગેટ-2 ઉપર પહોંચી, કાર્યકર્તાઓની અટકાયત
→ પ્રદેશ પ્રમુખને પોલીસે દોડાવ્યા
→અર્જુન મોઢવાડિયા અને સિદ્ધાર્થ પટેલની પણ અટકાયત
→ કોંગ્રેસના કાર્યકર્તા અને પોલીસ વચ્ચે ઘર્ષણ
→ અમિત ચાવડાને ડિટેઈન કરીને લઈ જવાયા
→ કોંગ્રેસની કૂચ દરમિયાન પોલીસના વાહન પર પથ્થરમારો
→ કોંગ્રેસના કાર્યકર્તાઓ પર પાણીનો છંટકાવ


→ કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત શરૂ
→ કોંગ્રેસનું વિધાનસભા કૂચનું કાઉન્ટડાઉન શરૂ
→ કોંગ્રેસને વિધાનસભા કૂચની નથી મળી મંજૂરી છત્તાં કાર્યકર્તાઓ કૂચ કરવા મક્કમ
→ જામનગરમાં NSUIના કાર્યકરોની અટકાયત કરાઈ
→ પોલીસ સ્ટેશન બહાર કાર્યકરો દ્વારા સરકાર વિરોધી સુત્રોચાર
→ કાયદો હાથમાં લેશે તો કાર્યવાહી: મયુર ચાવડા SP ગાંધીનગર
→ 1500થી વધુ પોલીસ જવાનો તૈનાત: ચાવડા
→ કાયદો હાથમાં લેશે, તો કાર્યવાહી કરાશે: SP ગાંધીનગર
→ અસામાજિક તત્વોની અટકાયત કરવામાં આવી: મયુર ચાવડા
→  લોકોનો અવાજ દબાવી નહી શકાય: અમિત ચાવડા
→  અંગ્રેજોના વારસદાર જેવું વર્તન: અમિત ચાવડા
→  પોલીસને આગળ કરીને ડરનો માહોલ ઉભો કરાયો: અમિત ચાવડા
→  પોલીસે આપેલી ધમકીના પુરાવા, અમારી પાસે પોલીસની ધમકીની ઓડિયો ક્લિપ: અમિત ચાવડા
→  CMO તરફથી પોલીસને સીધો જ આદેશ: અમિત ચાવડા
→ સત્યાગ્રહ છાવણી ખાતે કોંગ્રેસ ભરશે હુંકાર
→ ગાંધીનગરમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત
→ભાજપની નીતિઓ પ્રજા વિરોધી: અમિત ચાવડા
→ પોલીસે સચિવાલય મીની બજારની તમામ દુકાનો બંધ કરાવી

કોંગ્રેસના કાર્યક્રમને પગલે ગૃહવિભાગ અને રાજ્ય પોલીસ વડાએ ગાંધીનગર જિલ્લા પોલીસ વડા અને ગાંધીનગર રેન્જ આઈજી સાથે મિટિંગ કરીને જરૂરી સૂચનો કર્યા હતા અને જિલ્લાની પોલીસની સાથે મહેસાણા અને હિંમતનગર પોલીસને સ્ટેન્ડ ટુ રહેવા તાકીદ કરી છે. સાથે સાથે એસ આર પી ની એક ટીમ પણ તૈનાત કરવા સૂચન કરાયું છે.

જેને પગલે રાજકોટ તરફથી આવી રહેલા તમામ વાહનો તપાસવા માટે અમદાવાદ ગ્રામ્ય પોલીસ 10 થી વધારે ટીમ કામે લાગી છે અને તે અમદાવાદ અને ગાંધીનગર તરફ આવી રહેલા લોકોની પૂછપરછ કરીને જ આગળ જવા દે છે. બીજી તરફ ચિલોડા, નાના ચિલોડા સર્કલ તપોવન સર્કલ પર પણ સઘન બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ખાસ કરીને ગાંધીનગર સરગાસણ ચાર રસ્તા પાસે અનેક વાહનો તપાસવામાં આવતા લોકોને ખૂબ જ હાલાકી પડી છે. અત્યાર સુધીમાં 100 થી વધુ લોકોને અટક કરીને પરત મોકલવામાં આવ્યા છે. જો કે આજે માત્ર કોંગ્રેસના કાર્યકરો જ નહી, પરંતુ વિરોધ કરી રહેલા યુવાનો પણ પ્રદર્શનમાં જોડાવાના હોવાથી ગાંધીનગરમાં ધમાસણ થવાની શકયતા છે.

જેમાં પોલીસ દ્વારા દાહોદ યુથ કોંગ્રેસની ટીમને રોકવામાં આવી છે. આ ઉપરાંત ભાવનગર NSUIના પ્રમુખ અને પ્રદેશ હોદ્દેદારોની પણે એ ડિવીઝન દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ તેમણે સરકાર અને પોલીસ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, ગુજરાત પોલીસ સરકારનો હાથો બનીને કામ કરી રહી છે.

જણાવી દઈએ કે, કોંગ્રેસ દ્વારા વિધાનસભા કૂચ માટે અગાઉ માંગવામાં આવેલી મંજૂરી ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રદ્દ કરવામાં આવી હતી. જેના કારણે કોંગ્રેસે પોતાના કાર્યક્રમના સ્થળમાં ફેરફાર કરવાની ફરજ પડી છે. “વિધાનસભા કૂચ” 9 ડિસેમ્બર, સોમવાર, સવારે 9:30 વાગે સત્યાગ્રહ છાવણી, ઘ-2 સર્કલ, સેકટર-6, ગાંધીનગર

ઉલ્લેખનીય છે કે, આજે વિધાનસભા ઘેરાવાનો કાર્યક્રમ જાહેર કરવાની સાથે કોંગ્રેસ દ્વારા સમગ્ર ગુજરાતમાંથી માત્ર કોંગ્રેસના કાર્યકરોને જ નહીં, પરંતુ યુવાનોને પણ મોટા પ્રમાણમાં આવવા માટે તાકીદ કરી હતી. જેના પગલે સમગ્ર ગુજરાતમાં પોલીસતંત્રને એલર્ટ કરવામાં આવ્યું છે અને ગાંધીનગર તરફ આવી રહેલા તમામ વાહનોને તપાસવામાં ગત રાતથી જ કામે લાગી ગયું છે.

→  વિધાનસભાની કાર્યવાહીનું જીવંત પ્રસારણ કરવાની માંગ: પરેશ ધાનાણી

→ આ કૂચ ખુરશી માટેની નથી: પરેશ ધાનાણી
→ ગુજરાતની જનતાના મગજમાં આગ લાગી: ધાનાણી
→ અત્યારે રોકશો, પરંતુ ગુજરાતની જનતાના મગજની આગે કેમ ઠારશો: ધાનાણી
→ અલગ-અલગ ત્રણ જિલ્લાઓમાં કોંગ્રેસના કાર્યકરોની અટકાયત
→ વિધાનસભા બહાર કોંગ્રેસનો ચુસ્ત બંદોબસ્ત
→ અમિત ચાવડા, પરેશ ધાનાણી સહિત કોંગ્રેસના મોટાભાગના ધારાસભ્યો હાજર
→ સત્યાગ્રહ છાવણી ખાતે કોંગ્રેસના ધરણા


→ “ચ” રોડ પર અને વિધાનસભાની પાછળના રોડ પર પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો
→ સત્યાગ્રહ છાવણી પહોંચે તે પહેલા જ રાત્રે NSUIના હોદ્દેદારો અને કાર્યકર્તાઓની તેમના નિવાસ સ્થાનેથી અટકાયત


Share
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •